Join our WhatsApp group : click here

દાંડીયાત્રા | Dandi yatra in gujarati  

અહીં દાંડીયાત્રા (Dandi yatra in gujarati) સંબધિત જાણકારી આપવામાં આવી છે. આપેલ જાણકારી તમને GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Dandi yatra in Gujarati

દાંડીયાત્રાનો સમયગાળો : 12 માર્ચ થી 6 એપ્રિલ 1930
દાંડીયાત્રાનું અંતર : 241 માઈલ
દાંડીયાત્રાના યાત્રાના કુલ દિવસ : 25 દિવસ
દાંડીયાત્રાના પ્રથમ બલિદાની :સરદાર પટેલ
દાંડીયાત્રાના પ્રથમ શહિદ : વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ
દાંડીયાત્રા સમયે ભારતના વાઇસરોય : લોર્ડ ઇરવિન

દાંડીયાત્રાનું મુખ્ય કારણ

તે સમયે અંગ્રેજો દ્વારા 10 પાઇના મીઠા ઉપર 200 પાઇ જેટલો કર લગાવ્યો હતો. વળી મીઠું ગરીબ-શ્રીમંત તમામ માટે જીવન જરૂરીયાતની વસ્તુ છે એટલા માટે ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડીયાત્રા કરવાનું નક્કી કર્યું.

દાંડીયાત્રા સ્થળ પસંદગી

> પ્રથમ તો મહાત્મા ગાંધીજી  એ સાબરમતીથી નીકળીને મહીસાગર સુધી પોતાના સાથીઓ સાથે બદલપૂરમાં પાણી ઉકાળીને મીઠું બનાવવાનું નક્કી થયું હતું.

> પણ બદલપૂર સાબરમતીથી માત્ર 75 માઈલ દૂર હતું વળી યાત્રા 8 દિવસમાં પૂરી થાય તેથી પ્રચાર ઓછો થાય તેવી ગણતરીએ સુરત જિલ્લાના કલ્યાણજી મહેતાએ યાત્રા દાંડી સુધી લઈ જવાનું સૂચન કર્યું.

> સાબરમતીથી દાંડી 241 માઈલનું અંતર હતું વળી ગુજરાતનો ઘણો મોટો વિસ્તાર આવરી લેવાતો હતો.

વાઈસરરોય ઇરવિનને ગાંધીજીનો પત્ર

> તે સમયનાં ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિનને ગાંધીજીએ એક પત્ર લખ્યો હતો તેમાં મહાત્માએ સવિનય કાનૂન ભંગની લડત 12 માર્ચ, 1930 થી શરૂ કરવાની વાઇરસરોયને જાણકારી આપી.

> આ પત્રનો કોઈ જવાબ આવ્યો નહીં.

> ગાંધીજીએ આ પત્રમાં લખ્યું હતું કે : હવે ઈન્તજારની ઘડી પૂરી થઈ ગઈ છે, મે રોટલી માંગી હતી પણ મને પથ્થરો મળ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ

દાંડીયાત્રાની પૂર્વ તૈયારી સ્વરૂપે જાહેર સભાનું આયોજન મહી નદીનાં કાંઠે આવેલ કંકાપૂરમાં થયું ત્યાં 7 માર્ચનાં રોજ સરદાર પટેલની ધરપકડ થઈ.

આમ દાંડીયાત્રામાં પ્રથમ ધરપકડ સરદાર પટેલની થઈ હતી.

12 માર્ચ, 1930 દાંડીયાત્રાની શરૂઆત

> ગાંધીજીએ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી 12મી માર્ચ, 1930 દિવસે દાંડી કુંચની શરૂઆત કરી.

