Bhalan in gujarati : ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક અને આખ્યાન ના પિતા તરીકે જાણીતા એવાં મધ્યકાલીન યુગના સાહિત્યકાર ભાલણ વિશે માહિતી…
Bhalan in gujarati
સમયગાળો : 1500 થી 1550
મૂળનામ : પુરુષોતમદાસ તરવાડી
જન્મ સ્થળ : પાટણ
જ્ઞાતી : મોઢ બ્રાહ્મણ
ઉપનામ : આખ્યાન ના પિતા, આખ્યાનનો જનક
પુત્રો : ઉદ્ધવ અને વિષ્ણુદાસ
ગુરુ : શ્રી પાદ અને બ્રહ્મપ્રિયાનંદ
પ્રખ્યાત રચના : આખ્યાન
>> ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ ભાલણ છે.
>> હાલમાં પાટણમાં ભાલણની ખડકી આવેલી છે.
>> તેમણે આખ્યાનને ક્રમ બંધ રીતે ગોઠવવા કડવાની રચના કરી હતી.
>> ભાલણ આખ્યાનના પ્રચાર માટે એક ગામથી બીજા ગામ પહોચાડવા માટે વાંસની લાકડીમાં આખ્યાન લખીને નદીમાં વહેડાવતા હતા.
>> કવિબાણ રચિત “કાદમ્બરી” નું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ ભાલણે કર્યું હતું.
>> તેમણે રામાયણનો સૌપ્રથમવાર ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.
>> ભાલણને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે.
>> ભાલણને ‘વાત્સલ્યભક્તિના’ કવિ તરીકે ઓળખવામાં આવે છે.
>> ભાલણે મધ્યકાળમાં ગુજરાતી ભાષાને ‘ગુર્જર ભાષા’ તરીકે ઓળખાવી હતી.
ભાલણની જાણીતી કૃતિઓ
1). કાદમ્બરી (ગુજરાતીમાં અનુવાદ),
2). ધ્રુવાખ્યાન,
3). દશમસ્કંધ,
4). રૂક્મણી હરણ,
5). દ્રૌપડી વસ્ત્રાહરણ,
6). રામબાલચરિત,
7). નળાખ્યાન,
8). મુર્ગી આખ્યાન,
9). દુર્વાસાખ્યાન,
10). શિવ ભીલડી સંવાદ,
11). જાલંધરખ્યાન,
12). રામવિવાહ,
13). મામકી આખ્યાન
ભાલણની પ્રખ્યાત પંક્તિઓ
1). માહરી બુદ્ધિપ્રમાણી બોલું થોડું સાર, પદી પદ બંધારણ રચતાં થાઈ અતિ વિસ્તાર
2). વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ ! હદી શું ચાલ્યું નહીં, ચુંબન દેઈ બાલ !
3). વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઇન્દ્રનું હરિઉ.
વધુ વાંચો
Bhalan in gujarati : UPSC, GPSC, Bin-sachivalay, Talati, Clark…