અહીં ભારતના બંધારણની રચના માટે બનેલી બંધારણ સભાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Table of Contents
Bandharan sabha in Gujarati
અહીં બંધારણ સભાની રચનાની માંગ, અંગ્રેજોએ દ્વારા તેનો સ્વીકાર, બંધારણની બેઠકો, બંધારણ સભાના સદસ્યોની ચૂંટણી અને તેનું પરિણામ, ભારત-પાક ભાગલની બંધારણ સભા પર અસર સહિતની તમામ વિશે વિસ્તુત ચર્ચા કરવામાં આવેલ છે.
બંધારણ સભા રચવાની માંગ
➡️ બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ ઇ.સ 1934માં કોંગ્રેસ કારોબારી દ્વારા કરવામાં આવી.
➡️ કોંગ્રેસ દ્વારા માંગણી મૂકવામાં આવી કે ભારતના વયસ્ક મતદારોના મતાધિકારના આધારે ચૂંટાયેલા સભ્યોની બંધારણ સભા રચવામાં આવે.
બ્રિટન દ્વારા બંધારણસભાની માંગણીનો સ્વીકાર
➡️ ઇ.સ 1942માં ક્રિપ્સ મિશન દ્વારા ભારતીયોની બનેલ બંધારણ સભાની માંગ બ્રિટેન સરકારે સ્વીકારી.
➡️ ઇ.સ 1945માં ઇંગ્લેન્ડમાં લેબરપાર્ટીની સત્તા પર આવતા 19 સપ્ટેબર 1945ના રોજ વાઈસરૉય લોર્ડ વેવેલે બંધારણસભા રચવાની જાહેરાત કરી.
➡️ ઇ.સ 1946ના રોજ કેબિનેટ મિશન દ્વારા બંધારણ સભાની રચના કરવામાં આવી.
બંધારણ સભાની બેઠકો
➡️ બંધારણ સભામાં 10 લાખની વસ્તીએ એક સભ્ય રખવાનું નક્કી થયું.
નીચે મુજબ બેઠકની વહેંચણી કરવામાં આવી.
1). બ્રિટિશ શાસિત પ્રાંતમાંથી = 292 સભ્યો
2). દેશી રજવાડામાંથી = 93 સભ્યો
3). કમિશ્નર પ્રાંત (કેન્દ્રશાસિત પ્રદેશ) = 4 સભ્યો
4). કુલ = 389
બંધારણ સભાના સદસ્યો માટેની ચૂંટણી
➡️ પ્રાંતિય વિધાનસભાઓમાં પ્રત્યેક સમુદાયના સભ્યો દ્વારા પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ તથા એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી.જ્યારે ➡️ દેશી રજવાડાઓમાં રાજવીઓની સલાહ દ્વારા પ્રતિનિધિની પસંદગી કરવામાં આવી હતી.
ચૂંટણીનું પરિણામ
કોંગ્રેસ | 208 |
મુસ્લિમ લીગ | 73 |
યુનિયનિસ્ટ | 1 |
યુનિયનિસ્ટ મુસ્લિમ | 1 |
યુનિયનિસ્ટ અનુ. જાતિ | 1 |
કૃષક પ્રજા પક્ષ | 1 |
અનુ. જાતિ પરિસંઘ | 1 |
શીખ | 1 |
કમ્યુનિસ્ટ | 1 |
અપક્ષ | 8 |
કુલ | 296 |
ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ બંધારણ સભાની સભ્ય સંખ્યા
➡️ વિભાજન બાદ ભારતની બંધારણ સભાની સભ્ય સંખ્યા 389 માથી 299 થઈ હતી.
1). જેમાં બ્રિટન દ્વારા શાસિત પ્રાંતના સભ્યો = 229
2). દેશી રજવાડા = 70
બંધારણ સભામાં રાજયવાર સભ્યસંખ્યા
પ્રાંત | સભ્ય સંખ્યા |
---|---|
સંયુક્ત પ્રાંત (ઉત્તરપ્રદેશ) | 55 |
મદ્રાસ | 46 |
બિહાર | 36 |
મુંબઇ | 21 |
મધ્યપ્રાંત અને બિહાર | 17 |
પશ્ચિમ બંગાળ | 16 |
પૂર્વી પંજાબ | 12 |
ઊડીશા | 06 |
અસમ | 08 |
દિલ્હી | 01 |
અજમેર-મેરવાડ | 01 |
કુર્ગ(કર્ણાટક) | 01 |
➡️ બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું : મૈસુર 7 સભ્યો
➡️ બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત : સંયુક્ત પ્રાંત 55 સભ્યો
દેશી રજવાડાની સભ્ય સંખ્યા
7 સભ્યો | મૈસૂર |
6 સભ્યો | ત્રાવણકોર |
4 સભ્યો | પશ્ચિમી ભારત રાજ્યસમૂહ, ગ્વાલિયર, પૂર્વી રાજસમૂહ, અવશિષ્ટ રાજયસમૂહ |
3 સભ્યો | બરોડા, જયપુર, પૂર્વી રાજપુતાના રાજસમૂહ, મધ્યભારત, રાજ્યસમૂહ |
2 સભ્યો | જોધપૂર, પટિયાલા, રિપો, ઉદયપૂર, ગુજરાત રાજય સમૂહ, દક્ષિણ અને મદ્રાસ રાજ્યસમૂહ |
1 સભ્યો | અલવર, ભોપાલ, બીકાનેર, કોચીન, ઈન્દોર, કોલ્હાપૂર, ક્રોશ, મયુરરાજ, સિક્કિમ અને કુચ, બિહાર મેટર, ઉત્તરપ્રદેશ રાજયસમૂહ તથા ત્રિપુરા, મણિપુર, સરેખાસી રાજયસમૂહ |
બંધારણસભામાં અલ્પસંખ્યકોનું પ્રતિનિધિત્વ
અનુસુચિત જાતિ(SC) -30
મુસ્લિમ -31
ઈસાઈ -7
શીખ -5
અનુસુચિત જાનજાતિ(ST) -5
પારસી -3
આંગ્લ ઇન્ડિયન -3
નેપાળી -1
➡️ બંધારણ સભાની સભ્યતા અસ્વીકાર કરવાવાળી વ્યક્તિ : તેજ બહાદુર સપ્રૂ, જયપ્રકાશ નારાયણ
➡️ 26 નવેમ્બર, 1949સના રોજ બંધારણ ઉપર 299 માંથી 284 સભ્યોએ પોતાના હસ્તાક્ષર કર્યા.
Read more