Join our WhatsApp group : click here

ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું | ભારતના 15માં રાષ્ટ્રપતિ

અહીં ભારતના દેશના તાજેતરમાં બનેલા નવા રાષ્ટ્રપતિ વિશે જાણકારી આપવામાં આવી છે.

ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું

21 જુલાઇ 2022ના ના રોજ ભારત દેશની 15માં રાષ્ટ્રપતિ મળ્યા છે.

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે. દ્રૌપદી મુર્મુ ભારતના 15માં રાષ્ટ્રપતિ છે. જે રામનાથ કોવિન્દનું સ્થાન લેશે. દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ (પ્રથમ મહિલા  રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ) અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે.

શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. (આ પેલા આ સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો)

દ્રોપદી મુર્મુ 24 જુલાઇએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ શપથ લેવડાવશે. બંધારણમાં અનુચ્છેદ 60માં રાષ્ટ્રપતિને શપથ લેવડાવવાનો ઉલ્લેખ છે.

1977માં નીલમ સંજીવ રેડ્ડી બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે 25 જુલાઇ 1977ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા ત્યારથી રાષ્ટ્રપતિને 25 જુલાઈએ શપથ લેવાની તે એક પરંપરા બની છે. 

દ્રૌપદી મુર્મુનો સામાન્ય પરિચય  

પૂરુંનામ :દ્રૌપદી મુર્મુ
પિતાનું નામ :બિરાંજી નારાયણ ટુહુ
પતિનું નામ :શ્યામ ચરણ મુર્મુ
જન્મ તારીખ :20 જૂન, 1958
ઉંમર :64 વર્ષ
જાતિ :અનુસુચિત જનજાતિ

દ્રૌપદી મુર્મુ ની રાજનીતિક સફર

> 1997 માં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેના રાજકીય સફરની શરૂઆત કરી હતી.

> 2002-04 સુધી ઓડિશા સરકાર માં મંત્રી રહ્યા હતા.

> 2007માં તેમણે ઓડિશાના સર્વશ્રેષ્ઠ ધારાસભ્યનો પુરસ્કાર મળ્યો હતો. (નીલકંઠ પુરસ્કાર)

> 2015માં તેઓ ઝારખંડના રાજ્યપાલ બન્યા, દ્રૌપદી મુર્મુ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.

> દ્રૌપદી મુર્મુ પ્રથમ ઉડિયા નેતા છે કે જેને કોઈ રાજયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હોય.

રાષ્ટ્રપતિના પદની બંધારણમાં જોગવાઈ

ભારતના બંધારણમાં અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવી છે. સંઘની કારોબારીના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિનું  મહત્વ વિશાળ છે. તેઓ બંધારણીય વડા છે. રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે. ભારત સરકારનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે.

રાષ્ટ્રપતિનો કાર્યકાળ 05 વર્ષ નો હોય છે. તેમાં છતાં તેઓ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.

રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત

> તે ભારતનો નાગરિક હોવો જોઈએ

> તેમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ

> લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવવાની લાયકાત હોવી જોઈએ.

> તેઓ સંઘ સરકાર/ રાજય સરકાર/ સ્થાનિક સંસ્થા/ અન્ય જાહેર સંસ્થા હેઠળ કોઈ નફાકારક હોદ્દો કે લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ.

રાષ્ટ્રપતિની ચૂંટણી

રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 324 હેઠળ ભારતીય ચૂંટણી પંચ કરાવે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન મંડળ

1). સંસદના બંને ગૃહ (લોકસભા/રાજ્યસભા)ના ચૂંટાયેલા સભ્યો

2). રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો

3). દિલ્લી અને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો.

 રાષ્ટ્રપતિ સંબધિત તથ્યો

1). ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી રહેનાર રાષ્ટ્રપતિ છે. (12 વર્ષ)

2). ડો. ઝાકિર હૂસૈન ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ છે.

3). એમ. હિદાયતુલ્લા રાષ્ટ્રપતિ પદની શપથ લેનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ છે.

4). વી.વી. ગિરિએ કાર્યકારી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું છે.

5). ઝાકિર હુસૈન અને ફખરૂદ્દીન અલી અહમદ નું ચાલુ કાર્યકાળે મૃત્યુ થયું હતું.

6). નીલમ સંજીવ રેડ્ડી એકમાત્ર રાષ્ટ્રપતિ છે જેને લોકસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હોય.

7). જ્ઞાની ઝૈલ સિંહ, શંકર દયાલ શર્મા, બી.ડી. જત્તિ (કાર્યકારી), નીલમ સંજીવ રેડ્ડી એ રાજ્ય ના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે.

8). અત્યાર સુધી પાંચ રાષ્ટ્રપતિ : એસ. રાધાક્રુષ્ણ (1954), રાજેન્દ્ર પ્રસાદ (1962), ઝાકિર હુસૈન (1963), એપીજે અબ્દુલ કલામ (1997), પ્રણવ મુખર્જી (2019) ને ભારત રત્ન મળ્યો છે.

9). ભારતની પ્રથમ મહિલા  રાષ્ટ્રપતિ શ્રીમતિ પ્રતિભા પાટિલ છે.

10). વર્તમાનમાં દ્રૌપદી મુર્મુ ભારતની પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે.

અત્યાર સુધીના રાષ્ટ્રપતિની યાદી

રાષ્ટ્રપતિ વર્ષ
ડો. રાજેન્દ્ર પ્રસાદ1952
ડો. રાજેન્દ્ર પ્રસાદ1957
ડો. એસ. રાધાક્રુષ્ણન1962
ડો. ઝાકિર હુસૈન1967
વી. વી. ગીરી1959
ફકરૂદ્દીન અલી અહમદ1974
બી. ડી જત્તિ1977
નીલમ સંજીવ રેડ્ડી1977
જ્ઞાની ઝૈલસિંહ1982
આર. વેંકટરમન1987
ડો. શંકર દયાલ શર્મા1992
કે. આર નારાયણ1997
ડો. એ પી જે અબ્દુલ કલામ2002
શ્રીમતી પ્રતિભા પાટિલ2007
પ્રણવ મુખર્જી2012
રામનાથ કોવિન્દ2017
દ્રૌપદી મુર્મુ2022

Read More

👉 રાષ્ટ્રપતિની સત્તાઓ
👉 ચૂંટણી પંચ
👉 ઉપરાષ્ટ્રપતિ
👉 બંધારણના મહત્વના સુધારા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!