Join our WhatsApp group : click here

ભારતીય નાગરિકતા અધિનિયમ-1995|Citizenship Act 1955 in Gujarati

અહીં ભારતીય નાગરિકતા અધિનિયમ-1995માં દર્શાવેલ ભારતીય નાગરિકતાની વ્યાખ્યા, ભારતીય નાગરિકતા પ્રાપ્તિ અને ભારતીય નાગરિકતા સમાપ્તિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

Citizenship Act 1955 in Gujarati

Citizenship Act 1955 in Gujarati : ભારતના બંધારણમાં દર્શાવેલ ભારતીય નાગરિકતા પ્રાપ્તિ અને સમાપ્તિ વિશેનો અધિનિયમ ‘ભારતીય નાગરિકતા અધિનિયમ-1955(Citizenship Act 1955)’ વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

નાગરિકતા એટલે શું ?

સામાન્ય રીતે નાગરિક એને કહેવાય કે જે દેશમાં વસતો હોય, જે દેશ તરફથી મળતાં તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવતો હોય તેને જે તે દેશનો નાગરિક કહેવામા આવે છે.

ભારતમાં નાગરિકતા

>> ભારતીય નાગરિકતાની જોગવાઈ ભારતના બંધારણમાં ભાગ -2 અને અનુચ્છેદ 5 થી 11 માં કરવામાં આવી છે.

>> ભારત એકલ નાગરિકતાનાં સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. અર્થાત રાજયની અલગ નાગરિકતા નથી.

>> ભારતના બંધારણ અનુસાર નાગરિકતા એ કેન્દ્રયાદિનો વિષય છે. રાજયો આ વિષયમાં કોઈ અધિકાર ધરાવતા નથી. નાગરિક સંબધી નિયંત્રનો અને કાયદા બનાવવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે છે.

ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ

 ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ મુખ્યત્વે પાંચ પ્રકારે થઈ શકે છે.(Citizenship Act 1955 in Gujarati) જેની વિસ્તૃત માહિતી નીચે દર્શાવેલ છે.

જન્મ દ્વારા

જે વ્યક્તિ 26 જાન્યુઆરી 1950 અથવા ત્યારબાદ 1 જુલાઇ 1987ના રોજ ભારતમાં જન્મે છે. તે કોઈપણ શરત વગર ભારતના નાગરિક બને છે.

>> જુલાઇ 1987ના રોજ અથવા તો ત્યારબાદ 3 ડિસેમ્બર 2004 સુધી જન્મનાર કોઈપણ વ્યક્તિના માતા અથવા પિતા બે માંથી એક વ્યક્તિ ભારતીય હશે તો તે વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવી શકશે

>> 3 ડિસેમ્બર 2004 બાદ જન્મનાર કોઈપણ વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવવા માટે માતા અથવા પિતા ભારતીય હોવા જોઈએ અને 1 વર્ષની અંદર તેમણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

વંશના આધારે

જે વ્યક્તિ 26 જાન્યુઆરી 1950ના દિવસે અથવા ત્યારબાદ 10 ડિસેમ્બર 1992 પહેલા ભારતની બહાર જન્મી હોય એ ભારતની નાગરિકતા મેળવી શકશે. પરંતુ તેમના જન્મ તેમના માતા અથવા પિતા ભારતીય નાગરિક હોવા જોઈએ.

>> 10 ડિસેમ્બર 1992 બાદ ભારતની બહાર જન્મી હોય તેવી કોઈ વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવી શકશે, (તેમના જન્મ સમયે માતા અથવા પિતા ભારતીય નાગરિક હોવા જોઈએ)

>> 3 ડિસેમ્બર 2004ના રોજ અથવા ત્યારબાદ જન્મેલી કોઈપણ વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવી શકશે જેના માટે તેમના જન્મ સમયે માતા અથવા પિતા એક ભારતીય હશે અને તેમની નોધણી કરવવાની રહેશે.

નોધણી દ્વારા

ભારતના ગેરકાયદેસર સ્થળાંતર કર્યું હોય તે સિવાયનાં વ્યક્તિને ભારત સરકાર નોંધણી દ્વારા નાગરિકતા આપી શકશે જેન માટે અમુક શરતો બનાવવામાં આવી છે.

