Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Budget 2022 in gujarati pdf | બજેટ 2022

1 ફેબ્રુઆરી 2022 ના રોજ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મળા સિતારમણએ નાણાકીય વર્ષ 2022-23 માટેનું પેપર લેસ બજેટ રજૂ કર્યું કર્યું છે.

નિર્મલા સિતારામણના નાણાંમંત્રી તરીકેના કાર્યકાળનું આ ચોથું બજેટ છે.

નાણાં મંત્રીએ બજેટ પર સંસદમાં 91 મિનિટનું ભાષણ આપ્યું છે.

આ વખતે નાણાંમંત્રીએ સૌથી ટૂંકુ બજેટ ભાષણ આવ્યું છે.

આ આઝાદ ભારતનું 92મુ બજેટ છે. જ્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના કાર્યકાળનું 10મુ બજેટ છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે 39.45 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

જે ગયા વર્ષ કરતાં 4.61 લાખ કરોડ રૂપિયા વધારે છે.

આ બજેટ દરમ્યાન ભારતના આઝાદીના 75 વર્ષ થી 100 વર્ષ સુધીના સમયગાળા ને “અમ્રુત કાળ” જાહેર કરવામાં આવ્યો છે.

આ બજેટમાં પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે 15 હજાર કરોડની ફાળવણી ફાળવણી કરવામાં આવી છે.

Budget 2022 in Gujarati

Budget 2022 in Gujarati : અહીં નાણાકીય વર્ષ 2022-23 માટે રજૂ થયેલ બજેટમાં કયા ક્ષેત્ર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવશે જેવી વિવિધ માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખી તૈયાર કરેલ છે.

Income tex

>> આ બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

>> અને ક્રિપ્ટો કરન્સીની આવક પર 30% ટેક્સ લગાવવામાં આવ્યો છે.

મેડિકલ ક્ષેત્રે

>> National Digital Health Mission લોન્ચ કરવામાં આવશે.

>> માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરાશે.

>> નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત 23 ટેલીમેન્ટલ હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. જેના માટે 86,200 કરોડ ફાળવવામાં આવ્યા છે.  

રોજગાર

>> 5 વર્ષમાં 60 લાખ નોકરી આપવામાં આવશે.

>> આત્મનિર્ભર ભારત અંતર્ગત 16 લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે.

Digitalization (ડિજિટલાઇઝેશન)

>> ભારતના પાસપોર્ટને e-passport બનાવવામાં આવશે. જેના અંતર્ગત પાસપોર્ટ પર Microchip લગાવવામાં આવશે જેના દ્વારા પાસપોર્ટને Track કરી શકાશે.

>> ઈ-ચર્જિંગ સ્ટેશન પર બેટરી અદલા બદલીની સુવિધા ઊભી કરવામાં આવશે. (બેટરી સ્વેપિંગ પોલિસી)

>> Audio, Video, Gaming વિકસિત કરવા માટે એક સમિતિ બનાવવામાં આવશે.

>> ચાલુ વર્ષે 5G મોબાઈલ સેવા સંપૂર્ણ દેશમાં શરૂ કરવાનમાં આવશે.

>> ભારતમાં ડેટા સેન્ટર બનાવવામાં આવશે.

ખેતી ક્ષેત્રે

>> ખેતીમાં ડિજિટલ સર્વિસ અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

>> MSPના 2.7 લાખ કરોડ ખેડૂતોને ફાળવવામાં આવ્યા છે. જે સીધા ખેડૂતના બેન્ક ખાતામાં જમા થશે.  

>> 2023ના વર્ષને મેગા અનાજ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.

>> ગંગાના કિનારાના 5 કિ.મી સુધીના વિસ્તારમાં જૈવિક ખેતીને પ્રોત્સાહિત કરાશે.

>> કૃષિ યુનિવર્સિટીનો સિલેબસ બદલવવામાં આવશે.

>> ખેતીની જમીનના દસ્તાવેજનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે.

બેંકિંગ

>> દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્ક સ્થાપવામાં આવશે.

>> 1.5 લાખ પોસ્ટ ઓફિસની કોર બેન્કિંગ સિસ્ટમ 100 ટકા હશે.

>> પોસ્ટ ઓફિસના અકાઉન્ટ દ્વારા Transactions સરળ બનાવાશે અને પોસ્ટ ઓફિસ ATM સ્થાપવામાં આવશે.

>> નાણાકીય વર્ષ 2022-23માં RBI ડિજિટલ મુદ્રા (Digital currency) લોન્ચ કરશે.

>> તમામ રાજ્યોની અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં માટે દરેક રાજય એક-એક કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.

>> કુલ ખર્ચ : 37.7 લાખ કરવામાં આવશે.

રેલવે

>> આગળના 3 વર્ષમાં 400 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે.

>> વન સ્ટેશન વન પ્રોડક્ટને પ્રમોટ કરવામાં આવશે

>> 2 હજાર કી.મી રેલ્વે નેટવર્કમાં વધારો કરવામાં આવશે.

>> સ્ટેશનો પર બ્રાંડેંડ માલ વેચવાનો નિયમ લાવવામાં આવશે.

>> ચાલુ નાણાંકીય વર્ષમાં રેલ્વે માટે કુલ 2 લાખ 40 કરોડ ખર્ચ કરવામાં આવશે.

