Ahmedabad jilla na gk question : અહીં અમદાવાદ જિલ્લાના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપેલ છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Ahmedabad jilla na Gk question
(01) અમદાવાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (અમદાવાદ શહેર, દસક્રોઈ, દેત્રોજા-રામપૂરા, માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા)
(02) અમદાવાદનું પ્રાચીન નામ ? : કર્ણાવતી
(03) અમદાવાદ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : મહેસાણા અને ગાંધીનગર
(04) અમદાવાદ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ખેડા અને આણંદ
(05) અમદાવાદ જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ભાવનગર અને બોટાદ
(06) અમદાવાદ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : સુરેન્દ્રનગર
(07) ખંભાતનો અખાત અમદાવાદ જિલ્લાની કઈ સરહદને સ્પર્શે છે ? : દક્ષિણ
(08) ગુજરાતનું પ્રથમ અને આર્થિક પાટનગર કયું છે ? : અમદાવાદ
(09) અમદાવાદ શહેરને કેટલા દરવાજા છે ? : 12
(10) અમદાવાદ કઈ નદી કિનારે આવેલું છે ? : સાબરમતી
(11) ભારતનું માન્ચેસ્ટર અને ભારતનું બોસ્ટન ? : અમદાવાદ
(12) ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન ? : કાલુપુર (અમદાવાદ)
(13) યહૂદીનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ કયા આવેલું છે ? : અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં
(14) ગુજરાતનો સૌથી મોટો ઘૂમ્મટ કયા આવેલો છે ? : અમદાવાદમાં (દરિયાખાનનો ઘૂમ્મટ)
(15) અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા ? : ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
(16) ગુજરાતની સૌપ્રથમ કોલેજ કયા શરૂ થઈ હતી ? : અમદાવાદમા (ગુજરાત કોલેજ, 1887)
(17) ગુજરાતમાં સૌપ્રથમ વખત ‘થ્રીડી થિયેટર’ કયા શરૂ કરવામાં આવ્યું હતું ? : અમદાવાદમા સાયન્સ સિટી ખાતે
(18) અમદાવાદમાં આવેલા બંદરો ? : ઘોલેરા બંદર, વિઠ્ઠલ બંદર
(19) સાબરમતી આશ્રમ પાસે આવેલી નદી ? : ચંદ્રભાગા
(20) ધંધુકા કઈ નદીના કિનારે આવેલો છે ? : ભાદર
(21) અમદાવાદ જિલ્લામાં થતાં ઘઉં ? : ભાલિયા, ચાસીયા, દાઉદખાની
(22) ડાંગરની ખુશ્કીમાંથી તેલ કાઢવાનું કારખાનું કયા આવેલું છે ? : બારેજડી (અમદાવાદ જિલ્લો)
(23) અમદાવાદને વડોદરાથી જોડતો એક્સપ્રેસ હાઇવે ? : NE : 1
(24) અમદાવાદમાં આવેલી પ્રસિદ્ધ વાવ ? : દાદા હરીની વાવ
(25) અમદાવાદમાં આવેલ મહેલ ? : મોતી શાહ મહેલ (શાહીબાગ)
(26) વિરમગામમાં કયા તળાવ આવેલા છે ? : મુનસર, ગંગાસર તળાવ
(27) સુરખાબ માટે જાણીતું નળ-સરોવર કયા તાલુકામાં આવેલું છે ? : સાણંદ
(28) અમદાવાદમાં આવેલી બે ઓપન યુનિવર્સિટી કઈ છે ? : 1). ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી 2). ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
(29) ગાંધી સ્મારક સંગ્રહાલય કયા આવેલું છે ? : સાબરમતી આશ્રમ (અમદાવાદ)
(30) અમદાવાદમાં આવેલી બ્રિટિશ લાયબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે ? : લાલ દરવાજા
(31) ‘શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાન ભંડાર’ અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલૂ છે ? : પગથિયાની પોળમાં
(32) કાંકરીયા તળાવનું જૂનું નામ જણાવો ? : હોજે કુતુબ
(33) કાંકરીયા તળાવની વચ્ચે આવેલ સ્મારક ? : નગીના વાડી
(34) અમદાવાદ વસ્ત્રાપૂર વિસ્તારમાં કયા ખ્યાતનામ વ્યક્તિનું સરોવર આવેલું છે ? : ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર
(35) અમદાવાદમાં કયું પ્રાણી સંગ્રહાલય આવેલું છે ? : કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય
(36) અહમદશાહના ગુરુ અહમદશાહ ખટુંગંજબક્ષની મસ્જિદ કયા આવેલી છે ? : સરખેજ
(37) ભીમનું રસોડુ, પાંડવોની શાળાથી ઓળખાતી જગ્યાઓ ક્યાં આવેલી છે. ? : ધોળકા (અમદાવાદ જિલ્લો)
(38) ધોળકાનું પ્રાચીન નામ ? : ધવલ્લકપૂર
(39) ગુજરાતનું એક માત્ર સ્થળ જયાં સાત નદીઓનો સંગમ થાય છે, તેનું નામ જણાવો અને કયા જિલ્લામાં છે ? : વૌઠા (અમદાવાદ)
અમદાવાદ જિલ્લાની સંપૂર્ણ માહિતી | click here |