Join our whatsapp group : click here

દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 વિજેતા

30 ડિસેમ્બર 2021ના રોજ સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષાઓમાં વર્ષ 2021 માટે તેના પ્રતિષ્ઠિત ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર, યુવા પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરી છે.

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021

>> સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021ને  20 ભારતીય ભાષાઓમાં આપવામાં આવ્યો છે.

>> નમિતા ગોખલેને અંગ્રેજીમાં તેમની નવલકથા ‘થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ’ માટે આ સન્માન મળ્યું છે.

  • અન્ય વિજેતાઓમાં આ પ્રમાણે છે.

1). અનુરાધા શર્મા પૂજારી (આસામી)

2). બ્રત્યા બાસુ (બંગાળી)

3). દયા પ્રકાશ સિંહા (હિન્દી)

4). ખાલિદ હુસૈન (પંજાબી)

5). વિન્દેશ્વરી પ્રસાદ મિશ્રા (સંસ્કૃત)

6). વલી મોહમ્મદ આસિત કશ્તવારી (કાશ્મીરી)  

>> ગુજરાતી, મૈથિલી, મણિપુરી અને ઉર્દુ ભાષાના વિજેતાઓની જાહેરાત પછીથી કરવામાં આવશે.

>> સાહિત્ય અકાદમી એવોર્ડમાં ઈનામ સ્વરૂપે એક તકતી, એક શાલ અને એક લાખ રૂપિયા આપવામાં આવે છે.

>> આ પુરસ્કારની તાંબાની તકતીની ડિઝાઈન પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર 2021

>> બાલ સાહિત્ય પુરસ્કાર 2021 અનીતા વચ્છરજાની એ અંગ્રેજી ભાષામાં આ પુરસ્કાર જીત્યો છે.

>> તેનું પુસ્તક ‘અમૃતા શેર-ગિલ: રિબેલ વિથ આ પેઈન્ટબ્રશ’ માટે આ સન્માન તેને મળ્યું છે.

  • અન્ય વિજેતાઓમાં આ પ્રમાણે છે.

1). મૃણાલ ચંદ્ર કલિતા (અસમિયા)

2). સુનીરમલ ચક્રવતી (બંગાળી)

3). દેવેન્દ્ર મેવાડી (હિન્દી)

4). મજીદ મજાજી (કશ્મીરી)

>> સાહિત્ય અકાદમી બાળ પુરસ્કારમાં ઈનામ સ્વરૂપે એક તકતી અને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે.

સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021

>> મેઘા મજૂમદારને તેની પ્રથમ અંગ્રેજી પુસ્તક ‘A Burning’ માટે જીત્યો છે. જે વર્ષ 2020માં પ્રકાશિત થઈ હતી. મેઘા મજૂમદારનો હાલ ન્યુયોર્કમાં રહે છે. તેનો જન્મ ભારતમાં થયો હતો.

2). અભિજિત બોરા (અસમિયા)

3). ગૌરબ ચક્રવતી (બંગાળી)

4). હિંમાંશુ વાજપાઈ (હિન્દી)

5). શ્વેતપદ્મા શતપથી (સંસ્કૃત)

>> સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારમાં ઈનામ સ્વરૂપે એક તકતી અને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે.

દિલ્હી સાહિત્ય અકાદમી વિશે

સ્થાપના :12 માર્ચ, 1954
પુરસ્કાર આપવાની શરૂવાત :1955
વર્તમાન અધ્યક્ષ :ચંદ્રશેખર કંબાર

>> સાહિત્ય અકાદમી ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા છે. જેને ‘નેશનલ એકેડમી ઓફ લેટર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> દિલ્હી સાહિત્ય અકાદમીનો ઉદેશ્ય ઉચ્ચ સાહિત્યિક માપદંડ સ્થાપિત કરવાનો તથા ભારતીય ભાષાઓમાં થતી ગતિવિધિઓનો સમન્વય કરવાનો છે.

>> દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા બે દ્વિમાસિક જર્નલ પ્રકાશિત કરવામાં આવે છે. જે નીચે મુજબછે.

1). ઇંડિયન લિટરેચર (અંગ્રેજી ભાષામાં)

2). સમકાલીન ભારતીય સાહિત્ય (હિન્દી ભાષામાં)

>> દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે. જે ભારતના બંધારણની અનુસૂચિ-8 મુજબની 22 ભાષાઓમાં અને અંગ્રેજી તથા રાજસ્થાની એમ 24 ભાષાઓમા વિશેષ સાહિત્ય સર્જન બદલ આપવામાં આવે છે.

સાહિત્ય અકાદમી પુરસ્કાર સંબધિત અન્ય માહિતી

>> સૌપ્રથમ હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર ‘માખનલાલ ચાતુર્વેદી’ (હિમ તરંગિણી માટે) ને મળ્યો હતો.

>> દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ગુજરાતી ભાષાના મહિલા સાહિત્યકાર ‘કુંદનિકા કાપડિયા’ (સાત પગલા આકાશમાં માટે) છે. જેને વર્ષ 1985માં મળ્યો હતો.  

>> વર્ષ 1969માં સ્વામી આનંદ, 1983માં સુરેશ જોશી અને વર્ષ 1998માં જયંત કોઠારીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

>> વર્ષ 1957, 1959, 1966 અને 1972માં આ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો.

>> દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મહાદેવભાઈ દેસાઇ (1955), રામનારાયણ પાઠક (1956), જગદીશ જોષી (1979), પ્રિયકાંત મણિયાર (1982) ને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Read more

👉 ખેલ રત્ન પુરસ્કાર 2021
👉 નોબેલ પ્રાઇઝ 2021
👉 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના જાણીતા પુરસ્કારો

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!