Join our WhatsApp group : click here

Bharat ni mukhya bahuhetuk yojana in gujarati

Bharat ni mukhya bahuhetuk yojana in gujarati : અહીં ભારતની મુખ્ય બહુહેતુક યોજના વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં બહેહેતુકયોજના એટલે શું ? તેના પ્રકારો અને ભારતની મુખ્ય યોજનાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરેલ છે.

Bharat ni mukhya bahuhetuk yojana in gujarati

વિશ્વમાં ચીન પછી ભારત બીજા નંબરનું સૌથી વધારે સિંચિત ક્ષેત્ર છે. ભારતમાં સૌથી વધુ સિંચાઇ કૂવા અને ટ્યુબલાઇનથી થાય છે. ભારતમાં સૌથી વધુ સિંચાઇ ધરાવતું રાજય પંજાબ છે. પંજાબ તેની કુલ જમીનના 94% જમીન સિંચિત છે. જ્યારે દ્વિકલ્પિય ભારતમાં તળાવ સિંચાઇનું મુખ્ય માધ્યમ છે.

બહુહેતુક યોજના એટલે શું ?

સમન્વિત રીતે નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી, જેમાં પૂર નિયંત્રણ, સિંચાઇ, જમીન ધોવાણ અટકાવ, પેયજળ, નૌકાયાન, પર્યટન અને જળ વિદ્યુત ઉત્પાદન વગેરેનો સમાવેશ થાય છે.

પરિયોજઓના પ્રકાર  

1). લઘુ સિંચાઇ પરિયોજના

>> 2000 હેકટરથી ઓછું ક્ષેત્ર. જેમાં કૂવા બોર વગરે આવે છે.

>> રાષ્ટ્રીય લઘુ સિંચાઇ મિશન વર્ષ 2010માં શરૂ કરાયું હતું.

2). મધ્યમ સિંચાઇ પરિયોજના

>> 2000 હેકટરથી 10000 હેકટર વચ્ચેનું ક્ષેત્રફળ જેમાં નહેર વગેરે સામેલ છે.

3). બૃહદ સિંચાઇ પરિયોજના

>> 10000 હેક્ટરથી વધારે ક્ષેત્ર. જેમાં મોટા બંધો આ પરિયોજનાના ઉદાહરણ છે.

ભારતની મુખ્ય બહુહેતુક પરિયોજનાઓ

 Bharat ni mukhya bahuhetuk yojana in gujarati : અહીં ભારતની નાગલ-ભાખડા પરિયોજના, ચંબલ પરિયોજના, દામોદરઘાટી પરિયોજના, ગંડક પરિયોજના, નર્મદા-ખીણ પરિયોજના, ટિહરીબંધ પરિયોજના, ઇન્દિરા ગાંધી નહેર યોજના, હીરાકુંડ પરિયોજના, કોસી પરિયોજના, નાગાર્જુન પરિયોજના અને રિહંદ પરિયોજના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

ભાખડા-નાગલ પરિયોજના

>> આ યોજના હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન રાજયની સંયુક્ત પરિયોજના છે.

>> ભાખડા અને નાગલ બંને અલગ અલગ બંધો છે. જે જુદી-જુદી જગ્યાએ બાંધવામાં આવ્યા છે.

>> ભાખડા બંધ હિમાચલ પ્રદેશમાં સતલૂજ નદી પર બાંધવામાં આવ્યો છે.

>> ભાખડા બંધ ભારતનો સૌથી ઊંચો બંધ છે. જેની ઊંચાઈ 226 મીટર છે.

>> ભાખડા બંધના નિર્માણથી હિમાચલ પ્રદેશમાં ગોવિંદસાગર સરોવર(ભારતનું સૌથી મોટું કુત્રિમ સરોવર)ની રચના થઈ છે.

>> ભાખડા બંધથી 1100 કિલોમીટર લાંબી નહેર અને 3400 કિલોમીટર લાંબી જળવિતરિકાઓ કાઢવામાં આવે છે. જેનાથી 14.6 લાખ હેકટર જમીનમાં સિંચાઇ થાય છે.   