ડિફેન્સ (રક્ષા)

>> ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારત પર વધારે જોર આપવામાં આવ્યું છે.

>> સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે, જેના અંતર્ગત 68% રક્ષા ઉપકરણ ભારતીય કંપની પાસેથી ખરીદવામાં આવશે.  

>> આ વર્ષનું રક્ષા બજેટ 5,25,166 કરોડ છે. જે ગયા વર્ષ કરતાં 9.8% વધુ છે.

>> જેના 1,52,369 કરોડ નવા હથિયાર, વિમાન, યુદ્ધપોત અને અન્ય સૈન્ય માલ સામાન ખરીદવામાં આવશે.

>> અને 2.33 લાખ કરોડ કર્મચારી પગાર અને રિટાઇડ કર્મચારીનું પેન્શન માટે રાખવામા આવ્યા છે.  

શિક્ષણ ક્ષેત્ર

>> e-Education માટે Digital university બનાવવામાં આવશે.

>> આ વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં 1 લાખ 4 હજાર 277 કરોડ ખર્ચ કરશે. જે ગયા વર્ષ કરતાં 17% વધુ છે.

>> Digital India e-Learning માટે 400 કરોડ ફાળવવામાં આવ્યા છે.

>> 200 E-Vidya ચેનલ શરૂ કરવામાં આવશે.

>> વિદેશની યુનિવર્સિટીને ભારતમાં તેનું કેમ્પસ સ્થાપવા માટે ભારત સરકાર મદદ કરશે.

>> વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

>> જેમાં ધોરણ 1 થી 12 માટે રાજ્યો તેમની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપશે.

MSME અને ઉદ્યોગ

>> MSME (Ministry of Micro, Small & Medium Enterprises) માટે આવતા 5 વર્ષ માટે 6000 કરોડ ખર્ચ કરવામાં આવશે.

>> ઉદ્યોગ માટે 5.64 લાખ થી વધારી 7.55 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે.

>> ખાનગી રોકાણકારોની ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકાર મદદ કરશે.

>> Co-operative Tax 18% થી ઘટાડી 15% કરવામાં આવ્યો.  

રમત ગમત

>> કેન્દ્ર સરકારે ઓલમ્પિક અને પેરા ઓલમ્પિકમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખી રમત-ગમત ક્ષેત્રનું બજેટ વધાર્યું છે.

>> નાણાકીય વર્ષ 2022-23માં રમત ગમત ક્ષેત્રે 3 હજાર 62 કરોડ 60 લાખ રૂપિયા ફાળવ્યા છે.

>> ખેલો ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ગયા વર્ષે 657.71 કરોડ ફાળવ્યા હતા જેને વધારી આ વર્ષે 974 કરોડ કર્યા છે.

>> ખેલાડીઓ ને કુલ પ્રોત્સાહન અને પુરસ્કાર રાશિમાં વધારો કરી 357 કરોડ કરવામાં આવ્યા.

GST અને GDP

>> નાણાકીય વર્ષ 2021-22માં GDP વિકાસ દર 9.27% વધવાનું અનુમાન છે.   

>>નાણાકીય વર્ષ 2022-23માં 8 થી 8.5% ના દરે વધવાનું અનુમાન છે.

>> Vaccination and Health infrastructure પર સરકાર વધારે ફોક્સ કરશે.

>> GST Collection ડિસેમ્બર 2021 ની અપેક્ષાએ જાન્યુઆરી 2022માં 1 લાખ 40 હજાર કરોડનો વધારો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure)

>> નેશનલ હાઇ-વે 25000 km વધારવામાં આવશે.

>> હાઇ-વે માટે 20,0000 કરોડનું પ્રાવધાન

>> 2025 સુધીમાં તમામ ગામમાં Optical fiber

>> SEZ માટે customs rule સરળ કરવામાં આવશે.

>> પહાડી ક્ષેત્રમાં પર્વતમાળા રોડને PPP મોડલ પર લાવવામાં આવશે.

>> 60 કિમી લંબાઈના 8 નવા રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે.  

આવાસ અને મકાન

>> ગરીબો માટે 48000 કરોડના ખર્ચે 80 લાખ ઘર બનાવવામાં આવશે.

>> શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધુ મહત્વ અપાશે.  

મહિલા સશક્તિકરણ

>> 2 લાખ આંગણવાડીને સક્ષમ આંગણવાડી બનાવાશે.

>> મહિલા-બાળ વિકાસ યોજના પુન:જીવિત કરાશે.

>> આભૂષણો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 5% કરવામાં આવી છે.

💥 નાણામંત્રીના ભાષણનું પોસ્ટમોર્ટમ

1). 46 વાર ‘કર’ શબ્દ બોલ્યા

2). 19 વખત ‘વિકાસ’ શબ્દનો ઉપયોગ કર્યો

3). 28 વખત ‘ડિજિટલ કે ઓનલાઈન’ શબ્દનો ઉપયોગ

4). 19 વખત ‘અર્થવ્યવસ્થા’ શબ્દનો ઉલ્લેખ

Read more

👉 પદ્મ પુરસ્કાર 2022
👉 હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022
👉 નદી ઉત્સવ 2021
👉 ગુજરાત તલાટી ભરતી 2022
Budget 2022 in Gujarati

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment