Manubhai pancholi in Gujarati : અહીં અનુગાંધી યુગના ગુજરાતી સાહિત્યકાર, કેળવણી કાર અને સમાજ સેવક એવા મનુભાઈ પંચોળી વિશે અહીં માહિતી આપી છે.
Manubhai Pancholi in Gujarati
પૂરુંનામ : મનુભાઈ રાજારામ પંચોળી
જન્મ : 15 ઓક્ટોબર, 1914
જન્મ સ્થળ : પંચાશિયા (વાંકાનેર, જી. મોરબી)
ઉપનામ : દર્શક
મૃત્યુ : 29 ઓગસ્ટ, 2001 (સણોસરા જી.ભાવનગર)
>> ઉમાશંકર જોશીએ મનુભાઈ પંચોળીને ‘ગ્રીક નાગરિક’ કહ્યા છે.
>> મનુભાઈ પંચોળીએ લેખન કાર્યની શરૂવાત અઢારસો સત્તાવન અને જલિયાવાલા નાટક દ્વારા કરી હતી.
>> મનુભાઈની પ્રથમ નવલકથા બંદીઘર છે. (ઇ.સ 1935)
>> તેમની ઝેર તો પીધા જાણી જાણી નવલકથાને મુર્તિદેવ પુરસ્કાર મળ્યો છે.
>> અને મનુભાઈ પંચોળીની કુરુક્ષેત્ર નામની નવલકથાને બિરલા ફાઉન્ડેશનનું ‘સરસ્વતી સન્માન’ પ્રાપ્ત થયું છે.
>> મનુભાઈ પંચોળીએ નાનાભાઈ ભટ્ટ સાથે મળી ગ્રામ્ય સ્તરે ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગરમાં દક્ષિણામુર્તિ, ભાવનગર જિલ્લાના આંબલામાં ગ્રામ દક્ષિણામુર્તિ અને સણોસરામાં (ભાવનગર જિલ્લો) લોકભારતી વિદ્યાપીઠ જેવી બુનિયાદી સંસ્થાઓ સ્થાપી.
>> તેઓ વર્ષ 1948માં ભાવનગર રાજયના શિક્ષણ પ્રધાન રહ્યા હતા.
>> મનુભાઈ પંચોળી ઇ.સ 1964 થી 1971માં ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. અને વર્ષ 1970માં તેઓ ગુજરાતનાં શિક્ષણ મંત્રી બન્યા હતા.
>> મનુભાઈ પંચોળીએ સત્યાગ્રહમાં ભાગ લેવા માટે અભ્યાસ પણ છોડી દીધો હતો. અને દાંડીકુચ અને હિંદ છોડો આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો.
મનુભાઈ પંચોળીને મળેલા પુરસ્કારો
પુરસ્કાર | વર્ષ |
---|---|
રણજીતરામ સુવર્ણ ચંદ્રક | 1964 |
સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) | 1975 |
પદ્મ ભુષણ | 1991 |
નરસિંહ મહેતા પુરસ્કાર | 1992 |
મનુભાઈ પંચોળીનું પ્રસિદ્ધ સાહિત્ય સર્જન
💥 નવલકથા
1). બંદીઘર (પ્રથમ નવલકથા)
2). ઝેરતો પીધા જાણી જાણી (મુર્તિ દેવ પુરસ્કાર પ્રાપ્ત)
3). સોક્રેટિસ
4). બંધન અને મુકત
5). દીપનિર્માણ (પાત્રો : આનંદ અને સુચરિત)
6). કુરુક્ષેત્ર (સરસ્વતી સન્માન પ્રાપ્ત)
7). પ્રેમ અને પુજા
💥 નાટક
1). અઢારસો સત્તાવન
2). જલિયાવાલા
3). છેલ્લો અધ્યાય
4). પરિત્રાણ (શ્રેષ્ઠ નાટક)
💥 ચિંતન
1). શાંતિના પાયા
2). મહાભારતનો મર્મ
3). ધર્મચક્ર પરીવર્તન
4). અમ્રુતવલ્લી
5). બે વિચારધારા
6). માનવ કુલકથા
7). મંગલકથાઓ
💥 ચરિત્ર
1). ટોલ્સટોય
2). નાનાભાઈ
3). ઝવેરબાપા
💥 પત્રો
1). ચેતોવિસ્તારની યાત્રા
💥 વિવેચન
1). વાગીશ્વરીના કર્ણફૂલો
2). મારી વાચનકથા
3). ભેદની મૃત્યુને આજે મારે ભાંગવી
અન્ય સાહિત્યકાર વિષે વાંચો
📗 સુરેશ જોશી |
📗 રઘુવીર ચૌધરી |
📗 ગિજુભાઈ બધેકા |
📗 ખલીલ ધનતેજવી |
📗 ઉમાશંકર જોશી |
👉 મનુભાઈ પંચોળી નું ઉપનામ જણાવો : દર્શક