Join our WhatsApp group : click here

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Devbhumi Dwaraka jilla na Gk question : અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વપૂર્ણ જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Devbhumi Dwaraka jilla na Gk question

1). દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કયારે થઈ ? : 15મી ઓગસ્ટ 2013

2). દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ ? : જામનગર જિલ્લામાંથી

3). દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ છે ? : નરેંદ્ર મોદી

4). દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલા તાલુકા આવેલ છે ? : ચાર [ખંભાળિયા, કલ્યાણપૂર, ઓખામંડળ(દ્વારકા), ભાણવડ]

5). કચ્છનો અખાત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કઈ બાજુ આવેલ છે ? : ઉત્તરી સીમાએ

6). દેવભૂમિ દ્વારકા જિલ્લાની પૂર્વ દિશામાં આવેલ જિલ્લાની સરહદ ? : જામનગર જિલ્લો

7). દેવભૂમિ દ્વારકા જિલ્લાની દક્ષિણમાં આવેલ જિલ્લાની સરહદ ? : પોરબંદર જિલ્લાની

8). અરબ સાગર દેવભૂમિ દ્વારકા જિલ્લાની કઈ દિશામાં આવેલો છે ? : પશ્ચિમમાં

9). દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : ખંભાળિયા

10). દ્વારકાનું પ્રાચીન નામ : દ્વારાવતી

11). બરડા ડુંગરથી દક્ષિણ-પશ્ચિમે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? : હાલાર પ્રદેશ તરીકે

12). દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલા ટાપુઓ આવેલા છે ? : પાંચ (પાનેરો ટાપુ, કુંભાર ટાપુ, ભિંડર ટાપુ, અજોડ ટાપુ, મોરા ટાપુ)

13). હિન્દુ ધર્મના ચારધામોનું એક ધામ દ્વારકા ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ? : દેવભૂમિ દ્વારકા

14). જગતગુરુ શંકરાચાર્યે સ્થાપેલ મઠ પૈકીનો એક મઠ ‘શારદાપીઠ’ કયા આવેલો છે ? : દ્વારકા

15). દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે ? : ગોમતી નદી

16). શિવજીના બાર જ્યોતિલિંગ પૈકીનું એક જ્યોતિલિંગ “નાગેશ્વર જ્યોતિલિંગ” કયા આવેલું છે ? : શંખોદ્વાર બેટ (દ્વારકા)  

17). શંખોદ્વાર બેટ બીજા કયા નામે ઓળખાય છે ? : બેટ દ્વારકા

18). ભગવના શ્રીક્રુષ્ણએ પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કરતાં પહેલા કયા મહાદેવના આશીર્વાદ લીધા હતા ? : નાગેશ્વર મહાદેવ

19). ગુજરાતમાં શંખોદ્વાર બેટ કયા જિલ્લામાં આવેલો છે ? : દેવભૂમિ દ્વારકા

20). “ફિશરીઝ એકવેટિક સાયન્સિઝ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ” કયા આવેલી છે ? : ઓખા બંદર (દેવભૂમિ દ્વારકા જિલ્લો)  

21). ‘ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ કયા આવેલી છે ? : દ્વારકા (શારદાપીઠ પાસે)

22). દેવભૂમિ દ્વારકામાં આવેલ “ધૂમલી” શેના માટે જાણીતું છે ? : જર્જરિત મંદિરોના ખંડેર માટે

23). ધૂમલીમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : નવલખા મંદિર

24). મહાગંગા અભયારણ્ય કયા આવેલું છે ? : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકામાં

25). “શુદ્ધ ઘી” ક્યાનું વખણાય છે ? : ખંભાળિયાનું (દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક)

26). ટાટાનું સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું (ટાટા કેમિકલ્સ) ક્યાં આવેલું છે ? : મીઠાપૂર (દેવભૂમિ દ્વારકા)

27). મીઠાપૂર પાસેથી કયો ચુનાનો પથ્થર મળે છે ? : મિલીયોલાઇટ

28). દ્વારકામાં આવેલ દ્વારકાધીશનું ‘જગતમંદિર’ કેટલા માળનું છે ? : 07 માળ અને 60 સ્થંભોનું છે.

29). દ્વારકાધીશ મંદિરમાં પાંચમા માળે કયો મંડપ આવેલો છે ? : લડવા મંડપ

30). દ્વારકાધીશના મંદિરમાં કેવી મુર્તિ છે ? : ચતુર્ભુજ શ્યામ મુર્તિ

31). બેટ દ્વારકાથી ઓળખાતા શંખોદ્વાર બેટમાં આવેલ ગોપી તળાવની માટીને શું કહેવાય છે ? : ગોપી ચંદન  

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો👉 click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!