Join our WhatsApp group : click here

Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા પંચાયતી રાજના પ્રશ્નો

વર્ષ 2011, 2012 અને 2015નાં વર્ષમાં લેવાયેલ Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા પંચાયતી રાજના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.

પંચાયતી રાજના પ્રશ્નો

Dy.so / નાયબ મામલતદાર -2011

1). પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું? : બળવંતરાય મહેતા કમિટી

2). નીચેની કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી?

A). ઉચ્ચ શિક્ષણ

B). ગ્રામ વીજળીકરણ

C). પરિવાર કલ્યાણ

D). લઘું સિંચાઇ

3). પંચાયતી રાજના મૂળ સિદ્ધાંત પ્રમાણે પંચાયતી રાજની સફળતા માટે શું મહત્વનુ છે?

A). પંચમાં કૃષિ, કામગીરી, શિક્ષણ, ધર્મ અને વ્યાપાર દરકેના એક એક એમ કુલ પાંચ સભ્યો જરૂરી છે.

B). પંચના સભ્યો ગ્રામ સમુદાય દ્વારા પસંદગી અને સ્વીકૃતિ પામેલા તથા શાણા અને આદરણીય હોવા જોઈએ.

C). પંચના ત્રણ પુરુષ અને બે મહિલા સભ્યો હોવા જોઈએ.

D). પંચના ત્રણ સભ્યો 18 થી 35 વર્ષના અને બે સભ્યો 50 થી ઉપરની ઉંમરના હોવા જોઈએ.

4). ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? : પાંચ

5). ગ્રામ પંચાયતની રચના માટે જરૂરી એવી વસ્તી કોઈ ગામ ધરાવતું ન હોય તો નેણે પંચાયત રચવા શું કરવું પડે? : ગ્રામ પંચાયતની રચના માટે જુરૂરી ઓછામાં ઓછી વસ્તી ધરાવતા બે સ્વતંત્ર ગામો ભેગા થઈ સંયુક્ત ગ્રામ પંચાયત રચી શકે.

6). નીચેના માંથી ક્યાં રાજયમાં પંચાયતી રાવ વ્યવસ્થા નથી?

મિજોરમ

નાગાલેન્ડ

મેઘાલય

ત્રણેય  

Dy.so / નાયબ મામલતદાર -2012

1). પંચાયતી રાજ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

A). 72માં બંધારણીય સુધારા વિધેયકથી પંચાયતી રાજને મજબૂત કરવા વ્યવસ્થિત પ્રયાસો કરાયા.

B). 1957માં ગ્રામ વિસ્તાર વિકાસની સામૂહિક વિકાસ યોજના અપેક્ષિત ફળ ન મળતા બળવંતરાય મહેતાના અધ્યક્ષ પડે પેટા સમિતિની રચના કરાઇ.

C). 1952માં ગ્રામ વિસ્તાર વિકાસ માટે ગ્રામજનોનો સહકાર લઈ સામૂહિક વિકાસ કાર્યક્રમોની શરૂવાતને પંચાયત રાજનો પાયો ગણાય ગણાય.

D). 1987માં પંચાયતી રાજાને મજબૂત કરવા લોકસભા વિધેયક રજૂ કરાયું. 

2). ભારતમાં સૌપ્રથમ ‘ત્રિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિ’ અપનાવનાર પ્રથમ રાજય કયું છે? : રાજસ્થાન

3). પંચાયત માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો નથી?

A). બંધારણ સૂચિત વ્યવસ્થા

B). ગ્રામ્ય વિસ્તાર માટેની સંસ્થા

C). રાજય સરકાર સંચાલિત સંસ્થા

D). સ્વશાસનની સંસ્થા 

4). 73માં પંચાયતી રાજ બંધારણીય સુધારણા સબંધમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?

A). કુલ બેઠક 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત

B). પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા અને માર્ગદર્શન આપવા દરેક જીલ્લામાં સ્વતંત્ર ચૂંટણીની રચના કરાઇ.

C). 18 વર્ષની વય પૂર્ણ કરેલ નાગરિકને મતાધિકાર

D). રાજય વિધાનસભા ચુંટણીમાં ગેરલાયક ઠરેલ સભ્ય પંચાયતનો સભ્ય બની શકે નહીં.

5). ગામની જન્મ મરણની નોંધણીની કામગીરી કોણ કરે છે? : તલાટી કમ મંત્રી

6). બળવંતરાય મહેતા સનીતિની રચના શા માટે કરવામાં આવી હતી? : પંચાયતી રાજ વ્યવસ્થા માટે

7). નીચેનામાંથી ગ્રામ પંચાયતનું એકમ કયું છે.  

A). ગામના નાગરિકો

B). ગ્રામસભા

C). કારોબારી સમિતિ

D). સામાજિક ન્યાય સમિતિ

8). પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? : 1957માં

9). ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાનો નિર્ણય કોણ કરે છે? : રાજય સરકાર

Dy.so / નાયબ મામલતદાર -2015

1). બ્રિટિશ ગવર્નર જનરલ ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે?

A). પંચાયતી રાજ

B). પંચ ત્યાં પરમેશ્વર

C). નાના પ્રજાસત્તાક એકમો

D). લોકશાહી વિકેન્દ્રીકરણ

2). ગુજરાતમાં ‘પંચાયતી રાજ’ નો અમલ કઈ તારીખથી થયો ? : 01-04-1963

3). ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? : તાલુકા વિકાસ અધિકારી

4). ગુજરાતનાં પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા? : શ્રીમતી ઇન્દુમતિબહેન શેઠ

5). તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? : વિકાસ કમિશનર

Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા ભૂગોળના પ્રશ્નો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!