Bharat na abhyaran in gujarati : અહીં ભારતના જાણીતા અભયારણ્યની યાદી આપવામાં આવી છે. જેમાં અભયારણ્યનું નામ અને તેના સ્થળ વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી અભયારણ્યના નામ શામેલ કર્યા છે.
ભારતના જાણીતા અભયારણ્ય
1). ભારતનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય : નાગાર્જુન સાગર વન્ય અભયારણ્ય (આંધ્રપ્રદેશ)
2). ભારતનું સૌથી મોટું અભ્યારણ્ય : કાઝીરંગા વન્યજીવ અભયારણ્ય (આસામ)
3). ભારતમાં સૌથી વધુ અભયારણ્ય : અંદમાન નિકોબારમાં (96)
4). વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન : યલો સ્ટોન નેશનલ પાર્ક (ઉત્તર અમેરિકા)
અભ્યારણ્ય એટેલે શું?
વન્યજીવ અભ્યારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે.
અહીં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃતિઓને અનુમતિ આપવામાં આવે છે.
સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે.
અભ્યારણ્યની સ્થાપના રાજ્યની સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.
આ પણ જાણો
વિગત | જૈવ આરક્ષિત ક્ષેત્ર | રાષ્ટ્રીય ઉદ્યાન | અભયારણ્ય |
---|---|---|---|
ભારત | 18 | 103 | 531 |
ગુજરાત | 1 | 04 | 23 |
અભયારણ્ય અને તેનુ સ્થળ
અભયારણ્યનું નામ | સ્થળ |
---|---|
ડાચિગામ અભયારણ્ય | જમ્મુ કશ્મીર |
શિકારીદેવી અભયારણ્ય | મંડી (હિમાચલ પ્રદેશ) |
સુલતાનપૂર લેક પક્ષી અભયારણ્ય | ગુડગાંવ (હરિયાણા) |
કત્રી ગેમ અભયારણ્ય | બસ્તર (છત્તીસગઢ) |
ચંદ્રપ્રભા અભયારણ્ય | વારાણસી (ઉત્તર પ્રદેશ) |
રણથંભોર વાઘ અભયારણ્ય | સવાઈ માધોપૂર (રાજસ્થાન) |
સારીસ્કા અભયારણ્ય | રાજસ્થાન |
કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય | ભરતપૂર (રાજસ્થાન) |
પચમઢી અભયારણ્ય | હોશંગાબાદ (મધ્યપ્રદેશ) |
શિવપૂરી અભયારણ્ય | મધ્યપ્રદેશ |
પલામૂ વાઘ અભયારણ્ય | ડાલ્ટનગંજ (ઝારખંડ) |
રેહેકુરી કાળિયાર અભયારણ્ય | અહમદનગર (મહારાષ્ટ્ર) |
રાધાનગરી અભયારણ્ય | કોલ્હાપૂર (મહારાષ્ટ્ર) |
તાનસા અભયારણ્ય | થાણે (મહારાષ્ટ્ર) |
કર્નાળા પક્ષી અભયારણ્ય | પનવેલી (મહારાષ્ટ્ર) |
ભગવાન મહાવીર અભયારણ્ય | મોલેવ (ગોવા) |
શરાવતી અભયારણ્ય | શિવમોગ્ગા (કર્ણાટક) |
ઘટપ્રભા પક્ષી અભયારણ્ય | બેલગાવિ (કર્ણાટક) |
મુદુંમલાઈ અભયારણ્ય | નિલગિરી (તામિલનાડુ) |
વેડનતાંગલ પક્ષી અભયારણ્ય | વેડનતાંગલ (તામિલનાડુ) |
મેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય | નેલ્લુર (આંધ્રપ્રદેશ) |
પુલિકટ પક્ષી અભયારણ્ય | પુલિકટ (આંધ્રપ્રદેશ) |
કોલ્લેરું પક્ષી અભયારણ્ય | એલુરુ (આંધ્રપ્રદેશ) |
વાયનાડ અભયારણ્ય | કન્નાનોર (કેરળ) |
પેરિયાર અભયારણ્ય | ઈડક્કી (કેરળ) |
જલદાપાડા અભયારણ્ય | જલપાઈગૂડી (પશ્ચિમ બંગાળ) |
રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્ય | મૈસૂર (કર્ણાટક) |
સોનાઈરૂપા અભયારણ્ય | તેઝપૂર (આસામ) |
ઈંટન્ગકી અભયારણ્ય | કોહિમા (નાગાલેન્ડ) |
ગુજરાતના અભયરણ્યો | click here |
Read more