Join our WhatsApp group : click here

Caves in Gujarat | ગુજરાતમાં આવેલી ગુફાઓ

Caves in Gujarat : અહીં ગુજરાતમાં આવેલી પ્રસિદ્ધ ગુફાઓ વિશે જાણકારી આપી છે. જે GPSC, GSSB, PSI/ASI, Bin-sachivalay, Talati જેવી તમામ પરીક્ષા માટે ઉપયોગી છે.

Caves in Gujarat

ગુજરાતમાં આવેલી ગુફા સ્થાપત્યો વિષે વિસ્તૃત માહિતી અહીં આપેલી છે. જે દરેક સ્પ્રર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ખાંભાલીડાની ગુફાઓ

> શોધ : ઇ.સ 1959 (પી.પી પંડયા દ્વારા)

>રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલી છે.

>આ ગુફાઓનું નિર્માણ ચોથી અને છઠ્ઠી સદી દરમ્યાન થયું હોવાનું મનાય છે. (ક્ષત્રપ –મૈત્રક કાળ)

>ખાંભાલીડાની ગુફામાં એક સ્તૂપ આવેલ છે. જે ચૈત્ય તરીકે ઓળખાય છે.

>ગુફાના મુખ્ય દ્વાર પર ડાબી બાજુએ પદ્મપાણી અવલોકિતેશ્વર અને જમણી બાજુએ વજ્રપાણી નામના બોધિસત્ત્વો આવેલા છે.  

>ખંભાલિડાની ગુફાઓ ચુનાના પથ્થરને કોતરીને બનાવવામાં આવી છે.

>અહીં નાની મોટી 15 જેટલી ગુફાઓ આવેલી છે.

>આ ગુફાઓ બૌદ્ધ સર્કિટનો એક ભાગ છે.

>આ ગુફાઓનું સંચાલન ગુજરાત રાજ્યના પુરાત્તવ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ખાપરા-કોડિયાની ગુફાઓ

>જુનાગઢ જીલ્લામાં આવેલી છે.

>આ ગુફાઓ ચૌથી સદીમાં સમ્રાટ અશોકના સમયમાં બનેલી છે.

>અહી મળેલ અવશેષ પરથી કહી શકાય કે ગુફાઓ મજલાવાળી(માળવાળી) હશે.

>આ ગુફાને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>એક વિશાળ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલી આ ગુફામાં 20 સ્થંભ આવેલા છે.

ઉપરકોટની ગુફાઓ

>આ ગુફાઓ જુનાગઢ જિલ્લામાં આવેલી છે.

>ઇ.સની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં બનેલી હોવાનું માનવમાં આવે છે.

>આ ગુફાઓ બે માળની છે જ્યાં ઉપર જવા પગથિયાની વ્યવસ્થા પણ છે.

>ઉપરકોટની ગુફાઓ બૌધ ધર્મની હોવાનું માનવામાં આવે છે.

બાવાપ્યારાની ગુફાઓ

>જુનાગઢ જીલ્લામાં આવેલી છે.

>બાવાપ્યારાની ગુફાઓ બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી છે.

>અહી ત્રણ હારમાળામાં કુલ 16 ગુફાઓ છે. પહેલી હારમાં ચાર, બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ આવેલી છે.

>ડો.બર્જેસના મત મુજબ આ ગુફાઓ પ્રારંભમાં બૌદ્ધ બિક્ષુકો માટે બનાવવામાં આવી હતી, ત્યારબાદ જૈન લોકો પણ અહી વસવાટ કરતાં હશે તેવું માનવમાં આવે છે.

>આ ગુફાઓમાં જૈનધર્મના પવિત્ર ચિન્હો પણ અંકિત થયેલા છે.

ઢાંકની ગુફા

>રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં ઢાંકમાં આવેલી છે.

>ઢાંકની ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. જેમાં જૈન ધર્મની મૂર્તિઓ અંકિત થયેલી છે.  

>કાઠીયાવાડમાં સૌથી પ્રાચીન જૈન શિલ્પ ગણવામાં આવે છે.

>ઢાંકની ગુફામાં બંને બાજુ વિશિષ્ટ દ્વારા આવેલા છે

કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ

>કચ્છના લખપત તાલુકામાં જૂના પાવાગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે.

>ઇ.સ 1967માં કે.કા શાસ્ત્રીએ આ ગુફાની શોધ કરી હતી.

>અહીં કુલ બે ગુફાઓ છે.

કડિયાડુંગર ગુફા

>ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે.

>અહીં ત્રણ ગુફાઓ આવેલી છે.

>આ ગુફાઓ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે.

>અહીં એક જ પત્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્થંભ આવેલો છે.

>આ સ્તંભના શીરોભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહ ની આકૃતિ છે.

>ઘોડખી ઘડિયાળ તરીકે જાણીતો કોટ આ ગુફામાં આવેલો છે.

