Join our WhatsApp group : click here

Bandharan sudhara list in gujarati | બંધારણીય સુધારા

Bandharan sudhara list in gujarati : અહીં અત્યાર સુધીમાં થયેલા બંધારણીય સુધારાની યાદી આપવામાં આવી છે. અહી ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સુધારાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત તમામ વિષયનું ફ્રી મટરિયલ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Bandharan sudhara list in Gujarati

Bandharan sudhara list in gujarati : અહીં બંધારણીય સુધારા નંબર સુધારા થયા વર્ષ અને સુધારા સંબધિત વિસ્તૃત માહિતી દર્શાવી છે.

1લો બંધારણીય સુધારો (1951)

>> અનુચ્છેદ -15(4) ઉમેરવામાં આવ્યો.

>> અનુચ્છેદ -31(A) અને 31 (B) ઉમેરાયા

>> 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી.

>> અભિવાયક્તિની સ્વતંત્રતા પર અંકુશ મુક્તિ જોગવાઈ ઉમેરવામાં આવી. (લોક વ્યવસ્થા અને વિદેશ મૈત્રીને ધ્યાનમાં લઈ) 

4થો બંધારણીય સુધારો (1955)

>> ખાનગી સંપતિની ફરજિયાત પ્રાપ્તિ બદલ આપવામાં આવેલ વળતરને અદાલતના અધિકારક્ષેત્રથી બાકાત રાખવામા આવ્યું.

>> રાજયને કોઈપણ વેપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા આપવામાં આવી.

07મો બંધારણીય સુધારો (1956)

>> રાજય પુનગર્ઠન આયોગનો અહેવાલ લાગુ કરવામાં માટે આ સુધારો કરવામાં આવ્યો હતો.

>> રાજયનું ચાર વર્ગોમાં વર્ગીકરણ (A,B,C અને D) સમાપ્ત કરી 14 રાજયો અને 06 કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી.

>> ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રનો કેન્દ્રશાસિત પ્રદેશો ઉપર વિસ્તાર કરાયો.

>> બે કે તેથી વધુ રાજયો માટે એક ઉચ્ચ-ન્યાયાલયની સ્થાપના માટેની જોગવાઈ કરાઇ.

>> ઉચ્ચ ન્યાયાલયમાં વધારાના અને કાર્યકારી ન્યાયધીશોની નિમણૂક માટેની વ્યવસ્થા

09મો બંધારણીય સુધારો (1960)

>> પશ્ચિમ બંગાળનો બેરુબારી પ્રદેશ પાકિસ્તાનને આપવામાં આવ્યો.

24મો બંધારણીય સુધારો (1971)

>> મૂળભૂત અધિકારો સહિત સંસદને બંધારણમાં કોઈપણ ભાગમાં સુધારા કરવાની સત્તા આપવામાં આવી.

>> બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિએ ફરજિયાત મંજૂરી આપવી, તેવી જોગવાઈ કરાઇ.

>> ગોલકનાથવાદથી ઉત્પન્ન થયેલા વિવાદોનું સમાધાન કરવા આ બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે.

>> કેશવાનંદ ભારતીવાદમાં સુપ્રીમ કોર્ટે આ બંધારણીય સુધારાને માન્ય રાખ્યો હતો.

25મો બંધારણીય સુધારો (1971)

>> અનુચ્છેદ -31(c) ઉમેરવામાં આવ્યો અને મિલકતના મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરવામાં આવ્યો.

>> અનુચ્છેદ-39(B) અને (C) અમલમાં લાવવા માટે બનાવેલ કોઈ વિધિને તે અનુચ્છેદ-14, 19 અને 13નું ઉલ્લંઘન કરે છે તે આધારે ન્યાયાલયમાં પડકારી શકાશે નહિ.

26મો બંધારણીય સુધારો (1971)

>> દેશી રજવાડાને આપવામાં આવતા સલિયાણા  (પ્રિવિપર્સ) બંધ કરી દેવાયા.

