અલંકાર અને તેના પ્રકાર

અલંકારના બે પ્રકાર છે. (Alankar in Gujarati)

1). શબ્દાલંકાર 2). અર્થાલંકાર

શબ્દાલંકાર

જે અલંકાર દ્વારા શબ્દની ચમત્કૃતિ સર્જાતી હોય એને શબ્દાલંકાર કહેવાય છે.

પેટા પ્રકાર

1). વર્ણાનુંપ્રાસ (વર્ણસગાઈ) : એકનો એક વર્ણ બે કે તેથી વધુ.

2). શબ્દાનુપ્રાસ : એક સરખા ઉચ્ચાર પરંતુ અર્થ જુદો

3). આંતરપ્રાસ (પ્રાસસાંકળી) : પહેલા ચરણના છેલ્લા અને છેલ્લા ચરણના પહેલા શબ્દો વચ્ચે પ્રાસ.

4). અંત્યાનુંપ્રાસ : વાક્યને અંતે પ્રાસ રચાય

અર્થાલંકાર

જે અલંકાર દ્વારા અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થાલંકાર કહે છે.

પેટા પ્રકાર

1). ઉપમા : ઉપમેયની સરખામણી ઉપમાન સાથે (જેવો, જેવી, જેવુ, સમો, સમું, શો, શી)

2). ઉત્પ્રેક્ષા : ઉપમેય જાણે ઉપમાન હોય તેવો. (જાણે, રખે, શકે)

3). અનન્વય : ઉપમેયની સરખામણી ઉપમેય સાથે. (એટલે, તે, ઇ)

4). વ્યાજસ્તુતિ : પ્રસંશા દ્વારા નિંદા, અને નિંદા દ્વ્રારા પ્રસંશા કરવામાં આવે.

5). વ્યતિરેક : ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતો દર્શવવામાં આવે.

6). સજીવારોપાણ : નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવામાં આવે.

7). રૂપક : ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે.

8). શ્લેષ : શબ્દ જોડવાથી કે તોડવાથી બે કે તેથી વધુ અર્થ બને.

9). અતિશયોક્તિ : ઉપમેયનો ઉલ્લેખ જ ન કરી ઉપમાન જ ઉપમેય હોય.

10). અપહનુતિ : ઉપમેયનો એકવાર નિષેધ કરી ફરી આરોપણ.

11). દ્દ્રષ્ટાંત : એક વાકયની વિગતનું પ્રતિબિંબ બીજા વાકયમાં

12). અર્થાન્તર : સામાન્ય વાતનું વિશિષ્ટ અને વિશિષ્ટ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન.

13). સ્વભાવોકિત : અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવુ હોય તેવું યથાર્થ આલેખન.

14). અન્યોહિત : મુદ્દા કે વાત છુપાવી આડકતરી વાત દ્વારા મુખ્ય વાતનો બોધ.

15). વિરોધાભાસ : વાકય સામાન્ય દૃષ્ટિથી અર્થહિન લાગે પરંતુ ઊંડાણમાં અર્થ મળે.

વધુ વાંચો

👉 ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટ
👉 સમજૂતી સાથે સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ
👉 ગુજરાતી વ્યાકરણની pdf

Alankar in Gujarati : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “અલંકાર અને તેના પ્રકાર”

Leave a Comment