જૂનાગઢ રાજય અને આરઝી હૂકુમત

Aarzi hukumat history in Gujarati : અહીં જુનાગઢ રાજય અને આરઝી હૂકુમતના ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

જૂનાગઢ રાજય

>> આઝાદી પછી સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ રાજયનો વિસ્તાર 3200 ચોરસ માઈલ હતો. અને વસ્તી 7,70,719 હતી અને તેમા લોકો 80% હિન્દુ હતા.

>> તેમાં છતાં ત્યાંનો રાજા મહોબતખાન પઠાણ મુસ્લિમ હોવાથી પોતાના રાજયને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી. તેની સાથે સાથે જુનાગઢના આશ્રિત અન્ય બે મુસ્લિમ રાજયો માણાવદર અને માંગરોળ રાજયએ આવી જાહેરાત કરી.

>> જુનાગઢના તાબા હેઠળના 52 ગામો ધરાવતા બાબરીયાવાડના ગરાસદારોએ બળવો કર્યો અને ભારત સંઘમાં જોડાવાના કરાર ઉપર સહી કરી.

>> જુનાગઢ રાજ્યએ બાબરિયાવાડ કબજે કરવા પોતાનું લશ્કર મોકલ્યું પરંતુ ભારત સરકારે તેનાં જોડાણને માન્યતા આપીને બાબરિયાવાડ રક્ષણ માટે ત્યાં લશ્કર મૂક્યું.

>> માંગરોળ, બાબરિયાવાડ અને માણાવદરના રક્ષણ માટે ભારત સરકારે બ્રિગેડિયર ગુરૂદયાળસિંહની સેનાપતિપણા હેઠળની 22 ઓક્ટોબર, 1947 તથા 1 નવેમ્બર 1947 ના રોજ લશ્કર મોકલાવીને તે રાજયોને કબજે કર્યા.

આરઝી હૂકુમત

>> જૂનાગઢની પ્રજાના રક્ષણ માટે અમ્રુતભાઈ શેઠ(જન્મભૂમિ દૈનિકના તંત્રી) અને શામળદાસ ગાંધી (વંદેમાતરમના તંત્રી)ના નેતૃત્વમાં મુંબઈના માધવબાગ ખાતે મળેલી કઠિયાવાડ રાજકીય પરિષદે 25 નવેમ્બર, 1947ના રોજ ‘આરઝી હૂકુમત’ રચવાનો નિર્ણય લીધો. 

>> આરઝી હૂકુમતના પ્રમુખ શામળદાસ ગાંધી હતા. ઉપરાંત રતુભાઈ અદાણી, દુલબજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, નરેંદ્ર નથવાણી, સુરગભાઈ, પુષ્પાબેન મહેતા, રસિકલાલ પરિખ વગેરે તેમાં જોડાયા.

>> આરઝી હૂકુમતનો મુસદ્દો “કનૈયાલાલ મુનશી દ્વારા ઘડવામાં આવ્યો હતો.

>> રતુભાઈ અદાણીના નેતૃત્વમાં આરઝી હૂકુમતના સૈનિકોએ, જૂનાગઢ રાજયના ઊભરો અને ભેંસાણ મહાલનાં અમરાપર ગામ કબજે કર્યું.

>> આરઝી હૂકુમતનાં સૈનિકોએ નવાગઢ, કુતિયાણા ગુણવંત પુરોહિત, રતુભાઈ અદાણી અને જશવંત મહેતાની આગેવાનીમાં કબજે કર્યું.

>> નવાબ મહોબતખાને પોતાના દીવાન શાહનવાઝ ભુટ્ટોને જુનાગઢનો વહીવટ સોંપી પાકિસ્તાન ભાગી ગયો.

>> આ શાહનવાઝ ભુટ્ટો જુલ્ફિકાર અલી ભુટ્ટોનાં પિતા હતા.

>> ત્યાર બાદ જુનાગઢનાં દીવાન શાહનવાઝ ભુટ્ટો 17 ઓક્ટોમ્બર, 1947નાં રોજ જુનાગઢ છોડી પાકિસ્તાન ભાગી ગયો.

>> શાહનવાઝ ભુટ્ટોએ હોર્વે જોન્સને જુનાગઢની શરણાગતિ માટે જુનાગઢ મોકલ્યા.

>> આરઝી હૂકુમતનાં સૈનિકો દ્વારા 1 નવેમ્બર, 1947નાં રોજ પાંચ વાગે જુનાગઢને સ્વતંત્ર કર્યું.

>> ત્યારબાદ ફેબ્રુઆરી 1948માં ભારત સાથે જોડાવા અંગે જુનાગઢ રાજયમાં પ્રજામત લેવામાં આવ્યો અને જેમાં માત્ર 93 મત જ પાકિસ્તાનનાં જોડાણ બાજુ હતા બાકીના ભારતસંઘમાં જોડાવાના પક્ષમાં હતા.

આરઝી હૂકુમતની કાર્યકારી સરકારનું ગઠન

આરઝી હૂકુમતે કાર્યકારી સરકારનું ગઠન કર્યું હતું. જેમાં નીચે મુજબ વિભાગોની ફાળવણી કરેલ…

શામળદાસ ગાંધી :વડાપ્રધાન, વિદેશમંત્રી
દુર્લભજી ખેતાણી :નાયબ વડાપ્રધાન, નાણામંત્રી
મણિલાલ દોશી :ગૃહપ્રધાન
સુરગભાઈ વરુ :સંરક્ષણ પ્રધાન
નરેંદ્ર નથવાણી :કાયદો અને વ્યવસ્થા    
રતુભાઈ અદાણી :આરઝી હૂકુમતની ફૌજનાં કમાન્ડરઈન ચીફ
Aarzi hukumat history in Gujarati

અન્ય પ્રશ્નો :

1). આરઝી હકૂમત ની સ્થાપના ? : 25 નવેમ્બર, 1947

2). આરઝી હકૂમત ની સ્થાપના કોણે કરી : શામળદાસ ગાંધી અને અમ્રુતલાલ શેઠ

Read more

👉 હિન્દ છોડો આંદોલન અને ગુજરાત
👉 ગુજરાતના સત્યાગ્રહો
👉 મહાગુજરાત આંદોલન

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment