Join our WhatsApp group : click here

ભારતના ખનીજો | Bharat na khanij sansadhan in Gujarati

Bharat na khanij sansadhan in Gujarati : અહીં ભારત માંથી મળી આવતી ખનીજ સંપતિ ઉપર ચર્ચા કરવામાં આવી છે. અહીં લોખંડ, મેંગેનિઝ અબરખ, તાંબુ, બોકસાઈટ, સીસું, સોનું, ચુનાના પથ્થર યુરેનિયમ હીરો અને કોલસા જેવા ખનીજો વિષે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

Bharat na khanij sansadhan in Gujarati

ખનીજ એટલે શું ? : કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહેવામા આવે છે.

ભારતમાં ખનીજ સંપત્તિનો વિશાળ જથ્થો આવેલો છે.

‘Geological survey of India’ ભારતમાં ખનીજોના સર્વક્ષણ અને વિકાસ માટે કાર્ય કરે છે.

જીઓલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયાનું મુખ્યાલય : કોલકત્તા

ખનીજોમાં હીરો સૌથી સખત ખનીજ છે, જેની સખ્તાઈ 10 છે. જ્યારે ટોલ્ક નામની ખનીજ સૌથી નરમ છે, જેની સખ્તાઈ 1 છે.

ભારતમાં મળતા ખનીજો

અહીં ભારતમાં મળી આવતા ખણીજોના નામ અને તેના સબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

લોખંડ

▶️ પૃથ્વીના પેટાળમાં લોખંડ શુદ્ધ સ્વરૂપે મળતું નથી. લોહ આયસ્કને શુદ્ધ કરીને કાચું લોખંડ બનાવવામાં આવે છે.

▶️ કાચા લોખંડમાં મેંગેનિઝ, ચૂનાનો પથ્થર, ફ્લોરોસ્પાર વગેરે મિશ્ર કરી પોલાદ બનાવવામાં આવે છે.

▶️ ભારતમાં લોખંડ 25500 મિલિયન ટન જેટલો લોખંડનો જથ્થો મળી આવે છે.

▶️ ભારતમાં સૌથી વધુ ઓડિશા રાજયમાં મળી આવે છે. (26%)

▶️ ભારત વિશ્વનો 5માં નંબરનો સૌથી મોટો લોખંડનો નિકાસકાર છે.

▶️ ભારત સૌથી વધુ જાપાનને લોખંડ નિકાસ કરે છે.

વિવિધ રાજયમાં મળતા લોખંડનો જથ્થો ટકાવારીમાં  

1). ઓડીસા -26%

2). છત્તીસગઢ -24%

3). ઝારખંડ -5%

4). કર્ણાટક -14%  

લોખંડના મુખ્ય ચારપ્રકાર પડે છે.

▶️ હિમેટાઈટ

>> સૌથી ઉચ્ચ કોટિનું લોખંડ છે.

>> જેમાં ધાતુની માત્રા 60% થી 70% છે.  

>> હિમેટાઈટ લોખંડનો રંગ લાલ હોય છે.

▶️ લીમોટાઈટ

>> આ લોખંડ પીળા રંગનું હોય છે. જેને હાઇડ્રેટેડ આર્યન તરીકે ઓળખવામાં આવે છે.

>> આ લોખંડમાં ધાતુની માત્રા 35 થી 50% સુધી હોય છે.

▶️ સિડેરાઈટ

>> આ લોખંડનો રંગ રાખ જેવો અથવા ભૂરો હોય છે.

>> આ લોખંડમાં ધાતુની માત્રા 10 થી 40% જેટલી હોય છે.

>> સિડેરાઈટને આર્યનકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

▶️ મેગ્નેટાઈટ

>> મેગ્નેટાઈટને કાળું અયસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> આ લોખંડમાં 72% સુધી ધાતુની માત્રા હોય છે.

>> હિમેટાઈટ સૌથી વધુ ગુણવત્તા યુક્ત લોખંડ છે.

મેંગેનિઝ

▶️ મેંગેનિઝ ધાતુમય પ્રકારનું ખનીજ છે.

▶️ આ કાળા રંગની ધાતુ છે.

▶️ ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે? (પ્રથમ : રશિયા)

▶️ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન ઓડિશા રાજયમાં થાય છે. (38%)

અબરખ

▶️ ભારત અબરખનો સૌથી વધુ ઉત્પાદક અને નિકાસકાર દેશ છે.

▶️ ભારતમાં અબરખનું સૌથી વધુ ઉત્પાદન આંધ્રપ્રદેશમ(71%) કરે છે.

▶️ અબરખનો મુખ્ય ઉપયોગ વિદ્યુત ઉદ્યોગમાં થાય છે.

