Join our WhatsApp group : click here

ગુજરાત નો ઇતિહાસ | અશોકના શિલાલેખ

અશોકના શિલાલેખથી અશોકનું સામ્રાજ્ય વિસ્તાર, અશોકનો ધર્મ, વિદેશી સબંધ, રાજય વહીવટ, અશોકનું ચરિત્ર, કળા અને શિક્ષાનો પ્રચાર અને તે સમયની સામાજિક અવસ્થાની જાણકારી મળે છે.

અશોકે “ધમ્મ” (ધર્મ)ને નૈતિકતાથી જોડી દીધું આના પ્રચાર-પ્રસાર માટે તેને શિલાલેખને કોતરવ્યા હતા.

ભારતમાં શિલાલેખનું પ્રચલન સૌપ્રથમ અશોક એ જ કર્યું હતું. 

અશોકના શિલાલેખની શોધ ઇ.સ 1750મા “પાન ફેન્થેલર” એ કરી હતી.

ગુજરાતમાં મૌર્ય સામનો સૌથી મહત્વનો શિલાલેખ એટેલે કે ગિરનાર પાસેનો અશોકનો શિલાલેખ.

બ્રાહ્મી લિપિમાં લખાયેલો આ શિલાલેખ કર્નલ ટોડે ઇ.સ 1822માં સૌપ્રથમ શોધ્યો હતો.

અશોકના શિલાલેખ વાંચવામાં સફળતા સૌપ્રથમ ઇ.સ 1837માં “જેમ્સ પ્રિન્સેસ” ને મળી હતી. ત્યારબાદ “પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી” એ સુધારા વધારા સાથેની તેની શુદ્ધ પ્રત તૈયાર કરી.

રાજા અશોકનો આ શિલાલેખ એ “ગુજરાતના સૌથી પ્રાચીન જ્ઞાત શિલાલેખ” છે.

વર્તમાન ભારતની રાજમુદ્રા તરીકે પ્રખ્યાત “અશોકચક્ર” એ જ અશોકે ઊભા કરવેલા સ્તંભનું જ શીર્ષક છે.

આ શિલાલેખની વિશિષ્ટતાઓ એ છે કે, તેની ઉપર માત્ર મહાન મૌર્ય સમ્રાટ અશોકની જ અજ્ઞાઓ કોતરાયેલી નથી. પરંતુ તેની પછી 450 વર્ષ પછી શકક્ષત્રપ “રુદ્રદામન” અને તેની પછી 300 વર્ષ પછી ગુપ્ત સમ્રાટ “સ્કંદગુપ્ત” (ઇ.સ 446) લેખો પણ આ એક શીલા ઉપર કોતરાયેલા છે.

આમ, 7 સદીથી પણ વધુ સમયને આ શિલાલેખ સાંકળે છે.

અશોકનો શિલાલેખ “પ્રાકૃત” ભાષામાં, રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખ “સંસ્કૃત” ભાષામાં છે.

આ લેખો ભારતની પ્રાચીન “ બ્રાહ્મી” લિપિમાં છે જેમનું ક્રમશ પરીવર્તન થતાં તેમાંથી ગુજરાતી, દેવનાગરી, બંગાળી વગેરે લિપીઓ જન્મી.

અશોકના પૌત્રનું નામ “સંપ્રતિ” હતું સંપ્રતિ “જૈન ધર્મનો” અનુયાયી હતો.

ગિરનાર પરનું મહાવીર મંદિરનુ સ્થળ “સંપ્રતિની ટૂંક” તરીકે ઓળખાય છે.

અંતિમ મૌર્ય રાજા “બૃહદ્રથ” હતો, પરંતુ તેનું ગુજરાતમાં કોઈ પ્રમાણ મળતું નથી.   

Ashok shilalekh junagadh in gujarati : : Gujarat no itihas : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, Talati and all competitive exam.    

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!