Join our WhatsApp group : click here

ગુજરાતની બહુહેતુક યોજનાઓ | Gujarat bahuhetuk yojana

Gujarat bahuhetuk yojana : અહીં ગુજરાતની મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં કાકરાપાર યોજના, ઉકાઈ યોજના, નર્મદા, મહી-કડાણા યોજના, વણાકબોરી યોજના, ધરોઇ યોજના, દાંતીવાડા યોજના, શેત્રુંજી યોજના અને ભાદર યોજના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. છેલ્લે નાની-નાની બહુહેતુક યોજનાનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે.

ગુજરાતની બહુહેતુક યોજના | Gujarat Bahuhetuk Yojana

Gujarat bahuhetuk yojana : અહીં ગુજરાતની મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

નર્મદા યોજના

>> ઇ.સ 1946માં ગુજરાતનાં પનોતા પુત્ર અને લોખંડી પુરુષ એવા સરદાર પટેલ વચગાળાની સરકારમાં નર્મદા યોજના સાકાર કરવાનો વિચાર કર્યો હતો.

>> ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના નર્મદા યોજના છે.

>> ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિડેટની ઇ.સ 1988માં સ્થાપના કરી હતી.

>> નર્મદા યોજનાથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજયોની સહયારી યોજના છે.

>> ગુજરાતમાં તેના વહેણની લંબાઇ આશરે 158 કિમી, મહારાષ્ટ્રમાં 35 કિમી અને બાકીની લંબાઇ મધ્યપ્રદેશ રાજયમાં છે.

>> 5મી એપ્રિલ, 1961ના રોજ જવાહરલાલ નહેરુના હસ્તે ગુજરાતમાં ગોરા ખાતે પૂર્ણ જળાશયની સપાટીએ 163 મીટરની ઊંચાઈનો બંધ બાંધવા શીલાન્યાસ કરવામાં આવ્યો હતો.

>> નર્મદા બંધની પૂર્ણ જળ સપાટી હાલમાં 138.68 મીટર અને લંબાઇ 1210.02 મીટર છે.

>> બંધના કારણે રચનાર જળાશયની લંબાઇ 214 કિમી અને પહોળાઈ 16.10 કિમી જેટલી છે. જેનું નામ ‘સરદાર સરોવર’ છે.

>> આ બંધમાં 17થી 20 મીટર પોહલા 30 દરવાજા રાખવામા આવ્યા છે.

>> મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે દરદાર સરોવરને લઈને અનુક્રમે 57 : 27 : 16ના ગુણોત્તરની વહેંચાયેલ છે.

>> સરદાર સરોવર યોજનામાં બે વિદ્યુત મથક બંધવામાં આવ્યા છે. જેના પરિણામે 1,450 મેગાવોટ વીજળી પેદા થશે.

>> નર્મદાના ડાબા કાંઠે લગભગ 150 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલા ‘ધૂમખલ સ્લોથ બેઅર’ અભયારણ્યની હદ જળાશયના કાંઠા સુધી લંબાવવામાં આવી છે. આ અભયારણ્યને ‘શૂળપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય’ એવું નામ આપવામાં આવ્યું છે.

ધરોઇ યોજના

>> આ યોજના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ધરોઇ ગામ નજીક તારંગાથી થોડે દૂર આ બંધ બાંધવામા આવ્યો છે. તેમાં 359.57 મીટર પાકો બંધ અને 838.43 મીટર લાંબો કાચો બંધ બાંધવામાં આવ્યો છે.

>> આ બંધ દ્વારા રચાયેલા જળાશયમાં 9.080 લાખ ધનમીટર જેટલું પાણી સંગ્રહી શકાય છે.

>> આ યોજનાનું કામ તેની નહેરો સહિતના બાંધકામ સાથે ઇ.સ 1989માં પૂર્ણ થઈ હતી.

ઉકાઈ યોજના

>> આ યોજના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં, સુરતથી 105 કિમી ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલી છે.

>> ઉકાઈમાં 4927 મીટર લાંબો માટીકામ અને ચણતરનો મિશ્રબંધ છે. તેમાં ચણતર બંધની ઊંચાઈ 68.58 મીટર અને માટીબંધની ઊંચાઈ 80.77 મીટર છે.

>> આ બંધ દ્વારા રચાયેલા સરોવરમાં 8,51,000 હેકટર લીટર જેટલા પાણીનો સંગ્રહ કરી શકાય છે.

>> ઉકાઈ બંધના તળિયાના ભાગમાં આગળ એક જળવિદ્યુત મથક બાંધવામાં આવ્યું છે. જેમા 75 મેગાવોટની જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ધરાવનાર ચાર એકમો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર દ્વારા 300 મેગાવોટ જેટલી જળ વિદ્યુતનું ઉત્પાદન થાય છે.

દાંતીવાડા યોજના

>> ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના પાણીની તંગી દૂર કરવા આ યોજના બનાસ નદી પર હાથ ધરવામાં આવી હતી. બનાસ નદી પર દાંતીવાડા ખાતે 325.25 મીટર લાંબો બંધ બાંધવામાં આવ્યો છે.