>> નાગલ બંધ ભાખડા બંધની 13 કિલોમીટર દૂર પંજાબ રાજયમાં બાંધવામાં આવ્યો છે.

>> નાગલ બંધ બાંધવાનો મુખ્ય ઉદેશ્ય જળ વિદ્યુતનું ઉત્પાદન કરવાનો છે.

>> આ બંને યોજનાની નાણાકીય ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ચંબલ પરિયોજના

>> ચંબલ પરિયોજના મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજયનું સંયુક્ત સાહસ છે.

>> જેમાં પ્રથમ ચરણમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયની સરહદે ‘ગાંધીસાગર બંધ’ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું કાર્ય વર્ષ 1960માં પૂર્ણ થયું હતું.

>> ચંબલ પરિયોજનાનું બીજા ચરણમાં રાજસ્થાન રાજયના કોટા પાસે રાણા પ્રતાપસાગર બંધ બાંધવામાં આવેલો છે.

દામોદરઘાટી પરિયોજના

>> દામોદર નદી, હુગલી નદીની સહાયક નદી છે.

>> દામોદર નદીમાં દર વર્ષે ભારે પૂર આવતું હોવાથી બંગાળમાં તબાહી મચાવે છે. તેથી તેને ‘બંગાળનો શોક’ પણ કહેવામા આવે છે.

>> આ યોજના પાછળનો મુખ્ય ઉદેશ્ય બંગાળમાં આવતા ભયંકર પૂર સામે રક્ષણ આપવાનો છે.

>> આ પરિયોજનાની સ્થાપના 18 ફેબ્રુઆરી 1948ના રોજ કરવામાં આવી હતી.

>> આ પરિયોજના 5 લાખ ભૂમિ પર સિંચાઇ અને 144 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. 

>> દામોદરઘાટી પરિયોજના USAની ટેનિસ નદીની યોજના પરથી પ્રેરિત છે.

>> દામોદર ઘાટી પરિયોજના અંતર્ગત મૈથન, ચંપેટ, તિલૈયા અને કોનાર બંધોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગંડક પરિયોજના

>> આ પરિયોજના અંતર્ગત બિહારના વાલ્મીકિ નાગર પાસે બંધ બાંધવામાં આવ્યો છે.

>> આયોજના ભારત અને નેપાળની સંયુકત પરિયોજના છે.

નર્મદા-ખીણ પરિયોજના (ઇન્દિરા સાગર, સરદાર સરોવર)

>> ભારતની સૌથી મોટી પરિયોજના છે.

>> નર્મદા ખીણ પરિયોજનામાં મુખ્ય બે બંધો છે. 1). ઇન્દિરા સાગર બંધ 2). સરદાર સરોવર બંધ

>> ઇન્દિરા સાગર બંધ મધ્યપ્રદેશમાં ખાંડવા જિલ્લાના બંદગાંવ નજીક આવેલો છે.

>> ઇન્દિરા સાગર બંધથી 300 મેગાવોટ વિદ્યુતનું ઉત્પાદન અને 1.23 લાખ હેક્ટર જમીન પર સિંચાઇ થાય છે.

>> સરદાર સરોવર બંધ ગુજરાતનાં નર્મદા જિલ્લાના નવા ગામ પાસે બનાવવામાં આવ્યો છે.

>> આ બંધની ઊંચાઈ 137 મીટર છે.

>> સરદાર સરોવર બંધથી 1450 મેગાવોટ વિદ્યુત ઉત્પાદન અને 18 લાખ હેકટર જમીન પર સિંચાઇ ઉપલબ્ધ કરાવે છે.

>> સરદાર સરોવર બંધથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજયને લાભ મળે છે.

ટિહરીબંધ પરિયોજના

>> ટિહરી બંધનું નિર્માણ ઉત્તરાખંડ રાજયમાં ભાગીરથી અને ભીલંગણા નદીના સંગમ સ્થાને થયેલું છે.

>> આ બંધની ઊંચાઈ 260 મીટર છે.

