અહીં પંડિત યુગનાના પ્રખર સાહિત્યકાર અને ડોલનશૈલીના જનક ન્હાનાલાલ દલપતરામ તરવાડીનો પરિચય આપવામાં આવ્યો છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Nhanalal in Gujarati
પુરુનામ : | ન્હાનાલાલ દલપતરામ તરવાડી |
જન્મ : | ઇ.સ 1877 |
જન્મસ્થળ : | અમદાવાદ |
પિતા : | દલપતરામ |
માતા : | રેવાબા |
વખણાતું સાહિત્ય : | ડોલનશૈલી |
ઉપનામ/તખલ્લુસ
1). ગુજરાતના કવિવર
2). ડોલનશૈલીના પિતા
3). પ્રેમભક્તિ
4). કવિસમ્રાટ
5). શ્રેષ્ઠ રસકવિ
6). પ્રફુલ અમીવર્ષણ
7). ચંદ્રરાજ
8). તેજે ઘડેલા શબ્દના સર્જક
>> ન્હાનાલાલે લેખનની શરૂઆત વસંતોત્સવ કાવ્ય દ્વારા કરી હતી.
>> સૌપ્રથમ વાર ગુજરાતીમાં છંદ વિનાની: અછાંદસ ક્રુતિ આપી, જેને ‘ડોલનશૈલી’ થી ઓળખાય છે.
>> તેને ડોલનશૈલીમાં પ્રથમ કાવ્ય વસંતોત્સવ લખ્યું છે.
>> તેમણે જયાજયંત અને ઇન્દુકુમાર જેવા નાટકો લખ્યા છે. જે ડોલનશૈલી માટે જાણીતા છે.
>> ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય લખ્યું છે.
>> તેમણે હરીસંહિતા, કુરુક્ષેત્ર કાવ્ય નામના બે મહાકાવ્ય લખવાની શરૂઆત કરેલી પણ તે પૂર્ણ થયેલી નથી.
>> ન્હાનાલાલનું ‘હરિસંહિતા’ ભાગ : 1 અને 2 નામનું મહાકાવ્ય અધૂરું હતું. જે જવાહરલાલ નહેરુના હસ્તે પ્રસિદ્ધ થયું છે.
ન્હાનાલાલનું પ્રસિદ્ધ સાહિત્યસર્જન
નાટક : ઇન્દુકુમાર (પાત્રો : ઇન્દ્રકુમાર, ઇન્દ્રકુમારી), જયાજયંત, ભરતગોત્રના લજ્જાચીર (પદ્યનાટક)
નવલકથા : ઉષા અને સારથી
કાવ્ય : ન્હાના ન્હાના રાસ, કેટલાક કાવ્યો, ગીત મંજરી, મહેરામણના મોતી, ચિત્ર દર્શનો, પ્રેમભક્તિ, ભજનાવલી
વિવેચન : સાહિત્ય મંથન, આપણા સાક્ષરરત્નો, જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન
મહાકાવ્ય : કુરુક્ષેત્ર
કાવ્યસંગ્રહ : વસંતોત્સવ (ડોલન શૈલીમાં)
બાળ કાવ્યો : તારા અને ચાંદલિયો જીવન ચરિત્ર : કવિશ્વર દલપતરામ
પ્રસિદ્ધ પંક્તિઓ
1). સૌદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વડે..
2). અસત્યો માંહે થી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..
3). ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ ! અમારે ગુણિયલ ગુર્જર ભૂમિ !
4). ઝીણાં ઝરમર વરસે, મેહ, ભીંજે મારી ચૂંદલડી
5). ગણ્યા ગણાય નહીં, વિણ્યા વણાય નહિ,
6). નથી કાઇ પૂછયું, નથી કોઈ પૂછવું રે..
7). નીલો કમલરંગ વીંઝણો, હો નંદલાલ..
8). મ્હારા નયણાંની આવસરે, ન નીરખ્યા હરિને જરી,
અન્ય ગુજરાતી સાહિત્યકારો