Join our WhatsApp group : click here

Chhota udepur jillo | Chhota udepur District | છોટાઉદેપુર જિલ્લા પરિચય

છોટાઉદેપુર જિલ્લાની રચના

છોટા ઉદેપુર જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી કરવામાં આવી હતી.

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના શાસનકાળમાં Chhota udepur Districtની રચના થય હતી.

Chhota udepur District Taluka List

છોટાઉદેપુર જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.

1). છોટા ઉદેપુર

2). સંખેડા

3). બોડેલી

4). કવાંટ

5). જેતપુર (પાવી)

6). નસવાડી

છોટાઉદેપુર જિલ્લાની સરહદો

ઉત્તેરેદાહોદ અને પંચમહાલ જિલ્લો
પૂર્વમાંમધ્યપ્રદેશ રાજ્ય
દક્ષિણમાંનર્મદા જિલ્લો અને મહારાષ્ટ્ર રાજય
પશ્ચિમમાંવડોદરા જિલ્લો
Chhota udepur District

છોટાઉદેપુર જિલ્લા વિશેષ

1).છોટા ઉદેપુરની ટેકરીઓ’ વિધ્ય પર્વતમાળાનો ભાગ છે.

2). છોટા ઉદેપુર જીલ્લામાં એશિયાનો સૌથી વધુ ફ્લોરસ્પાર નો જથ્થો સંગ્રહાયેલો છે.

3). છોટા ઉદેપુરની આંબાડુંગર અને નૈતિ ટેકરી ખાતે એશિયાનો સૌથી મોટો ફ્લોરોસ્પારનો જથ્થો મળી આવ્યો છે.   

4). છોટા ઉદેપુરના છૂછાપુરા ગામે ‘લીલા રંગના આરસ’ તરીકે ઓળખાતો ‘ડોલામાઈટ પથ્થર’ પણ છોટા ઉદેપુર જિલ્લામાંથી મળી આવે છે.

5). છોટા ઉદેપુર માં આવેલું સંખેડા કલાત્મક લાકડાના કોતરણી કામ (ખરાદી કામ) માટે જાણીતું છે.

6). છોટા ઉદેપુર જિલ્લાના ‘રાઠવા’ કોમના પિઠોરાના ચિત્રો પ્રખ્યાત છે.

7). નર્મદા નદી છોટા ઉદેપુરના હાંફેશ્વર ખાતેથી ગુજરાતમાં પ્રવેશે છે.

8). બ્રિટિશ સમયમાં આ પ્રદેશો રેવા કાંઠાની એજન્સી તરીકે જાણીતી હતો.

9). છોટા ઉદેપુર જીલ્લામાં મકાઈનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત ડાંગર અને ઘઉં પણ થાય છે.

છોટા ઉદેપુર

  • ઇ.સ 1857ના સ્વતંત્ર સંગ્રામ વખતે તાત્યા ટોપે ગુજરાતમાં પ્રવેશી અંગ્રેજીની વિરુદ્ધમાં છોટા ઉદેપુર કબ્જે કર્યું હતું.
  • છોટા ઉદેપુર એક સમય જાણીતું રજવાડું હતું. જ્યાં ‘કાલી નિકેતન’ અથવા ‘નાહર મહેલ’ તરીકે ઓળખતો રાજ મહેલ આવેલો છે.
  • આ ઉપરાંત ‘કુસુમવિલાસ પેલેસ’ છોટા ઉદેપુરમાં આવેલો છે.

સંખેડા

  • ખરાદી કામ (લાકડાના કલાત્મક કોતરણીવાળા ફર્નિચર કામ) માટે જાણીતું છે.

કડીપાણી

  • ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું અહીં આવેલ છે.

(ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુઓ ઓગાળવા માટે તથા ખનીજ તેલના શુદ્ધિકરણ માટે થાય છે.)

છોટા ઉદેપુર જિલ્લાની મુખ્ય નદીઓ

1). મેણ,

2). સુખી,

3). ઓરસંગ

4). હિરણ

5). નર્મદા

સિંચાઇ યોજના

સુખી નદી પર “સુખી ડેમ” આવેલો છે.

લોકમેળા

ધૂળેટીના ત્રીજા દિવસે કવાંટમાં આદિવાસી મેળો ભરાય છે.

કવાંટ મેણ નદીના કિનારે આવેલું છે.

સંગ્રહાલય

છોટાઉદેપુરમાં “આદિવાસી લોકકળા સંગ્રહાલય” આવેલું છે.

લોકકળા

છોટા ઉદેપુરના આદિવાસીઓ ના “રાઠવા” કોમના “પિઠોરા ના ચિત્રો” જાણીતા છે.

Chhota udepur district : : GPSC, Sachivalay, Gaun Seva, Talati, PSI/ASI, TET, TAT, Clerk and All Competitive Examinations…

Important links

છોટા ઉદેપુર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!