તાજેતરમાં ભારતનું કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ખર્ચની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
મતદારોની સંખ્યામાં અને મોંઘવારીમાં થયેલા વૃદ્ધિને ધ્યાનમાં લઈ તે મુદ્દાની તપાસ કરવા ચૂંટણી પંચે એક સમિતિની રચના કરી હતી.
પૂર્વ IRS અધિકારી હરીશ કુમાર અને ચૂંટણી પંચના સેક્રેટરી જનરલ ઉમેશ સિન્હાની સદસ્યવાળી એક સમિતિની રચના કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા મતદારોની સંખ્યામાં વધારો તેમજ ખર્ચ ફુગાવા સૂચકાંકને આધારે લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં આ સમિતિની ભલામણને આધારે વધારો કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચે છેલ્લે વર્ષ 2014માં ખર્ચ મર્યાદામાં મોટો બદલાવ કર્યો હતો.
ચૂંટણી માટે ખર્ચ મર્યાદામાં વધારો આ પ્રમાણે છે
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ખર્ચ મર્યાદા
અગાઉની મર્યાદા | વધારો થયેલ મર્યાદા | |
---|---|---|
મોટા રાજય | 70 લાખ | 95 લાખ |
નાના રાજયો | 54 લાખ | 75 લાખ |
વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ખર્ચ મર્યાદા
અગાઉની મર્યાદા | વધારો થયેલ મર્યાદા | |
---|---|---|
મોટા રાજય | 28 લાખ | 40 લાખ |
નાના રાજ્યો | 20 લાખ | 28 લાખ |
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951
>> આ અધિનિયમની કલમ 77 મુજબ ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાની તારીખથી ચૂંટણી પરિણામ સુધી પોતાના ચૂંટણી ખર્ચાઓનું એક અલગથી હિસાબનું સરવૈયું રાખવું પડશે.
>> જેમાં ચૂંટણી દરમ્યાન કરવામાં આવતા ખર્ચ જેવા કે રેલીઓ, બેનરો, જાહેર સભાઓ વગેરેનો સમાવેશ થાય છે.
>> આ અધિનિયમના ખંડ 10(A)માં જણાવ્યા મુજબ દરેક ઉમેદવારોએ ચૂંટણી પૂરી થયાના 30 દિવસમાં ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી પંચને જેમાં કરાવવાનો રહેશે.
>> આમ કરવામાં નિષ્ફળ રહેનાર અથવા ચૂંટણી ખર્ચની સાચી માહિતી ન આપનારને 3 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે.
ચૂંટણી પંચ વિષે
>> ચૂંટણી પંચ એક અખિલ ભારતીય સંસ્થા છે. જેથી તે કેન્દ્ર અને રાજય સરકારો બંને માટે સમાન છે.
>> ચૂંટણી પંચની સ્થાપનાનો ઉલ્લેખ ભારતના બંધારણના અનુચ્છેદ- 324માં કરેલો છે.
>> ચૂંટણી પંચ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય 2 કમિશ્નરોનું બનેલું હોય છે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.
>> મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.
>> ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ અને રાજય વિધાનમંડળની ચૂંટણીનું નિયંત્રણ અને નિર્દેશન કરવાનું અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારયાદી નક્કી કરવાનું છે.
>> ચૂંટણી પંચ રાજકીય પક્ષોને માન્યતા આપે છે. અને તેને અનામત ચિન્હ આપે છે.
>> વર્તમાનમાં કેન્દ્રિય ચૂંટણી પંચના અધ્યક્ષ :સુનિલ અરોરા
Read more