Join our WhatsApp group : click here

ભાવનગર જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Bhavnagar jilla na Gk question : અહીં ભાવનગર જિલ્લા સંબધિત જનરલ નોલેજના તમામ મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Bhavnagar jilla na Gk question

1). ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી ? : ભાવસિંહજીએ (ઇ.સ 1723માં)

2). ભાવનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (ભાવનગર, શિહોર, વલ્લભીપૂર, પાલિતાણા, 3). તળાજા, ઉમરાળા, જેસર, ગરીયાધાર, મહુવા, ઘોઘા)

3). સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્સ ઇન્સ્ટીટ્યુટ ક્યાં આવેલી છે ? : ભાવનગર

4). ભાવનગર જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : બોટાદ અને અમદાવાદ જિલ્લાની

5). ખંભાતનો અખાત ભાવનગર જિલ્લાની કઈ બાજુ આવેલો છે ? : પૂર્વમાં  

6). ભાવનગર જિલ્લાની પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે ? : અમરેલી

7). અરબ સાગર ભાવનગર જિલ્લાની કઈ દિશામાં આવેલ છે ? : દક્ષિણ

8). ભાવનગર શહેરને બીજા કયા નામથી ઓળખાય છે ? : સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી

9). ભાવનગર જિલ્લો અન્ય ક્યાં નામથી ઓળખાય છે ? : યુકેલિપ્સ જિલ્લો

10). ભાવનગર જિલ્લાને ‘યુકેલિપ્સ જિલ્લો’ શા માટે કહેવામા આવે છે ? : ભાવનગર જિલ્લામાં નિલગિરી(યુકેલિપ્સ) ના વૃક્ષો વધારે પ્રમાણમાં થવાથી

11). સૌરાષ્ટ્રનું કશ્મીર તરીકે જાણીતું સ્થળ ? : મહુવા (ભાવનગર જિલ્લો)

12). ભાવનગર જિલ્લામાં આવેલ મહુવાનું પ્રાચીન નામ ? : મધુપુર

13). ભાવનગરના ગરીયાધાર તાલુકાની કણબી કોમની બહેનો કયું ભરત ભરે છે ? : કણબી ભરત

14). ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં  ભાવનગર જિલ્લાનું સ્થાન ? : પ્રથમ

15). ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન કરતો જિલ્લો ? : ભાવનગર

16). ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લાનું સ્થાન કેટલામું છે ? : બીજું (પ્રથમ – અમદાવાદ જિલ્લો)

17). ગુજરાતમાં વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે ? : ભાવનગર

18). ગુજરાતમાં સૌથી વધુ મૂલતાનની માટી અને પ્લાસ્ટિક ક્લેનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : ભાવનગર

19). ભાવનગર જિલ્લામાં કઈ ડેરી આવેલી છે ? : દૂધ સરિતા ડેરી

20). ભાવનગરમાં કયું મ્યુઝિયમ આવેલુ છે ? : બાર્ટન મ્યુઝિયમ  

21). ભાવનગર જિલ્લામાં કેટલા બેટ આવેલા છે ? : 2 (માલબેટ અને પીરમબેટ)

22). મહિલા કુલી ધરાવતું ગુજરાતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન ? : ભાવનગર રેલ્વે સ્ટેશન

23). કાળિયાર પ્રાણી માટે જાણીતો વિશ્વનો સૌથી મોટો પાર્ક ‘વેળાવદર નેશનલ પાર્ક’ કયા આવેલો છે ? : વલભીપૂર (ભાવનગર જિલ્લો)  

24). વલભીપૂર કઈ નદીના કિનારે આવેલું છે ? : ઘેલો નદીના

25). વલભીપૂરના પ્રાચીન નામ ? : વલભી, વળા

26). વલભીપૂર પ્રાચીનકાળમાં કોની રાજધાની હતી ? : મૈત્રક વંશની

27). ગુજરાતનું મંદિરોનું શહેર તરીકે જાણીતું શહેર ? : પાલિતાણા

28). પાલીતાણામાં શેત્રુંજય પર્વત ઉપર કેટલા જૈન દેરાસરો આવેલા છે ? : 863

29). શેત્રુંજય નદી પર ભાવનગર જિલ્લામાં કયો બંધ બાંધવામાં આવ્યો છે ? : રાજસ્થળી (પાલિતાણા નજીક)

30). ભાવનગર જિલ્લાનું શિહોર શહેર શેના માટે જાણીતું છે ? : તાંબા – પિત્તળના વાસણ માટે

31). લોકભરતી વિદ્યાપીઠ કયા આવેલી છે ? : સણોસરા (ભાવનગર જિલ્લો)

32). ભાવનગર શહેરમાં કયા તળાવ આવેલા છે ? : ગૌરીશંકર અને બોર તળાવ

33). ભાવનગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત શિવમંદિર ? : ગોપનાથ મહાદેવ

34). ગોપનાથ મહાદેવે ક્યારે મેળો ભરાય છે ? : શ્રાવણ માસની અમાસે

35). એક લોકવાયકા પ્રમાણે ભાવનગર જિલ્લાના કોળીયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવની પ્રતિષ્ઠા કોણે કરી હતી ? : પાંડવોએ

36).ભાવનગર જિલ્લાના રાજપરા ખાતે કયા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : ખોડિયાર માતાનું  

37). રાજપરા ખોડિયાર માતાના મંદિરે કયો ધરો આવેલો છે કે જયા બારે માસ પાણી રહે છે ? : દાતણિયો ધરો

38). પરમ પૂજય સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ કયા આવેલો છે ? : બગદાણા (ભાવનગર જિલ્લો)

39). બગદાણા કઈ નદીના કિનારે આવેલું છે ? : બગડ નદીના   

40). ભાવનગર જિલ્લામાં આવેલ તલગાજરડા ગામ કયા સંતની જન્મભૂમી છે ? : પૂજ્ય મોરારીબાપૂ

41). ગુજરાતનાં પ્રસિદ્ધ લોકગાયક ‘દુલાભાયા કાગ (કાગ બાપુ)’ નું વતન કયું છે ? : મજાદર ગામ

42). ભાવનગરની કઈ કોલેજમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો ? : શામળદાસ કોલેજ

43). ભાવનગર જિલ્લામાં આવેલું કાચબા ઉછેર કેન્દ્ર ? : હાથબ કાચબા ઉછેર કેન્દ્ર

44). ભારતનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ કયા આવેલું છે ? : અલગ (ભાવનગર જિલ્લો)

ભાવનગર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!