તાજેતરમાં GST (Goods and Services Tax) પરિષદની 49મી બેઠક નવી દિલ્હી ખાતે મળી હતી. તેની અધ્યક્ષતા કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મળા સીતારમણે કરી કરી. આ બેઠકમાં અપીલીય ટ્રિબ્યુનલની સ્થાપના કરવા અંગે ચર્ચા કરવામાં આવી. જેથી પાન-મસાલા અને ગુટખાના ધંધામાં કરચોરી અટકાવી શકાય.
GST પરિષદ ની છેલ્લી બેઠક ડિસેમ્બર 2022માં મળી હતી. જેમાં કાઉન્સીલે ત્રણ ભૂલેને અપરાધ ગણવવાની ભલામણ કરી હતી. જેમાં અધિકારીને ફરજ નિભાવવામાં અવરોધ ઊભો કરવો અને પુરાવા સાથે ઈરાદાપૂર્વક ચેડા કરવા જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.
GST પરિષદ વિષે :
અનુચ્છેદ 279 (A) મુજબ GST પરિષદનું ગઠન કરવામાં આવ્યું. જેમાં નીચે મુજબના સભ્યો હોય છે.
અધ્યક્ષ : કેન્દ્રિય નાણામંત્રી (વર્તમાનમાં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મળા સીતારમણ છે.)
સભ્યો : રાજસ્વ વિભાગ કેન્દ્રિય રાજયસ્તરના મંત્રી અને રાજય સરકારના કર સંભાળતા મંત્રીઓ અથવા રાજય દ્વારા નમિત મંત્રીઓ
GST પરિષદમાં રાજયના પ્રતિનિધિઓને કુલ મતના 2/3 મત અધિકાર પ્રાપ્ત છે. દરેક રાજયને 1 મત આપવામાં આવ્યો છે. (વસ્તી પ્રમાણે)
GST પરિષદમાં મંત્રીઓ ઉપરાંત મતાધિકાર સિવાય અન્ય બે સભ્યો, 2 સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સના ચેરમેન અને નાણાં મંત્રાલયના રાજસ્વ વિભાગના સચિવનો સમાવેશ થાય છે.
GST પરિષદના કાર્યો :
અનુચ્છેદ 279A(4) મુજબ પરિષદને નીચેના કાર્યો સોપવામાં આવ્યા છે.
GST ના દર નક્કી કરવા
GSTમાં સામેલ કરવાની વસ્તુઓ અને સેવાઓ નક્કી કરવી
GST માં સામેલ કરી દેવામાં આવતા કર, સેસ, ઉપકર નક્કી કરવા.
GST લગાવવા માટે વેચાણ ઊથલા (Turn Over)ની સીમા નક્કી કરવી.
ઉત્તર-પૂર્વના 8 રાજ્યો, જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ માટે વિશેષ જોગવાઈ કરવી
અન્ય જોડાયેલી બાબતો