28 September Current Affairs 2023 : અહીં 28 સપ્ટેમ્બર 2023નું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ થાય છે. જે Dy.so, વન રક્ષક સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. દરરોજનું કરંટ અફેર્સ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
28 September Current Affairs 2023
1). તાજેતરમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 26 સપ્ટેમ્બર
2). તાજેતરમાં ભારતનું 54મુ ટાઈગર રિઝર્વ તરીકે ઘોષિત ‘વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ’ કયા રાજયમાં આવેલું છે ? : મધ્યપ્રદેશ
3). તાજેતરમાં ઓડિશા રાજયની વિધાનસભાની પ્રથમ મહિલા સ્પીકર કોણ બન્યું છે ? : પ્રમિલા મલિક
4). તાજેતરમાં કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પૂરીએ કઈ જગ્યાએ પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ઈંધણ સેલથી ચાલતી બસ શરૂ કરાવી છે ? : નવી દિલ્હી
5). તાજેતરમાં જાપાનની ફેશન બ્રાન્ડ‘Uniqlo India’ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ? : કેટરીના કૈફ
6). તાજેતરમાં PM મોદીના સલાહકાર અમિત ખરેનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી વધારવામાં આવ્યો છે ? : 2 વર્ષ
7). તાજેતરમાં 53મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચિવમેંટ એવોર્ડ કોને આપવાની ઘોષણા કરવામાં આવી છે ? : વહિદા રહમાન
8). તાજેતરમાં કઈ જગ્યાએ પ્રથમ ‘વૈશ્વિક હલ્દી સમ્મેલન (World Turmeric Conference)” નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? : મુંબઈ
9). તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ “Indus” નામથી તેનું App Store ડેવલપર પ્લેટફોર્મ લોન્ચ કરવાની ઘોષણા કરી છે ? : PhonePe
10). તાજેતરમાં ભારતના કેટલા ટકા (%) ગામો ને ‘ODF પ્લસ’ ઘોષિત કરવામાં આવ્યા છે ? (ODF પ્લસ એટલે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ) : 75%