35 મો બંધારણીય સુધારો (1974)

>> સિક્કિમ માટે ‘રક્ષિત રાજય’ નો દરજ્જો સમાપ્ત કરી. તેને ભારત સંઘમાં સહરાજયનો દરજ્જો આપવામાં આવ્યો.

>> સિક્કિમના જોડાણ અંગેની સેવા શરતો દર્શાવતી 10મી અનુસૂચિ ઉમેરાય.

36મો બંધારણીય સુધારો (1975)

>> સિક્કિમને ભારત સંઘમાં પૂર્ણ રાજયનો દરજ્જો આપવામાં આવ્યો.

>> 10મી અનુસૂચિ રદ કરવામાં આવી.

42મો બંધારણીય સુધારો (1976)

>> આ સુધારાને લઘુ સંવિધાન (Mini constitution) તરીકે ઓળખવામાં આવ્યો છે.

>> આ સુધારા અંતર્ગત 52 અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો. જેમાં મોટા ભાગના સુધારા “સ્વર્ણસિંહ સમિતિ” ની સલાહ મુજબ કરાયા.

>> આમુખના ત્રણ શબ્દો ઉમેરાયા : 1). સમાજવાદી 2). બિન સાંપ્રદાયિક 3). અખંડિતા

>> અનુચ્છેદ : 51(A) મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી.

>> કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવાઇ (અનુચ્છેદ-74)

>> વહીવટી ટ્રિબ્યુનલો અને અન્ય બાબતો માટે ભાગ-14 ઉમેરવામાં આવ્યો.

>> બંધારણીય સુધારાને ન્યાયિક સમિક્ષાથી બાકાત રખાયા.

>> 1971ની વસ્તી ગણતરીના આધાર પર લોકસભા અને વિધાનસભાની બેઠકોને 2011 સુધી સ્થગિત કરાઇ.

>> લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી 6 વર્ષ કરાયો.

>> સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના રીટ અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરવામાં આવ્યો.

અનુસૂચિ-7ના પાંચ વિષયોને રાજયયાદીમાંથી સંયુક્તયાદીમાં ખસેડાયા

1). શિક્ષણ

2). વન

3). વન્યજીવો અને પક્ષીઓનું સંરક્ષણ

4). માપતોલ

5). HC અને SC ને બાદ કરતાં બાકીની અદાલતની સ્થાપના

>> રાષ્ટ્રપતિ ઈચ્છે તો દેશના કોઈ એક ભાગ વિશેષમાં અનુચ્છેદ-352 અંતર્ગત કટોકટીની જાહેરાત કરી શકે છે.

>> અખિલ ભારતીય ન્યાયિક સેવાની રચના માટેની જોગવાઈ કરાઇ.

>> રાજયમાં રાષ્ટ્રપતિ શાસન એકવખતમાં 6 મહિનાથી વધારી 1 વર્ષનું કરી દેવાયું.

>> રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટેના કાયદાઓને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે કોર્ટમાં પડકારી શકાશે નહિ.

>> સંસદ અને રાજય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ્દ કરવામાં આવી.

>> રાજયમાં કાયદો અને વ્યવસ્થા અંગેની ગંભીર પરિસ્થિતીને નિયંત્રણમાં લેવા કેન્દ્રને કોઈપણ રાજયમાં પોતાના સશસ્ત્ર દળો મોકલવાની સત્તા અપાઈ.

>> સંસદને સંસદસભ્યો અને સમિતિઓના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા અપાઈ.

>> લાભના હોદ્દાનો નિર્ણય સંસદ દ્વારા કરવામાં આવશે.

>> શિક્ષા સામે રજૂઆત કરવાના મુલ્કી સેવકના અધિકારને નાબૂદ કરાયો.

44મો બંધારણીય સુધારો (1978)

>> લોકસભા અને વિધાનસભાના કાર્યકાળને 5 વર્ષ કરાયો.

>> સંસદ અને રાજય વિધાનમંડળની કોરમની જોગવાઈ પુન: સ્થાપિત કરવામાં આવી.

