Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ગુજરાતની સ્થાપના પછીના આંદોલનો

અહીં ગુજરાતની સ્થાપના પછીના આંદોલનો જેવા કે નવનિર્માણ આંદોલન (1973-74), અનામત આંદોલન (1980), માધવસિંહ સોલંકી હટાવો ઝુંબેશ અને અનામત આંદોલનનો બીજો તબક્કા વિષે માહિતી આપવામાં આવી છે. જે તમામ competitive exams માટે ઉપયોગી છે.

ગુજરાતની સ્થાપના પછીના આંદોલનો

1). નવનિર્માણ આંદોલન (1973-74)

2). અનામત આંદોલન (1980)

3). માધવસિંહ સોલંકી હટાવો ઝુંબેશ અને અનામત આંદોલનનો બીજો તબક્કો

નવનિર્માણ આંદોલન (1973-74)

>> નવનિર્માણ આંદોલન ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી કાળમાં થયું હતું.

>> શ્રીમતિ ઇન્દિરા ગાંધીના વિરોધ છતાં ચીમનભાઈ પટેલ, ઘશ્યામભાઈ પટેલના રાજીનામાં પછી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા.

>> મુખ્યમંત્રી પર લાંચરૂશ્વત તથા લાગવગ શાહીનો આરોપ લાગ્યો.

>> ગેસ તથા પેટ્રોલિયમ ભાવ આસમાને પહોંચ્યા હતા.

>> કેન્દ્ર સરકારે 1.05 લાખ ટન અનાજ ગુજરાતને આપવાનું વચન આપ્યું હતું, પરંતુ 35 હજાર ટનનો પુરવઠો પૂરો પાડયો.

>> એલ.ડી. એંજિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં મેસ બિલ વધી ગયું, વિધાર્થીઓએ તેના વિરોધમાં તોફાનો કર્યા, તેની અસર કોલેજના હોસ્ટેલમાં પણ થઈ અને અસંખ્ય વિદ્યાર્થીઓ આ આંદોલનમાં જોડાઈ ગયા.

>> આમ, નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ ગઈ.

>> મનીષ જાની, રૂપાંડે શાહ, આનંદ માલંકર વગેરે વિધાર્થી નેતાઓએ કાયદેસરની નવનિર્માણ સમિતિની રચના કરી.

>> તેના પડઘા સમગ્ર રાજયમાં થયા અને આંદોલન સમગ્ર ગુજરાતમાં ફેલાયું.

>> ગુજરાતમાં કુલ 405 જેટલી નવનિર્માણ સમિતીઓ રચાઈ.

>> ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણીને વેગ મળ્યો.

>> 11 મી ફેબ્રુઆરીથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો.

>> પરિણામે 9 ફેબ્રુઆરી, 1974ના રોજ ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યું.

>> ચીમનભાઈ પટેલે પદ છોડયા છતાં પણ તોફાનો રોકાયા નહીં.

>> તોફાનો ચાલુ રહેતા રાષ્ટ્રપતિશાસન 6 મહિના લંબાવવામાં આવ્યું.

>> આ આંદોલન કુલ 97 દિવસ ચાલ્યું.

>> આખરે મોરારજી દેસાઇને ચૂંટણી યોજવા માટે આંદોલન કરવું પડ્યું.

>> 7 એપ્રિલ, 1975ના રોજ મોરારજી દેસાઇએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા.

>> આખરે શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ 8 જૂન, 1975ના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજવા માટેની જાહેરાત કરી દીધી.

>> આમ, નવ નિર્માણ આંદોલનનો અંત આવ્યો.

>> નવનિર્માણ આંદોલન પછીની ચૂંટણીમાં બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

અનામત આંદોલન (1980)

>> મેડિકલ કોલેજમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચના વિધાર્થીઓ માટે વધુ 5 ટકા સીટો અનુસ્નાતક કક્ષાએ અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી.

>> તેથી જનરલ વિધાર્થીઓએ આનો વિરોધ કર્યો.

>> ગુજરાતના વિધાર્થીઓના બે ભાગલા થયા એક સવર્ણો અને બીજો આદિવાસીઓ, તે બે જૂથો વચ્ચે અથડામણો વધી ગઈ.

>> પરિણામે માધવસિંહ સોલંકીએ રોસ્ટર પદ્ધતિ દાખલ કરી સવર્ણોને પોતાની અવગણના લાગી તેથી સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરવા લાગ્યા.

>> સરકારે સમાધાન કરાવ્યુ કેરી ફોરવર્ડ પ્રથા 13 એપ્રિલ, 1981ના રોજ કરવામાં આવી.

>> યુનિવર્સિટીઓએ 62,000 જેટલા વિધાર્થીઓને પરીક્ષા લીધા વિના આગળ ચડાવી દીધાં, રીત થતાં તેઓએ હુકમ રદ કર્યો અને વિધાર્થીઓ ડિગ્રીથી વંચિત રહી ગયાં.

>> આ આંદોલન કુલ 103 દિવસ ચાલ્યું હતું.

માધવસિંહ સોલંકી હટાવો ઝુંબેશ અને અનામત આંદોલનનો બીજો તબક્કો

>> ત્રીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદ પર આવનાર માધવસિંહ સોલંકીએ સમય જોઈને અનામતનો 18 ટકાનો વધારો મોકૂફ રાખ્યો, જેથી 15 માર્ચે વિધાર્થીઓની રેલી નીકળી નહીં અને સૌ શાંત થઈ ગયાં.

>> 18મી માર્ચે, 1985ના રોજ લેવાનારી પરીક્ષાઓ લંબાઇ 25 માર્ચે લેવાનું નક્કી થયું.

>> 3 જૂન, 1985ના રોજ વડોદરાના લક્ષ્મીપૂરા ખાતે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલન >> ભરાયું, તકવાદી નેતાઓના બેફામ ભાષણોને કારણે વિધાર્થીઓ ઉશ્કેરાયાં અને તોફાનો પર ઉતરી આવ્યા, સરકારે લશ્કર બોલાવવું પડ્યું.

>> તોફાનોમાં આદિવાસીઓ, હરિજનો તથા મુસ્લિમો પણ ભળ્યા તેથી વધુ તંગ વાતાવરણ બની ગયું.

>> કોમી રમખાણો ફાટી નીકળ્યા, હિન્દુ-મુસ્લિમો સામ-સામે આવી ગયાં.

>> બીજી તરફ સવર્ણો તથા હરિજનો વચ્ચે પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા.

>> વિશ્વ હિન્દુ પરિષદ થતાં ભારતીય જનતા પક્ષના નેતાઓએ પણ આંદોલનને ટેકો આપ્યો.

>> આખરે કેન્દ્ર સરકારને માધવસિંહને હટાવવાનું દબાણ વધી ગયું, તેથી રાજીનામું આપવાની ફરજ પડી, તેથી 6 જુલાઇ, 1985ના રોજ માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.

>> નવા મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી બન્યા તેમણે આંદોલનકારીઓને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો.

>> 18 ટકા અનામતણો વધારો કર્યો. 

Read more

👉 ગુજરાતના ઇતિહાસની મોક ટેસ્ટ
👉 ગુજરાતના ઇતિહાસની વિસ્તૃત માહિતી
👉 મહા ગુજરાત આંદોલન
👉 હિન્દ છોડો આંદોલન અને ગુજરાત
👉 ગુજરાતના સત્યાગ્રહો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!