▶️ અબરખની જાણીતી ખાણ કાલીચન્હુ અને તેલીબહુ ઝારખંડમાં આવેલી છે.

તાંબુ

▶️ તાંબુ ઝારખંડમાં સૌથી વધુ ઉત્પન થાય છે. (70%) પણ સૌથી વધુ ભંડાર રાજસ્થાનમાં આવેલા છે. 

▶️ તાંબાનો મુખ્ય ઉપયોગ વિદ્યુત સાધનો અને ઓટોમોબાઈલમાં થાય છે.

▶️ તાંબાને જસત સાથે મિશ્રણ કરવાથી પીતળ અને ટીન સાથે મિશ્ર કરવાથી કાસુ બને છે.

સીસું

▶️ સીસુંની મુખ્ય કાચી ધાતુ ગેલેના છે.

▶️ એટલે કે સીસું મુક્ત રીતે મળતું નથી તેની સાથે જસત પણ મળી આવે છે.

▶️ ભારતમાં રાજસ્થાન સિસાંનું પ્રમુખ ઉત્પાદક રાજય છે અને તેની સાથે જસતનું 99% ઉત્પાદન કરે છે.  

▶️ ભારત તેના કુલ જરૂરિયાતમાનું 80% સીસું બહારથી આયાત કરે છે.

સોનું

▶️ ભારતમાં ઉત્પાદિત સોનાનું લગભગ 90% કર્ણાટક રાજ્યમાંથી થાય છે.

▶️ ભારતમાં સોનાની પ્રમુખ ત્રણ ખાણો આવેલી છે.

1). કોલાર (કર્ણાટક) (સૌથી જૂની ખાણ છે)  

2). હટ્ટી (કર્ણાટક)

3). રામગિરિ (આંધ્રપ્રદેશ)

ચાંદી

▶️ ચાંદી સ્વતંત્ર રીતે મળતું નથી, તે સિસાં અને જસત સાથે સંયુક્ત રીતે મળે છે.

▶️ ઉદયપૂરની જવારખાણ ચાંદીની સૌથી મોટી ઉત્પાદક છે.

▶️ પણ ભારતમાં તેનો ભંડાર પ્રયાપ્ત નથી.  

ચુનાના પથ્થર

▶️ ચુનાના પથ્થરનું ઉત્પાદન ભારતના દરેક રાજયમાં થાય છે. પણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં વધારે એકંદરે પ્રમાણમાં થાય છે.

▶️ ચુનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે સિમેન્ટ, લોખંડ, સ્ટીલ અને રસાયણિક ઉદ્યોગમાં થાય છે.

યુરેનિયમ

▶️ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ઝારખંડ રાજયમાં થાય છે.

▶️ ઝારખંડમાં આવેલું જાદૂઘોડા યુરેનિયમનું સૌથી મોટું ક્ષેત્ર છે.

▶️ જાદુઘોડા, હજારીબાગ, સિંહભૂમિ તે ઝારખંડમાં આવેલી પ્રસિદ્ધ ખાણો છે.

▶️ રાજસ્થાનમાં પણ તાંબા અને જસતની ખાણોમાં યુરેનિયમ મળી આવે છે.

હીરો

▶️ હીરો એક કિંમતી પથ્થર છે. 

▶️ મધ્ય પ્રદેશની પન્નાની ખાણ દેશમાં હીરા માટે પ્રસિદ્ધ છે.

કોલસો

▶️ કોલસાના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા પછી ભારતનું સ્થાન ત્રીજું છે.

▶️ ભારતમાં સૌથી વધુ કોલસો ઝારખંડ રાજયમાં ઉત્પાદન થાય છે.

▶️ કોલસાને કાળો હીરો પણ કહેવામા આવે છે.

▶️ કોલસો જળકૃત ખડકો માંથી બને છે.

કોલસાના ચાર પ્રકાર પડે છે.

1). એન્થ્રેસાઇટ :  90 થી 95% સૌથી ઉચ્ચ કોટિનો કોલસો છે.

2). બિટુમિનસ : કાર્બન પ્રમાણ 80 થી 85 % (કાળારંગ નો કોલસો)

3). લિગ્નાઈટ : કાર્બન પ્રમાણ 60 થી 65% (ભૂરારંગ નો કોલસો)

4). પીટ : કાર્બનનું પ્રમાણ 40% થી ઓછું હોય છે.

Read more

👉 જમીનના પ્રકાર
👉 ભૂકંપના પ્રકાર
👉 ભારતની બહુહેતુક યોજના

Bharat na khanij sansadhan in Gujarati : : GPSC, PI, PSI, Dy. so, Talati, Bin-sachivalay, TET, TAT, Police constable

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!