સાણા વાંકીયાની ગુફાઓ

>ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં વાંકીયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર ઉપર આ ગુફાઓ આવેલી છે.

>સાણાડુંગર ઉપર 62 ગુફાઓ આવેલી છે.

>લોકવાયકા મુજબ અહી ભીમ અને હડીમ્બાના લગ્ન થયા હતા.

>આ ગુફાઓ મધપુડાના આકારની જેમ ગોઠવાયેલી છે.

>આ સ્થળે રબારી સમાજના ચાર મઢવાળી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

>આ ડુંગર સાથે સાણો અને કુંવર નો ઇતિહાસ પણ જોડાયેલો છે.

>પુરાતત્વ વિભાગ દ્વારા સાણાડુંગરને આરક્ષિત ક્ષેત્ર જાહેર કરેલ છે.

તળાજા ગુફા

>શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાના ડુંગરમાં આ ગુફાઓ આવેલી છે.

>આ ગુફાઓ ત્રીજી સદીની મનાય છે.

>અહીં પથ્થરને કોતરી 30 ગુફાઓ બનાવવામાં આવી છે.

>આ ગુફાઓના સ્થાપત્યોમાં વિશાળ દરવાજો આવેલો છે.

>આ ગુફામાં આવેલ ‘એભલમંડપ’ અને ચૈત્યગૃહ સુરક્ષા અને શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ઉત્તમ નમૂનો છે.

તળાજાએ તાલધ્વગિરિ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.

જિંજુરીઝરની ગુફાઓ

>જામનગર જિલ્લામાં આવેલી છે.  

>ઢાંકની પશ્ચિમે સાતેક કિલોમીટર ના અંતરે સિદસર પાસેની જિંજુરીઝરનીખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે.

>ઇ.સ ની પહેલી અને બીજી સદીની આ આ ગુફાઓ બની હોય તેવું મનાય છે.

જોગીડાની ગુફા

>જોગીડાની ગુફા મહેસાણા જિલ્લામાં તારંગા પર્વત પર આવેલી છે.

>આ ગુફાઓ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે.

>આ ગુફામાં લાલ પથ્થર પર બોધિ વૃક્ષ નીચે ચાર બુદ્ધ મુર્તિ આવેલી છે.

સિયોત ગુફાઓ

>કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી સિયોતની ગુફાનો બોદ્ધ ધર્મ સંબધિત છે.

>આ ગુફાને કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે.

>ઇ.સ પ્રથમ કે બીજી સદીમાં બનેલી આ ગુફાઓમાંથી બૌદ્ધ મુદ્રાઓ, સિક્કા, બ્રાહ્મી અને દેવનાગરી લિપિમાં લખાણ, તાંબાની વિટી, ઘંટ, માટીના વાસણ જેવા અવશેષો મળી આવ્યા છે.

પાંડવ ગુફા

>આ ગુફા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી છે.

>પાંડવ ગુફાના પાંચ ખંડોના અવશેષો આજે પણ જોવા મળે છે. જેમાં એક મોટો કક્ષ ભીમના ખંડ તરીકે ઓળખાય છે.

>આ ગુફાની લંબાઇ આશરે 40 થી 50 ફૂટ જેટલી છે.

>પાંડવો વનવાસ દરમ્યાન અહીં રોકાયા હોવાની માન્યતા છે.

જાંબુવનની ગુફા

>આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બરડા ડુંગરમાં આ ગુફા આવેલી છે.

>જેનો ઉલ્લેખ રામાયણમાં છે તેવા જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડ્યું છે.

>આ ગુફામાં જાંબૂવને એક શિવલિંગની સ્થાપના કરી હતી, તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ મુખ્ય છે.

>ક્રુષ્ણ અવતારમાં જાંબુવંત નામનો રીંછ ભગવાન શિવનો ઉપાસક હતો.

ગૌતમ ગુફા ભાવનગર

>આ ગુફા ગૌતમી નદીના ઉપરના ભાગે આવેલ ગૌતમેશ્વર તળાવના ભાગમાં આવેલ છે.

>અહીં ગુફા સાથે પુરાતન કુંડ પણ આવેલ છે. જે ગૌતમી કુંડ તરીકે જાણીતો છે.

>ઇ.સ 1857ના વિદ્રોહ દરમ્યાન નાના સાહેબ પેશ્વા મહર્ષિ દયાનંદ યોગેન્દ્રનું નામ ધારણ કરીને અહીં રહ્યા હતા.  

Read more

👉 ગુજરાતમાં આવેલી પ્રસિદ્ધ વાવ
👉 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ સ્થાપત્ય
👉 ગુજરાતમાં આવેલા મહેલો
Caves in Gujarat

Caves in Gujarat for GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin- sachivalay, Talati, Clark, and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!