Bhukamp na prakar : ભારતની ભૂગોળનું એક પ્રકરણ ‘ભૂકંપ અને તેના પ્રકાર વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
Table of Contents
ભૂકંપ એટલે શું ?
ભૂકંપને ભૂસપાટીનું કંપન અથવા લહેર છે જે પેટાળમાં નીચે અથવા ઉપર ખડકોની સ્થિતિમાં થતી અવ્યવસ્થા ના લીધે ઉત્પન્ન થાય છે. સામાન્ય શબ્દોમાં પૃથ્વીના પેટાળમાં કોઈ હિલચાલના કારણે પૃથ્વી સપાટીન કોઈ ભાગ હલવા લાગે કે ધ્રુજારી અનુભવે તેને ભૂકંપ કહેવાય છે.
>> ભૂકંપપીય તરંગોના અધ્યયન કરતાં વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન (seismology) કહેવાય છે.
>> ભૂકંપની તીવ્રતા માપવાના સાધનોને સિસ્મોગ્રાફ (Seismograph) કહેવાય છે.
>> પૃથ્વીની અંદર જયાં ભૂકંપ ઉત્પન્ન થાય છે તે સ્થાન ને ઉદ્દગમ કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહે છે.
>> ઉદ્દગમકેન્દ્રની ઠીક ઉપર પૃથ્વી સપાટી પર સ્થિત બિંદુને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર (Epicentre) કહેવાય છે. જયાં ભૂકંપની સૌથી વધુ તીવ્રતા હોય છે. ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જેમ જેમ દૂર થતા જઈએ તેમ તેમ તેની તીવ્રતામાં ઘટાડો થતો જાય છે અને એની અસર ઓછી થતી જાય છે.
Bhukamp na prakar
ભૂકંપના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે : (1) પ્રાથમિક તરંગો (2) દ્વિતીય તરંગો (3) L-તંરંગો
પ્રાથમિક તરંગો (Primary Waves)
>> પ્રાથમિક તરંગોને P- Waves પણ કહેવાય છે.
>> આ સૌથી ઓછી તીવ્રતાના તરંગો છે. તેનો સરેરાશ વેગ 8 કિ.મી/સેકન્ડ હોય છે.
>> આ તરંગો પ્રવાહી, ઘન અને વાયુ માધ્યમમાંથી પસાર થાય છે. જે ઘન માધ્યમમાં ઝડપી હોય છે અને પ્રવાહીમાં તેનો વેગ ઓછો હોય છે.
>> પ્રાથમિક તરંગોનું માધ્યમ બદલાતા દિશા પણ બદલાય જાય છે. જેને વક્રીભવન કહેવાય છે.
દ્વિતીય તરંગો (Secondary Waves)
>> દ્વિતીય તરંગો s-Waves તરીકે પણ ઓળખાય છે.
>> દ્વિતીય તરંગો માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે. તેનો સરેરાશ વેગ 4 કિ.મી/સેકન્ડ હોય છે. આ પ્રકાશના તરંગો જેવા છે.
>> દ્વિતીય તરંગોનો પ્રાથમિક તરંગો કરતાં ઓછો વેગ હોય છે.
L-તરંગો (L- Waves)
>> L-તરંગોને ધરાતલિય ભૂકંપ પણ કહેવાય છે.
>> L-તરંગો લાંબા તરંગો છે.
>> L-તરંગોની શોધ H.D love એ કરી હતી. આથી તેને Love Waves પણ કહવામાં આવે છે. તેનું અન્ય નામ R- Waves (Ray Light Waves) પણ છે.
>> L-તરંગોનું પ્રસરણ પૃથ્વી સપાટી સુધીનું છે. તે ઘન, પ્રવાહી, બન્ને માધ્યમમાંથી પસાર થઈ શકે છે. તેનો વેગ 1.5 થી 3 કિ.મી/સેકન્ડ છે.
વધારાની માહિતી
>> પૃથ્વીનો કેન્દ્ર ભાગ (core) સુધી પહોચીને s-તરંગો લુપ્ત થઈ જાય છે. અને p તરંગો વક્રીભવન પામે છે. આથી ભૂકંપ કેન્દ્રથી 1100 કિ.મી પછીના લગભગ 5000 કિ.મી સુધી કોઈપણ તરંગ પહોચી શકતા નથી. આથી આ ક્ષેત્રને છાયા ક્ષેત્ર (Shadow zone) કહેવામા આવે છે.
>> ભૂકંપની તીવ્રતાનું માપન બે રીતે થાય છે.
(1) મરકેલી માપ (Mercalli Scale) : ભૂકંપ તીવ્રતાને 12 વર્ગોમાં વહેંચી દેવામાં આવે છે.
(2) રિકટર માપ (Richter Scale) : આ માપનો વિકાસ ચાર્લ્સ ફ્રાંસિસ રિકટર દ્વારા થયો હતો. અહી
>> 1 થી 9 સુધીની સંખ્યાઓ હોય છે. જેમાં પ્રત્યેક સંખ્યા પોતાની આગળની સંખ્યાના 10 ગણા ભૂકંપીય પરિમાણને પ્રસ્તુત કરે છે.
>> પ્રશાંત મહાસાગર વિસ્તારમાં વિશ્વના 68% ભૂકંપો આવે છે. આથી તેને Ring of Fire (અગ્નિવલય) કહેવાય છે.
>> ભૂકંપીય ઝોનના આધારે ભારતને ઝોન-5 ભૂકંપીય ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. 1,2,3,4 અને 5 ઝોનમાં વહેંચવામાં આવે છે. 5 સૌથી વધારે તીવ્રતાવાળું ક્ષેત્ર છે.
>> ભારતમાં હિમાલય ક્ષેત્રમાં સૌથી વધુ ભૂકંપ આવે છે. (ઝોન-5)
>> અંત સાગરીય ભૂકંપો દ્વારા ઉત્પન્ન લહેરોને જાપાની ભાષામાં સુનામી કહેવાય છે.
ભારતની ભૂગોળની ટેસ્ટ | click here |
ભારતની ભૂગોળની Pdf | click here |
સંપૂર્ણ ભારતની ભૂગોળ | click here |