ગુજરાત સરકારે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ‘ગ્રો-ગ્રીન યોજના’ ની શરૂવાત કરી છે. આ યોજનાનો આરંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી કર્યો છે.
ગ્રો-ગ્રીન યોજનાનો ઉદેશ્ય
ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા અને શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાનો છે.
Go green yojana in Gujarati
>> આ યોજનાનો લાભ મેક ઇન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોની ખરીદી પર જ મળશે.
>> ગ્રો-ગ્રીન યોજના અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના મંજૂરોને ઈલેકટ્રિક્સ ટુ-વ્હીલરની ખરીદી પર નાણાકીય સહાય આપવામાં આવશે.
>> જેમાં સંગઠિત ક્ષેત્રના મંજૂરોને ઇલેક્ટ્રીક વાહનની કિંમતના 30% અથવા 30 હજાર રૂપિયામાંથી જે ઓછું હોય એ સબસિડી આપવા આવશે.
>> અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને 50% અથવા 30 હજાર રૂપિયામાંથી જે ઓછું હોયએ સબસીડી આપવામાં આવશે.
>> આ ઉપરાંત આ યોજના અંતર્ગત ઇલેક્ટ્રીક વાહનોના RTOના રજીસ્ટ્રેશન ટેકસ તથા રોડ ટેકસ પર એક વખત સબસીડી આપવામાં આવશે.
>> ગ્રો-ગ્રીન યોજનાને અસરકારક અમલીકરણ માટે તથા આ સબસિડી મેળવવા રાજયના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.
Read more