Join our WhatsApp group : click here

મધ્યકાલીન યુગના છેલ્લા કવિ દયારામ | Dayaram in gujarati

Dayaram in gujarati : ગરબીના પિતા ઉપનામથી જાણીતા મધ્યકાલીન યુગના છેલ્લા સાહિત્યકાર દયારામ વિશેની માહિતી

Dayaram in gujarati

સમયગાળો : 1777 થી 1853
જન્મસ્થળ : ચાંદોદ (કરનાળી)
ક્રમભૂમિ : ડભોઈ (વડોદરા જિલ્લો)  
વતન : ચાંદોદ (વડોદરા જિલ્લો)
જ્ઞાતિ : સઠોદરા નાગર બ્રાહ્મણ
પિતા : પ્રભુરામ ભટ્ટ
માતા : રાજકોર બા
ગુરુ : ઇચ્છારમ ભટ્ટજી
પ્રખ્યાત રચના : ગરબી

શિષ્યો : ગિરજાશંકર લક્ષ્મીરામ દેસાઇ, છોટાભાઈ, શીતબાઈ સોની

દયારામના ઉપનામ

1). ભક્ત કવિ,

2). ગરબીના પિતા,

3). બંસી બોલનો કવિ,

4). રસિક શૃંગાર કવિ,

5). ગરબી સમ્રાટ,

6). બીજી મિરા,

7). નાચતી કિલ્લોલ કરતી ગોપી,

8). ગુજરાતનો બાયરન,

9). ગુજરાતનો હાફિઝ,

10). ગુજરાતનો જયદેવ,

11). વૃંદાવનની ગોપી   

>> દયારામ 15 વર્ષની ઉંમરના થયા ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમનું મોસાળ ડભોઈમાં સ્થાયી થયા અને તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા.

>> દયારામ ડભોઈમાં એક બાળ વિધવા સોનારણ રતન બાઈને ત્યાં રહેતા અને તેમનું છેલ્લું વસિયતનામું તેમના નામે દયારામે કર્યું હતું.

>> દયારામને ન્હાનાલાલે ‘બંસીબોલનો કવિ, પ્રાચીનતાનું મોતી અને વૃંદાવનની ગોપી’ કહ્યા છે.

>> દયારામ બાર ભાષાના જાણકાર હતા.

>> અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરનાર મધ્યકાળના પ્રથમ કવિ દયારામ હતા.

>> દયારામ એટલે ‘નરસિંહ મહેતાથી પ્રારંભ થયેલી મધ્યકાલીન કવિતાનું પૂર્ણવિરામ’ આવું દયારામ વિશે કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું.

>> આખ્યાનને વ્યવસ્થિ ગોઠવવા ભાલણે ‘કડવા’ ની રચના કરી, પરંતુ દયારામે કડવા ને બદલે ‘મીઠા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

>> દયારમે ગુજરાતી ભાષામાં ‘રેખતાં’ નામનું નવું  સાહિત્ય સ્વરૂપ આપ્યું હતું,  

>> દયારામે 86 ક્રુતિની રચના કરી હતી, જેમાં 64 ગુજરાતી, 20 વજ્ર, 1 મરાઠી, 1 સંસ્કૃત ભાષામાં લખેલી છે.

>> દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર ગણવામાં આવે છે.  

દયારામના પ્રસિદ્ધ સાહિત્યસર્જન

1). રૂકમણી વિવાહ,

2). રસિક વલ્લભ,

3). ક્રુષ્ણલીલા,

4). હનુમાન ગરુડ સંવાદ,

5). દાણચાતુરી,

6). રસિક વલ્લભ,

7). ભક્તિવેલ,

8). પ્રેમરસગીતા,

9). ઋતુવર્ણન,

10). આજામિલ આખ્યાન,

11). શ્રીક્રુષ્ણનામ મહાત્મય,

12). તત્વપ્રબંધ,

12). સત્યભામા વિવાહ,

13). મિરાં ચરિત્ર.

દયારામની પ્રખ્યાત પંક્તિઓ

dayaram-in-gujarati
👉 ગુજરાતી સાહિત્યની ટેસ્ટ
👉 મણિશંકર રત્નજી ભટ્ટ
👉 ભવાઇના પિતા અસાઇત ઠાકર
👉 ગરબાના પિતા વલ્લભ ભટ્ટ
Dayaram in gujarati

Dayaram in gujarati : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, clark

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!