ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા વિશે માહિતી

ગુજરાતના મુખ્યમંત્રીની શ્રેણીમાં આજે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી Dr jivraj mehta વિશે જાણીશું. જેમાં જીવરાજ મહેતાનો સામન્ય પરિચય અને તેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેઓ એ કરેલા મહત્વના કાર્યો વિશે જાણીશું.

ડો. જીવરાજ મહેતા

>> 1 મે, 1960 ના રોજ  ગુજરાત રાજયના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડો. જીવરાજ મહેતા હોદ્દો સંભાળ્યો.

>> 18 ઓગસ્ટ, 1960 ના રોજ ગુજરાત વિધાનસભાનો પ્રારંભ થયો. વિધાનસભાનું પ્રથમ સત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ભરાયું હતું. અને અમદાવાદની પોલીટેકનિક (આંબવાડી)ના બિલ્ડીંગમાં સચિવાલય બેસતું.

>> ડો. જીવરાજ મહેતા 1 મે, 1960 થી 19 સપ્ટેમ્બર, 1963 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.

>> ડો. જીવરાજ મહેતા મહાત્મા ગાંધીના અંગત ડોક્ટર હતા.

>> તેમની સ્વતંત્રતા સંગ્રામમાં 1919થી સક્રિય હતા.

>> 1942માં હિન્દ છોડો ચળવળ વખતે યરવડા અને નાસિક જેલમાં તેમણે કરાવાસ ભોગવ્યો હતો.

>> 1946માં મુંબઈ રાજયના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.

>> 1948માં વડોદરા રાજયના દીવાન બન્યા હતા.

>> માર્ચ, 1962માં ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીઓ યોજાઇ, જેમાં Dr jivraj mehta ના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને કુલ 154 બેઠકોમાંથી 113 બેઠક મળી હતી.

>> 1962ની વિધાનસભા ની ચૂંટણીમાં જીવરાજ મહેતા અમરેલી બેઠક પરથી ચૂંટાયા હતા.

>> અમરેલી ડો. જીવરાજ મહેતાનું મૂળ વતન હતું.

>> કંડલા ખાતે ફ્રી ટ્રેડ બનાવવાનું સપનું ડો. જીવરાજ મહેતાનું હતું.

>> કોંગ્રેસ હાઉસ સામે ટ્રાફિક સર્કલ ઉપર મહાગુજરાત ચળવળ દરમિયાન શહીદોનું સ્મારક રચવા અંગેની માંગણી કરતો ઠરાવ “બ્રહ્મકુમાર ભટ્ટે” ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યો.પણ શહિદ સ્મારકના પ્રશ્નનું નિરાકરણ આવ્યું ન હતું.  

>> તેમના કાર્યકાળ દરમિયાન “પારડીની ધાસિયા જમીન” નો પ્રશ્ન ઉદ્દભવ્યો હતો. 

>> ગુજરાતમાં પ્રથમ “અવિશ્વાસની દરખાસ્ત” 9 સપ્ટેમ્બર 1963ના રોજ આવી જે 11 સપ્ટેમ્બર, 1963ના રોજ 32 વિરુદ્ધ 101 મતથી પરાસ્ત થઈ.

>> 19 સપ્ટેમ્બર, 1963 ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

>> આમ તેઓએ ગુજરાતમાં 3 વર્ષ 4 મહિના 21 દિવસ શાસન કર્યું.

>> ત્યારબાદ 1963 થી 1966 સુધી ઈંગ્લેન્ડમાં ભારતના હાઇ-કમિશ્નર તરીકે રહ્યા.

>> 7 નવેમ્બર 1978માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. 

ડો. જીવરાજ મહેતાના સમયમાં થયેલા મુખ્ય કાર્યો

01). Dr jivraj mehta ના શાસનકાળ દરમિયાન ગુજરાત પંચાયત અધિનીયમ 1961 અંતર્ગત ). ગુજરાતમાં 1 એપ્રિલ, 1963 થી પંચાયત રાજનો અમલ થયો. જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રણ પંચાયત અમલમાં આવી.

02). ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપનીની સ્થાપના “બાજવા (વડોદરા)” ખાતે કરવામાં આવી હતી.

04). ગુજરાત યુનિવર્સિટી બાબતનું વિધેયક પસાર કરવામાં આવ્યું.

05). તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા યોજનાનો પાયો નંખાયો.

06). ફરજિયાત શિક્ષણ વિધેયક પસાર કરવામાં આવ્યું.

07). તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત સહકારી મંડળી વિધેયક-1962 પસાર કરવામાં આવ્યો.

08). અંકલેશ્વર તેલ ક્ષેત્ર શોધાયું.

09). મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.

10). સુરજબારી પુલ જે કચ્છ સૌરાષ્ટ્રને જોડતું હતું તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

11). વડોદરા ખાતે પેટ્રોકેમિકલ્સનું કારખાનું નાખવામાં આવ્યું.

Read more

👉 મહાગુજરાત આંદોલન
👉 ગુજરાતની સ્થાપના પછીના આંદોલનો
👉 1857નો વિપ્લવ અને ગુજરાત

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment