અહીં સોલંકી યુગના સમકાલીન સોરઠ (જુનાગઢ) પર શાસન કરતાં ચુડાસમા વંશ વિશે માહિતી આપેલ છે. જેમાં ચુડાસમા વંશ નો ઇતિહાસ અને ચુડાસમા વંશની વંશાવલી આપવામાં આવી છે.
Chudasama vansh in Gujarati
>> ચુડાસમા વંશની રાજધાની વંથલી (જુનાગઢ) હતી
>> આ વંશની સ્થાપના મૂળરાજ સોલંકી પહેલાના સમયમાં જ રાજા ગ્રાહરિપુ દ્વારા કરવામાં આવી હતી.
>> ગ્રાહરિપુનો મૂળરાજ સાથે સંઘર્ષ થયો હતો. ગ્રાહરિપુના પૌત્ર રા’દયાસ નો દુર્લભરાજ સોલંકીએ વધ કર્યો હતો.
>> રા’દયાલના પુત્ર નવઘણે પુન: સત્તા પ્રાપ્ત કરી રાજધાની જૂનાગઢ ખસેડી હતી.
>> રા’નવઘણ પહેલાના પુત્ર રા’ખેંગારની પુત્રી ઉદયમતીના લગ્ન સોલંકી રાજા ભીમદેવ પ્રથમ સાથે થયા હતા.
>> રા’ખેંગાર પહેલાના પૌત્ર રા’ખેંગાર બીજાએ સિદ્ધરાજ જયસિંહની પ્રેમિકા રાણકદેવીનું અપહરણ કર્યું હતું. આથી જ સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર આક્રમણ કરી ઇ.સ 1014માં વિજય મેળવી સજ્જનમંત્રીને સોરઠના દંડાધિપતિ બનાવ્યા હતા.
>> રા’ ખેંગાર બીજાના પુત્ર રા’નવઘણ ત્રીજાએ પુન:બળવો કર્યો હતો પરંતુ અંતમાં સિદ્ધરાજ જયસિંહને ખંડણી આપવાનું શરૂ કર્યું હતું.
>> સોલંકી રાજા ભીમદેવ બીજાના સમયે મહમુદ ગઝનવીના આક્રમણ સમયે જુનાગઢના રા’જયસિંહે ભીમદેવને મદદ કરી હતી.
>> અલાઉદ્દીન ખીલજીના સમયમાં રા’માંડલિક પ્રથમ જૂનાગઢમાં શાસન કરતા હતા.
ચુડાસમા વંશની વંશાવલી
1). ગ્રાહરિપુ (સ્થાપક)
2). રા’કવાત પહેલો
3). રા’દયાસ
4). રા’નવઘણ પ્રથમ (રાજધાની જુનાગઢ ખસેડી)
5). રા’ખેંગાર પ્રથમ
6). રા’નવઘણ બીજો
7). રા’ખેંગાર બીજો (સિદ્ધરાજ જયસિંહની પ્રેમિકા રાણકદેવીનું અપહરણ કર્યું)
8). રા’નવઘણ ત્રીજો (પુન: જુનાગઢની સત્તા મેળવી)
9). રા-કવાત બીજો (કુમારપાળનો સમકાલીન)
10). રા’જયસિંહ પ્રથમ
11). રા’રાયસિંહ
12). રા’મહિપાળ બીજો
13). રા’જયમલ
14). રા’મહિપાળ ત્રીજો
15). રા’ખેંગાર ત્રીજો
16). રા’માંડલિક પ્રથમ
17). રા’નવઘણ ચોથો
18). રા’મહિપાળ ચોથો (સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કર્યો)
19). રા’ખેંગાર ચોથો
20). રા’જયસિંહ બીજો
21). રા’મહીપાળ પાંચમો
22). રા’મોકળસિંહ
23). રા’માંડલિક બીજો
24). રા’મેલિગ
25). રા’જયસિંહ ત્રીજો
26). રા’મહિપાળ દેવ છઠ્ઠો
27). રા’માંડલિક ત્રીજો (ચુડાસમા વંશનો છેલ્લો રાજા, મહમુદ બેગડાએ જૂનાગઢ જીતી લીધું)
Read more