તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન અભ્યાસ (Dharma Guardian 2023 Exercise) યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. આ અભ્યાસ જાપાનના શિગા પ્રાંતના કૈંપ ઈમાઝૂ માં થયો હતો. ભારતીય સેનાની ગઢવાલ રાઇફલ રેજિમેન્ટને આ અભ્યાસમાં ભાગ લીધો હતો. બંને દેશની સેનાએ એક બીજાની રણનીતિ અને તેની સર્વશ્રેષ્ઠ ટેકનિક શેર કરી હતી.
ધર્મ ગાર્ડિયન અભ્યાસ
આ અભ્યાસમાં ભારત અને જાપાનની સેનાએ ભાગ લીધો હતો જેનું આયોજન જાપાનના શિગા પ્રાંતના કૈંપ ઈમાઝૂ માં થયું હતું. વર્ષ 2023માં અભ્યાસનું ચોથું સંસ્કરણ યોજાયું હતું.
ભારત અને જાપાનની સેના વચ્ચે થતાં અન્ય અભ્યાસ
01). માલાબાર અભ્યાસ
02). જીમેક્સ અભ્યાસ
03). શિન્યુ અભ્યાસ
ભારતના અન્ય સૈન્ય અભ્યાસ
ભારત અને મ્યાંમાર : | IMBAX |
ભારત અને રશિયા : | ઇન્દ્ર |
ભારત અને શ્રીલંકા : | મિત્ર શક્તિ |
ભારત અને નેપાલ : | સૂર્ય કિરણ |
ભારત અને UAE : | બિલટ |
ભારત અને બાંગ્લાદેશ : | બોંગો સાગર |
ગઢવાલ રાઇફલ રેજિમેન્ટ
આ રેજિમેન્ટનું નિર્માણ 1887માં થયું હતું બ્રિટિશ શાસન દરમ્યાન તેને રોયલ ગઢવાલ રેજિમેન્ટ કહેવામા આવતી હતી. વર્તમાનમાં આ રેજિમેન્ટમાં 25000 થી વધારે સૈનિકો છે.
ગઢવાલ
ગઢવાલ ઉત્તરાખંડ રાજ્યનું એક ક્ષેત્ર છે. ગઢવાલની સ્થાપના 1000 વર્ષ પહેલા રાજપુતોએ કરી હતી.