તાજેતરમાં દુધ ઉત્પાદનમાં ભારત વિશ્વનો નંબર 1 દેશ બની ગયો છે. કેન્દ્રિય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોતમ રૂપાલાએ લોકસભામાં જણાવ્યા મુજબ ભારત દુનિયામાં સૌથી વધુ દુધ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે.
FAOSTAT (Food and Agriculture Organization Corporate Statistical Database) ના આંકડા મુજબ ભારત વર્ષ 2021-22 માં વૈશ્વિક દુધ ઉત્પાદનમાં 24% હિસ્સો ધરાવે છે.
ભારતના છેલ્લા આઠ વર્ષ 2014-15 થી 2021-22 દરમિયાન 51%ની વૃદ્ધિ નોંધાઈ છે તેની સાથે વર્ષ 2021-22માં ભારતની દૂધ ઉત્પાદન ક્ષમતા 220 મિલિયયન ટન થઈ ગઈ છે.
ભારતમાં દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન
દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદન મંડળીઓ દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
દેશમાં સહકારી માળખા દ્વારા દૂધ એકત્રીકરણમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધુ 30.94% છે. ગુજરાતમાં દૂધની રોજની સરેરાશ આવક 100 લિટર છે.
સૌથી વધુ દૂધ એકત્રીકરણ ગુજરાતમાં 1). દૂધ સાગર ડેરી, મહેસાણા (25.27%), 2). અમુલ ડેરી (19.24%) કરે છે.
દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે.
1). ઉત્તરપ્રદેશ
2). રાજસ્થાન
3). પંજાબ
4). આંધ્રપ્રદેશ
5). ગુજરાત
ગુજરાતને ભારતનું ડેનમાર્ક ગણી શકાય તથા ભારતનું ‘ડેરી રાજય’ કહેવાય છે.
ગુજરાતની સૌપ્રથમ દૂધ ઉત્પાદન સહકારી મંડળી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ઇ.સ 1939માં શરૂ થઈ.
શ્વેતક્રાંતિ
દેશના દૂધ ઉત્પાદનના અસાધારણ વધારો શ્વેતક્રાંતિ તરીકે ઓળખાય છે.
રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB, આણંદ) ના ચેરમેન વર્ગીસ કુરિયનના માર્ગદર્શન હેઠળ જુલાઇ 1970માં ઓપરેશન ફ્લડ-1 (Operation Flood-1) ની શરૂઆતથી શ્વેતક્રાંતિ (White Revolution)ની શરૂઆત થઈ હતી. આ પ્રોજેકટ હેઠળ દેશનાં 10 રાજયોમાં ડેરી વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. તેમાં ગ્રામીણ વિસ્તારોમાંથી દૂધની ખરીદી માટે માળખાગત સુવિધાઓ વિકાસ, તેનું પ્રોસેસિંગ, માર્કેટિંગ, પશુદાણની જોગવાઈ, ફેક્ટરી, પશુ આરોગ્ય સંભાળ સુવિધાઓ, કુત્રિમ વીર્યદાન અને વિસ્તરણ સેવાઓનો સમાવેશ થાય છે.
01). રાષ્ટ્રીય દૂધ દિવસ : 26 નવેમ્બર 02). વિશ્વ દૂધ દિવસ : 1 જૂન