> દાંડીયાત્રા શરૂ કરતાં પહેલા ગાંધીજીએ સાબરમતી આશ્રમની પ્રાર્થના સભામાં પ્રતિજ્ઞા કરી : “હું કાગડા કુતરાનાં મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો પગ નહીં મૂકું”

> 12 માર્ચની સવારે “હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ” (પ્રિતમદાસ) અને “રઘુપતિ રાઘવ રાજા રામ” જેવા ભજન ગાઇને લડતનો પ્રારંભ થયો.

> દાંડીયાત્રામાં શરૂઆતમાં 78 સાથીઓ જોડાયા અને રસ્તામાં જ 2 લોકો ભળતા ગાંધીજી સહિત 81 લોકો થયા.

> દાંડીકૂચનાં પ્રથમ દિવસે બપોરે ચંડોલ તળાવ પાસે વિસામો લીધો અને અસલાલી ગામે પ્રથમ રાત્રિ રોકાણ કર્યું.  

> સત્યાગ્રહી માટે દરેક ગામડે વ્યવસ્થાપક સમિતિ તરીકે યુવાનોની “અરુણ ટુકડી” તૈયાર કરાઇ હતી.

> આ યાત્રામાં માર્ગમાં આવતાં 300 જેટલા ગામનાં મુખીઓએ પોતાના હોદા પરથી રાજીનામાં આપ્યા.

> 24 દિવસની પદયાત્રા બાદ 241 માઈલનું અંતર કાપી 5 એપ્રિલ, 1930નાં રોજ સત્યાગ્રહી દાંડી ગામે પહોંચ્યા હતા.

> ત્યાં યજમાન સિરાજુદ્દીન શેઠે યાત્રાનું સ્વાગત કર્યું. તથા ગામનાં આગેવાન ડાહ્યાભાઈ દેસાઇએ પણ ગામ વતી સત્યાગ્રહીઓનું સ્વાગત કર્યું.

> ગાંધીજી સિરાજુદ્દીન શેઠનાં મહાનમાં રોકાયા હતા તે મકાન તેમણે આઝાદી બાદ રાષ્ટ્રને અર્પણ કઈ દીધું. આ મકાનનું ઈ.સ 1961માં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા દાંડી સ્મારક તરીકે ખુલ્લુ મુકાયું.

> 6 એપ્રિલ. 1930નાં રોજ સવારે સમુદ્ર સ્નાન કરી 6:30 કલાકે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ કર્યો અને ગાંધીજીએ કહ્યું : આજથી હું બ્રિટિશ ઇમારતનાં પાયામાં લૂણો લગાડું છું.

> દાંડીકૂચ પૂર્ણ કર્યા પછી 6 એપ્રિલ થી 16 એપ્રિલ, 1930 સુધી ગાંધીજી આજુ-બાજુનાં ગામડાની મુલાકાત લીધી અને તે દરમ્યાન બોદાલી ગામમાં ગાંધીજીએ કુહાડીથી ખજુરી કાપી અને કાયદાનો ભંગ કર્યો.

> સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં અંભેટી ગામમાં વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલને ખજુરી કાપતા કૂવાડી વાગી જતાં તેનું મૃત્યુ થયું આમ તે દાંડીયાત્રાનાં પ્રથમ શહિદ બન્યા. 

> ગાંધીજીએ અંભેટી ગામની મુલાકાત લીધી એન શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલનાં મૃત્યુને શુદ્ધ બલિદાન તરીકે ઓળખાવ્યું.

> દાંડીની સાથે સાથે મીઠાનાં સત્યાગ્રહો દેશનાં વિભિન્ન ભાગોમાં શરૂ થયા.

> 5 મે, 1930નાં રોજ ધરાસણા જતી વખતે કરાડી ગામે રાત્રે ગાંધીજીની ધરપકડ કરી યરવડા જેલમાં બંધ કર્યા.