>> આ બંધ દ્વારા રચાયેલા જળાશયમાં 464.12 ધનમીટર પાણી સંઘરી શકાય છે. તેનાથી આશરે 44 હજાર હેકટર જમીનને સિંચાઇ પ્રાપ્ત થઈ છે.

કાકરાપાર યોજના

>> સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર નજીક તાપી પર 621 મીટર લાંબો અને 14 મીટર ઊંચો એક આડબંધ બાંધવામાં આવ્યો છે. જે કાકરાપાર યોજના તરીકે ઓળખાય છે.

>> કાકરાપાર યોજના ઇ.સ 1953માં પૂરી થઈ હતી.

>> આ યોજનાથી 2.13 લાખ હેક્ટર જમીનની સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થઈ શકી છે.

>> આ યોજના દ્વારા સુરત જિલ્લાના માંડવી, કામરેજ, ઓલપાડ, મહુવા, માંગરોળ, પલસાણા અને બારડોલી તાલુકાનાં 501 ગામોની અને વલસાડ જિલ્લાના વલસાડ, નવસારી જિલ્લાના નવસારી અને ગણદેવી તથા ચિખલી તાલુકાના 266 ગામોની બે લાખ હેક્ટર કરતાં પણ વધુ જમીનને સિંચાઇ લાભ મળે છે.

શેત્રુંજી યોજના

>> શેત્રુંજી પર સૌરાષ્ટ્રમાં બે જુદા જુદા સ્થળે બંધ બાંધી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ થાય છે.

>> ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીક રાજસ્થળી નામના ગામે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે.

>> આ યોજનામાં કુલ 770 મીટર લાંબો પાકો બંધ અને 2918 મીટર લાંબો કાચો બંધ બાંધવામાં આવ્યો છે. પાકા બંધની ઊંચાઈ 31 મીટર અને કાચા બંધની ઊંચાઈ 16.5 મીટર છે.

>> શેત્રુંજી નદી પર ધારી તાલુકામાં ખોડિયાર બંધ બાંધવામાં આવ્યો છે. આ ખોડિયાર યોજના અમરેલી જિલ્લાની જમીનને સિંચાઇ પ્રાપ્ત થાય છે.

મહી-કડાણા યોજના

>> ભુતપૂર્વ મુંબઇ રાજયએ ખેડા જિલ્લાના પશ્ચિમ ભાગને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો હતો. તેના કાયમી ઉકેલ માટે ઇ.સ 1905માં આ યોજનાના બીજ વવાયા હતા. ઇ.સ 1968માં આ યોજનાને મંજૂરી મળી હતી.

1). વણાકબોરી યોજના : આ યોજના પ્રથમ તબક્કામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરી ગામ પાસે એક 796 મીટર લાંબો અને 21 મીટર ઊંચો બંધ બંધવામાં આવ્યો હતો.  આ યોજના દ્વારા ખેડા જિલ્લાની 1.5 લાખ હેકટર જમીનને સિંચાઇ મળે છે.

2). કડાણા યોજના : આ યોજના મહીસાગર જિલ્લાના સંતરામપૂર તાલુકાના કડાણા ગામ નજીક મહી નદી પર તૈયાર કરવામાં આવેલી બહુહેતુક યોજના છે. આ યોજનાનો પ્રારંભ ઇ.સ 1969થી થયો હતો. કડાણા બંધ પાછળ 172 ચો. કિમીના વિસ્તારનું ભવ્ય જળાશય બન્યું છે. કડાણા બંધની કુલ લંબાઇ 1383.56 મીટર છે.

આ યોજનાનું કામ ઇ.સ 1978માં પૂર્ણ થયું હતું.

ભાદર યોજના

>> રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં ગોમટા ગામની ઉત્તરે-પૂર્વમાં ભાદર નદી પર બંને બાજુ માટીના પેટા બંધ સાથે એક પાકો આશરે 387.2 મીટર લાંબો અને 22.8 મીટર ઊંચો બંધ બાંધવામાં આવ્યો છે.

>> જ્યારે ડાબી બાજુના માટીના બંધની લંબાઇ આશરે 57 મીટર અને જમણી બાજુના બંધની લંબાઇ 57.5 મીટર છે. અને તેની ઊંચાઈ 30 મીટર છે.

>> ભાદર બંધથી રચાયેલ જળાશયમાં 2625 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.

અન્ય બહુહેતુક યોજનાઓ

બંધનું નામ નદી જિલ્લો
નીલાખાભાદરરાજકોટ (ગોંડલ તાલુકો)
મચ્છુમચ્છુમોરબી
પાનમપાનમપંચમહાલ
વાત્રકવાત્રકઅરવલ્લી
શામળાજીમેશ્વોઅરવલ્લી
ભિલોડાહાથમતીઅરવલ્લી
ગુહાઈગુહાઈઅરવલ્લી
ધોળીધજાભોગાવોસુરેન્દ્રનગર
નાયકાભોગાવોસુરેન્દ્રનગર
મુકતેશ્વરસરસ્વતીબનાસકાંઠા
સિપુસિપુબનાસકાંઠા
દમણગંગાદમણગંગાવલસાડ
કરજણકરજણભરુચ
ઉંડઉંડજામનગર
Gujarat bahuhetuk yojana
ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ Click here
ગુજરાતની ભૂગોળની pdf Click here
ગુજરાતની ભૂગોળની ટેસ્ટ Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!