>> સંસદના વિશેષાધિકારો માંથી બ્રિટિશ ‘હાઉસ ઓફ કૉમન્સ’ નો ઉલ્લેખ રદ કરવામાં આવ્યો.

>> આર્ટીકલ : 352માં “આંતરિક અશાંતિ” ને બદલે “સશસ્ત્ર બળવો” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી જ જાહેર કરી શકાશે.

>> રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને એક વાર પુન: વિચારણા માટે મોકલવાની સત્તા આપી. પણ બીજી વારની સલાહ બાધ્ય રહેશે.

>> રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભાના સ્પીકરની ચૂંટણીના વિવાદ બાબતો ન્યાયાલયની સત્તાની પુન: સ્થાપના.

>> સંસદ અને રાજય વિધાનમંડળની કાર્યવાહીના વાસ્તવિક અહેવાલોના સમચારપત્રોમાં પ્રકાશનને બંધારણીય રક્ષણ અપાયું.

>> રાષ્ટ્રીય કટોકટી વખતે આર્ટીકલ 20 અને 21 મોકૂફ કરી શકાશે નહીં.

>> મિલકતના મૂળભૂત અધિકારને રદ કરી તેને કાયદાકિય અધિકાર બનાવાયો.

52મો બંધારણીય સુધારો (1985)

>> પક્ષપલ્ટા વિરોધી કાયદો : જો સંસદ કે વિધાનમંડળનો કોઈ સભ્ય પક્ષ બદલે છે તો તેને ગેરલાયક જાહેર કરી શકશે.

61મો બંધારણીય સુધારો (1989)

>> અનુચ્છેદ : 326માં સુધારો કરી પુખ્ત મતાધિકારની વયમર્યાદા ઘટાડી 21માંથી 18 વર્ષ કરવામાં આવી.

65મો બંધારણીય સુધારો (1990)

>> SC અને ST માટેના વિશેષ ઓફિસરની જોગવાઈની જગ્યાએ SC અને ST માટેના રાષ્ટ્રીય પંચની જોગવાઈ કરાઇ.

69મો બંધારણીય સુધારો (1991)

>> દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશને ‘નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી’ બનાવી તેને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો.

>> તે ઉપરાંત 70 સભ્યોની વિધાનસભા અને 7 સભ્યોના બનેલા મંત્રીપરિષદની જોગવાઈ કરાઇ.

73મો બંધારણીય સુધારો (1992)

>> પંચાયતી રાજ સબંધિત ભાગ-9 ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ-243માં પેટા અનુચ્છેદ તેમજ 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી.

74મો બંધારણીય સુધારો (1992)

>> નગરપાલિકા સંબધિત ભાગ-9 (A) ઉમેરવામાં આવ્યો.

>> જેમાં આર્ટીકલ-243માં પેટા આર્ટીકલ અને 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી.

86મો બંધારણીય સુધારો (2002)

>> બંધારણના ભાગ-3માં ‘શિક્ષાનો અધિકાર’ જોડવામાં આવ્યો.

>> અનુચ્છેદ : 21 (A) જોડવામાં આવ્યો : “6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ”

>> અનુચ્છેદ 45માં બદલાવ કરવામાં આવ્યો : “રાજયએ ત્યાં સુધી બાળકોની પ્રાથમિક સંભાળ અને શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે જ્યાં સુધી તે 6 વર્ષના ન થાય”

>> અનુચ્છેદ : 51 (A)માં 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી. : “6 થી 14 વર્ષ સુધીનાં બાળકોને તેમના માતા-પિતા અથવા વાલી શિક્ષણ અપાવશે.

89મો બંધારણીય સુધારો (2003)

>> SC અને ST માટેના રાષ્ટ્રીયપંચને બે પંચોમાં વિભાજન કરાયું.

>> અનુચ્છેદ : 338 હેઠળનો રાષ્ટ્રીય અનુસુચિત જાતિપંચ અને અનુચ્છેદ: 338(A) હેઠળનો રાષ્ટ્રીય અનુસુચિત આદિજાતિ પંચ.