દાંડીયાત્રા

દાંડીયાત્રા સમયે ગાંધીજીને મળેલા વ્યક્તિઓ

વ્યક્તિસ્થળ
ઘનશ્યામ બિરલા :જંબુચર (ભરુચ)
પંડિત નહેરુ :કંકાપૂરા
શ્રી નરીમાન :ડભાણ ગામ (નડિયાદ)
શ્રી મહેરઅલી : ડભાણ ગામ (નડિયાદ)

દાંડીયાત્રાનો દેશનાં વિવિધ વિસ્તારમાં પ્રભાવ

1). તામિલનાડુ : ત્રિચનાપલ્લીથી વાયનાડ સુધી સી. રાજગોપાલચારીએ મીઠાનાં સત્યાગ્રહ કર્યો હતો.

2). મલબાર : કાલિકટ થી પાયાનૂર સુધી, કે. કેલપ્પડે મીઠાનાં સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું.

3). પશ્ચિમી સરહદી વિસ્તાર : સરહદનાં ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાને ખુદાઇ ખિદમતગારની લડત ચલાવી હતી.

4). ઓડિશા : ગોપચંદ્ર બન્દુ ચૌધરીનાં નેતૃત્વમાં બાલાસોર, કટક અને પૂરીમાં મીઠાનાં કાયદાનો ભંગ થયો.

5). નાગાલેન્ડ : નાગાલેન્ડનાં રાણી ગાર્ડિનેલ્યુએ માત્ર  13 વર્ષની ઉંમરે ગાંધીજીનાં આંદોલનમાં ભાગ લઈ બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્રોહ કર્યો અને તેમણે આજીવન કેદની સજા થઈ.

આઝાદી બાદ  રાણી ગાર્ડિનેલ્યુ ને નેહરુ સરકારે મુકત કર્યા અને રાણીનું બહુમાન આપ્યું. 

મહત્વપૂર્ણ તથ્યો

1). ગાંધીજીનાં પરિવારમાંથી દાંડી કૂચમાં પત્ની કસ્તૂરબાં, પુત્ર રામદાસ અને મણિલાલ તથા ગાંધીજીનાં પૌત્ર કાંતિલાલ હરિલાલ ગાંધીએ ભાગ લીધો હતો. 

2). કસ્તૂરબાંએ ચંડોળ તળાવ સુધી જ યાત્રા કરી હતી.

3). સવિનય કાનૂન ભંગ દરમિયાન ઇન્દિરા ગાંધીએ કિશોરોની મંઝરી સેનામાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમ્યાન નાના બાળકોની વાનરસેના પણ કાર્યરત હતી.

4). મહાદેવભાઈ દેસાઇએ દાંડી યાત્રાને ભગવાન બુદ્ધની ‘મહાભીનીષ્કરણ’ યાત્રા સાથે સરખાવી છે.

5). સુભાષચંદ્ર બોઝે દાંડી યાત્રાને નેપોલિયનની ‘પેરિસ માર્ચ’ તથા મુસોલીની ની ‘રોમ માર્ચ’ સાથે સરખાવી છે.  

6). દાંડીકૂચનાં દ્રશ્યોનું વર્ણન ચિત્ર સ્વરૂપે કનુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું છે.

7). વિશ્વની મુખ્ય 10 સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીકૂચને સ્થાન મળ્યું છે.

8). દાંડીકૂચની સ્મૃતિમાં ગુજરાત સરકારે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે “મીઠાનો  ડુંગર (Salt of Mountain)” બનાવેલ છે.

9). દાંડી ખાતે 30 જાન્યુઆરી 2019નાં રોજ બાપુની 71મી પુણ્યતિથીનાં નિમિતે 15 એકરમાં ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં 80 સત્યાગ્રહીઓની પ્રતિમા બનાવવામાં આવી છે.

અન્ય સત્યાગ્રહો

👉 મિલ મજૂર આંદોલન અમદાવાદ
👉 ચંપારણ સત્યાગ્રહ
👉 બારડોલી સત્યાગ્રહ
👉 ખેડા સત્યાગ્રહ
👉 બોરસદ સત્યાગ્રહ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!