અહીં ગુજરાતનાં તમામ જિલ્લાના નામ અને jilla mathakની યાદી આપવામાં આવી છે. જિલ્લા અને તેના મૂખ્ય મથક સંબધિત પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં અવાર-નવાર પૂછાતા હોય તેથી તમને આ માહિતી ઉપયોગી સાબિત થશે.
ગુજરાતના જિલ્લાનું નામ અને તેનું મુખ્ય મથક
જિલ્લા | જિલ્લા મથક |
---|---|
બનાસકાંઠા | પાલનપુર |
સાબરકાંઠા | હિંમતનગર |
મહેસાણા | મહેસાણા |
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર |
ગાંધીનગર | ગાંધીનગર |
તાપી | વ્યારા |
છોટા ઉદેપુર | છોટા ઉદેપુર |
ગીર સોમનાથ | વેરાવળ |
મોરબી | મોરબી |
આણંદ | આણંદ |
દાહોદ | દાહોદ |
ભરુચ | ભરુચ |
વડોદરા | વડોદરા |
નવસારી | નવસારી |
જુનાગઢ | જુનાગઢ |
ભાવનગર | ભાવનગર |
પાટણ | પાટણ |
વલસાડ | વલસાડ |
અરવલ્લી | મોડાસા |
દ્વારિકા | ખંભાળિયા |
અમદાવાદ | અમદાવાદ |
બોટાદ | બોટાદ |
જામનગર | જામનગર |
કચ્છ | ભુજ |
પોરબંદર | પોરબંદર |
રાજકોટ | રાજકોટ |
અમરેલી | અમરેલી |
પંચમહાલ | ગોધરા |
મહીસાગર | લુણાવાડા |
સુરત | સુરત |
ખેડા | નડિયાદ |
નર્મદા | રાજપીપળા |
ડાંગ | આહવા |
ગુજરાતની સ્થાપના સમયે જિલ્લા આ પ્રમાણે હતા
ગુજરાતની સ્થાપના સમયે કુલ 17 જિલ્લાઓ હતા, અને વર્તમાનમાં કુલ 33 જિલ્લાઓ છે.
1). અમદાવાદ
2). અમરેલી
3). બનાસકાંઠા
4). ભાવનગર
5). ભરુચ
6). ડાંગ
7). જામનગર
9). જુનાગઢ
10). કચ્છ
11). મહેસાણા
12). પંચમહાલ
13). રાજકોટ
14). સાબરકાંઠા
15). સુરત
16). સુરેન્દ્રનગર
17). વડોદરા
નવા જિલ્લાની રચના
ગાંધીનગર- 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી અલગ ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો.
વલસાડ – 1966માં સુરત જિલ્લા માંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો.
તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા 5 જિલ્લા રચવામાં આવ્યા (1997માં) આણંદ, દાહોદ, નર્મદા. નવસારી, પોરબંદર
આનંદ – ખેડા જિલ્લા માંથી બનાવવામાં આવ્યો.
દાહોદ – પંચમહાલ જિલ્લા માંથી અલગ થયો.
નર્મદા – ભરુચ જિલ્લા માંથી બનાવવામાં આવ્યો.
નવસારી – વલસાડ જિલ્લા માંથી અલગ કરવામાં આવ્યો.
પોરબંદર – જુનાગઢ જિલ્લા માંથી નવો જિલ્લો રચવામાં આવ્યો.
પાટણ – 2000 માં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા માંથી પાટણ જિલ્લો રચવામાં આવ્યો.
15 ઓગસ્ટ 2007ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેંદ્રમોદી દ્વારા 7 જિલ્લાની રચના કરવામાં આવી. (અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારિકા, મોરબી, ગીર સોમનાથ)
અરવલ્લી – સાબરકાંઠા જિલ્લા માંથી
તાપી – 2007ના રોજ સુરત જિલ્લા માંથી અલગ થયો.
બોટાદ – ભાવનગર અને અમદાવાદ જિલ્લા માંથી
છોટા ઉદેપુર – વડોદરા માંથી
દેવભૂમિ દ્વારિકા – જામનગર માંથી
મોરબી – રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર માંથી
ગીર- સોમનાથ – જૂનાગઢ જિલ્લા માંથી
વધુ GK વાંચવા અહીં ક્લિક કરો 👉 | click here |
Good morning🌞