પ્રધાનમંત્રી મોદીએ તેની કર્ણાટકની યાત્રા દરમ્યાન કર્ણાટકના તુમાકુરુમાં HAL ની હેલિકોપ્ટર ફેકટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે તુમાકુરુ ઔદ્યોગીક ટાઉનશીપ તેમજ તીપ્તુર અને ચિક્કયકના હલ્લી ખાતે બે જળ જીવન મિશન પરિયોજનાનો શીલાન્યાસ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી એ હેલિકોપ્ટર ફેક્ટરી અને સ્ટ્રક્ચર હેંગરમાં લટાર મારી હતી અને લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું અનાવરણ પણ કર્યું હતું.
2016માં પ્રધાનમંત્રી મોદી દ્વારા જ આ ફેકટરીનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો.
615 એકરમાં ફેલાયેલી ગ્રીન ફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર નિર્માણ સુવિધા છે. રક્ષા મંત્રાલયના કહ્યા મુજબ શરૂઆતમાં અહીં દર વર્ષે 30 હેલિકોપ્ટરનું નિર્માણ થશે. ત્યારે બાદ તેની સંખ્યા 60 થી 90 સુધી પ્રતિ વર્ષ નિર્માણ ક્ષમતા વધારી શકાય છે. આ ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર નિર્માણ સુવિધા છે. જે શરૂઆતમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) નું ઉત્પાદન કરશે.
LUH હેલિકોપ્ટર સ્વદેશી રૂપથી ડિઝાઇન કરેલ 3-ટન ક્લાસ, સિંગલ એન્જિન મલ્ટીપર્પસ યુટિલિટી હેલિકોપ્ટર છે.
આનું પણ થશે નિર્માણ :
ભવિષ્યમાં આ ફેક્ટરીના કામકાજમાં વધારો કરીને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH), ઇન્ડિયન મલ્ટીરોલ હેલિકોપ્ટર (IMRH) જેવા અન્ય હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવશે.
તેમજ LCH, LUH, સિવિલ ALH અને IMRH ના સમારકામ અને ઓવરહોલનું કામ પણ શરૂ કરવામાં આવશે.
ફેકટરી ભવિષ્યમાં સિવિલ LUH ની નિકાસ કરવાની ક્ષમતા પણ છે. આ સુવિધા ભારતને હેલિકોપ્ટરની તમામ જરૂરિયાતો સ્વદેશી ધોરણે પૂરી કરવા માટે સમર્થ બનાવશે અને ભારતમાં હેલિકોપ્ટર ડિઝાઇન, વિકાસ અને વિનિર્માણમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની વિશિષ્ટતા મળશે.
આ ફેક્ટરી 4.0 ધોરણનું વિનિર્માણ સેટ-અપ હશે. આવનારા 20 વર્ષમાં , HAL તુમાકુરુથી 3-15 ટન વર્ગમાં 1000 કરતાં વધારે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યું છે.
HAL વિશે :
પૂરું નામ : | Hindustan Aeronautics Limited |
ચેરમેન : | આર. માધવન |
ક્ષેત્ર : | એરોસ્પેસ સંરક્ષણ |
સ્થાપના : | 22 ડિસેમ્બર, 1940 |
મુખ્યાલય : | બેંગલુરુ (કર્ણાટક) |
કર્ણાટક રાજયની સામાન્ય માહિતી :
સ્થાપના : | 1 નેવમ્બર, 1956 |
રાજધાની : | બેંગલુરુ |
રાજ્યપાલ : | થાવરચંદ ગેહલોત |
મુખ્યમંત્રી : | બસવરાજ બોમાઈ |
FAQ :
HAL ની હેલિકોપ્ટર ફેકટરીનો શિલાન્યાસ કોને અને ક્યારે કર્યો હતો.
HAL ની હેલિકોપ્ટર ફેકટરીનો શિલાન્યાસ 2016માં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.
very good teching