>> અરજી કર્યાનાં દિવસથી સાત વર્ષ અગાઉ ભારતમાં વસવાટ કર્યો હોય એ વ્યક્તિ મૂળ ભારતીય હોય પરંતુ ઘણા સમયથી અન્ય સ્થળે વસવાટ કરતી હોય તે વ્યક્તિ ભારતના બંધારણને આધીન રહેવાના સોગંધ લે તે સંજોગોમાં તે નોધણી દ્વારા ભારતીય નાગરિકતા મેળવી શકશે.

દેશીયકરણ દ્વારા

ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર કર્યું ન હોય તેવા વ્યક્તિ સિવાય જો કોઈ વ્યક્તિ ભારત સરકારનાં નીચેના નિયમો મુજબ લયકાત ધરાવતી હોય તો તેવી કોઈપણ વિદેશી વ્યક્તિ આ પદ્ધતિ દ્વારા ભારતની નાગરિકતા મેળવી શકશે.

>> વ્યક્તિ એવા દેશની ન હોવી જોઈએ જે દેશમાં ભારતના નાગરિકને દેશીયકરણ દ્વારા નાગરિકતા ન આપતા હોય.

>> વ્યક્તિ વચન આપતી હોય કે ભારતીય નાગરિકતા મળતા જે તે દેશની નાગરિકતા નો ત્યાગ કરશે.

>> વ્યાકતીનું ચરિત્ર સારું હોવું જોઈએ.

>> વ્યક્તિ પાસે બંધારણની અનુસૂચિ-8માં ઉલ્લેખિત ભાષાઓ પૈકી એક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

આ પ્રકારની નાગરિકતા ભારત સરકાર કલા, સાહિત્ય, વિજ્ઞાન, તત્વજ્ઞાન તેમજ માનવ ઉન્નતિ માટેના ક્ષેત્રોમાં સારું એવું યોગદાન આપ્યું હોય તેવા વ્યક્તિને ઉપર મુજબની શરતોમાં બાંધછોડ કરી નાગરિકતા આપી શકશે. પરંતુ તેણે નાગરિક તરીકે ભારતીય બંધારણને નિષ્ઠાવાન રહેવાના શપથ લેવા પડશે.    

પ્રદેશ સમાવિષ્ટ દ્વારા

જ્યારે કોઈ પ્રદેશ મૂળ ભારતનો ન હોય પરંતુ તે પ્રદેશ ભારતમાં ભેળવવામાં આવે તેવા સમયે તે પ્રદેશનાં લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

ભારતીય નાગરિકતાની સમાપ્તિ

નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ત્રણ પ્રકારે નાગરિકતા ગુમાવી શકાય. (Citizenship Act 1955 in Gujarati)

સ્વૈચ્છિક ત્યાગ દ્વારા

કોઈ પૂર્ણ ઉંમરની વ્યક્તિ પોતાની ઈચ્છાથી લેખિતમાં નાગરિકતા ત્યાગની સ્વૈચ્છિક ઘોષણા કરશે ત્યારે તે અને તેમના સગીર વયના બાળકો ભારતની નાગરિકતા ગુમાવશે.

આ પ્રકારની ઘોષણા યુધ્ધની પરિસ્થિતીમાં થઈ હશે તો તેમની નોંધણી લંબાવવામાં આવશે.

બરખાસ્તી દ્વારા

જયારે કોઈ ભારતીય નાગરિક અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લેશે ત્યારે તેમની ભારતીય નાગરિકતા આપોઆપ રદ થઈ જશે સિવાય કે યુદ્ધની પરિસ્થિતીમાં

વંચિત રાખીને

જ્યારે કોઈ નાગરિક છેતરપિંડી કરીને નાગરિકતા હાંસલ કરી હોય તથા ભારતીય બંધારણને વફાદાર ન રહ્યા હોય અથવા તો યુદ્ધ દરમિયાન તેમણે ગેરકાયદેસર વ્યવહાર કર્યો હઓય અથવા સાત વર્ષ માટે ભારતથી દૂર રહ્યો હોય તેવા વ્યક્તિને સરકાર નાગરિકતાથી વંચિત રાખી શકશે.

ભારતીય નાગરિકતા અધિનિયમ 1955માં હાલ સુધીમાં 5 વખત સુધારા થયા છે.

(1) 1986

(2) 1992

(3) 2003

(4) 2005

(5) 2015

Citizenship Act 1955 in Gujarati : : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, Clark….

વધુ વાંચો

👉 ભારતના બંધારણની ટેસ્ટ
👉 ભારતનું બંધારણ PDF
👉 સંપૂર્ણ ભારતનું બંધારણ
Citizenship Act 1955 in Gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!