>> આ બંધથી સ્વામી રામતીર્થસાગર સરોવરનું નિર્માણ થશે. જે ભાગીરથી નદીમાં 45 કિ.મી અને ભીલંગણા નદીમાં 25 કિ.મી સુધી વિસ્તૃત થશે.

ઇન્દિરા ગાંધી નહેર યોજના

>> આ યોજના પંજાબમાં સતલજ અને બિયાસ નદીના સંગમ પર બાંધેલા હરિકે બંધ પરથી નીકળે છે.

>> ઇન્દિરા ગાંધી નહેર વિશ્વની સૌથી લાંબી નહેર છે. જેની મુખ્ય નહેરની લંબાઇ 468 કિલોમીટર છે.

>> ઇન્દિરા ગાંધી નહેર યોજના શરૂવાતમાં રાજસ્થાન નહેર પરિયોજના નામથી ઓળખાતી હતી.

હીરાકુંડ પરિયોજના

>> આ યોજનાનું ઓરિસ્સામાં સાંભલપૂર પાસે મહાનદી પર નિર્માણ થયું છે.

>> હીરાકુંડ બંધ વિશ્વનો સૌથી લાંબો બંધ છે. જેની લંબાઇ 14 કિલોમીટર છે.

>> હીરાકુંડ પરિયોજના અંતર્ગત ટીકરાપાડા, હીરાકુંડ અને નારાજબંધોનું નિર્માણ મહાનદી પર કરવામાં આવ્યું છે.

>> આ પરિયોજનાથી 270 મેગાવોટ વીજળીનું ઉત્પાદન અને 7.5 લાખ જમીન પર સિંચાઇ ઉપલબ્ધ કરાવે છે.

કોસી પરિયોજના

>> કોસી નદીમાં આવતા પૂર બિહારમાં ભયંકર તબાહી મચાવે છે. જેથી કોચી નદીને ‘બિહારનો શોક’ પણ કહેવામા આવે છે.

>> કોસી નદીનાઆ પુરથી બિહારને બચવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થઈ અને નેપાળના હનુમાનનગર નજીક બંધ બાંધવામાં આવ્યો.

>> કોસી પરિયોજનાથી સિંચાઇ માટે નહેરો અને જળ વિદ્યુત ઉત્પાદન પણ કરવામાં આવે છે.

નાગાર્જુન પરિયોજના

>> નાગાર્જુન પરિયોજના અંતર્ગત તેલંગાણા રાજયના નલ્લગોડા પાસે કૃષ્ણા નદી પર 92 મીટર ઊંચો અને 1450 મીટર લાંબા બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નામ નાગાર્જુનસાગર રાખવામા આવ્યું છે.

>> નાગાર્જુનસાગરની જમણી બાજુનીકળતી નહેરને જવાહરલાલ નહેરુ અને ડાબી બાજુ નીકળતી નહેરને લાલ બહાદુર શાસ્ત્રી નામ આપવામાં આવ્યું છે.

>> આ દક્ષિણ ગુજરાતની મુખ્ય પરિયોજના છે.

>> નાગાર્જુન પરિયોજન દ્વારા 210 મેગાવોટ વીજ ઉત્પાદન અને 9 લાખ હેકટર જમીનને સિંચાઇ ઉપલબ્ધ કરાવે છે.

રિહંદ પરિયોજના

>> આ યોજનાનું નિર્માણ રિહંદ નદી પર ઉત્તરપ્રદેશ રાજયના સોનભદ્રા જિલ્લાના પીપરી ગામમાં કરવામાં આવ્યું છે.

>> આ બંધથી રચાતું જળાશયનું નામ ગોવિંદવલ્લભસાગર રાખવામા આવ્યું છે.

>> રિહંદ પરિયોજના ઉત્તરપ્રદેશ રાજયની સૌથી મોટી પરિયોજના છે.

ગુજરાતની મુખ્ય બહુહેતુક યોજનાઓ 👉click here

Bharat ni mukhya bahuhetuk yojana in Gujarati : : Bharat ni bhugol : UPSC, GPSC, Police, Bin-sachivalay, Talati, Clark exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!