>> બંને પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

91મો બંધારણીય સુધારો (2003)

>> મંત્રી પરિષદનું કદ લોકસભા અને વિધાનસભાની કુલ સંખ્યાનાં વધુમાં વધુ 15% સુધી જ >> મર્યાદિત કરી દેવામાં આવ્યું. પરંતુ જ્યાં વિધાનસભાની સભ્ય સંખ્યા 40 અથવા તેનાથી ઓછી છે તેમાં મંત્રીપરિષદની સંખ્યા વધુમાં વધુ 12 રાખી શકશે.

>> દસમી અનુસૂચિમાં સુધારો કરી પક્ષાંતર ધારો વધુ કડક બનાવાયો.

97 બંધારણીય સુધારો (2011)

>> સહકારી સમિતિ (કો-ઓપરેટિવ સોસાયટી) ઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.

>> સહકારી સમિતિઓ સબંધી અનુચ્છેદ : 19(1)માં નવો મૂળભૂત અધિકાર ઉમેરાયો.

>> સહકારી સમિતિઓ સંબધી નવો રાજયનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત અનુચ્છેદ : 43(B) ઉમેરાયો.

>> આ ઉપરાંત સહકારી સમિતિઓ માટે નવો ભાગ, ભાગ : 9(B)ઉમેરાયો  જેમાં અનુચ્છેદ-243(ZH) થી અનુચ્છેદ -243 (ZT) ઉમેરાયા.

99મો બંધારણીય સુધારો (2014)

>> સુપ્રીમ કોર્ટ અને રાજ્યની હાઇકોર્ટના ન્યાયધીશોની નિમણૂક માટે કોલેજીયન પ્રણાલીને સ્થાને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (NJAC) ની નિમણૂક કરવામાં આવી.

>> આ સુધારો સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2015માં રદ કરવામાં આવ્યો છે.

100મો બંધારણીય સુધારો (2015)

>> ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર વિશે.

101મો બંધારણીય સુધારો (2016)  

>> ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્ષ વિશે (GST) જેમાં બંધારણમાં અનુચ્છેદ-256(A) ઉમેરી સંસદ અને રાજયવિધાન મંડળને GST સંબધિત કાયદો બનાવવાની સત્તા આપી.

102મો બંધારણીય સુધારો (2018)

>> અનુચ્છેદ-338 (B) ઉમેરી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.

103મો બંધારણીય સુધારો (2019)

>> આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત જોગવાઈ કરવામાં આવી. તે અંતર્ગત બંધારણમાં અનુચ્છેદ : 15(6) અને અનુચ્છેદ : 16(6) ઉમેરવામાં આવ્યો.

104મો બંધારણીય સુધારો (2019)

>> અનુચ્છેદ -334માં સુધારો કરી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે લોકસભા અને રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાં અનામત બેઠકોની વ્યવસ્થા 25 જાન્યુઆરી 2030 સુધી વધારવામાં આવી.

>> પરંતુ લોકસભા અને વિધાનસભામાં એંગ્લો ઇંડિયનની અનામત વ્યવયથા વધારવામાં આવી નહિ.

105 બંધારણીય સુધારો (2021)

>> દરેક રાજય સરકારને પોતાના અધિકાર ક્ષેત્રના અંતર્ગત એક અલગ SEBC (સામાજિક અને શૈક્ષણિક રીત પછાત) ની યાદી તૈયાર કરવાનો અધિકાર પ્રાપ્ત થયો.

>> આમ હવે કેન્દ્ર અને રાજયની SEBCની યાદી અલગ-અલગ રહેશે.

ભારતના બંધારણ સંબધિત અન્ય ટોપીક

👉 ભારતના બંધારણના મહત્વના અનુચ્છેદ
👉 બંધારણ સભા
👉 બંધારણીય માન્ય ભાષાની યાદી
👉 વિધાન સભા અને વિધાન પરિષદ
👉 સંસદમાં રજૂ થતાં વિવિધ પ્રસ્તાવ
Bandharan sudhara list in gujarati

Previous

Bandharan sudhara list in gujarati | બંધારણીય સુધારા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!