>> બંધારણની કલમ 356માં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવી છે.
>> રાષ્ટ્રપતિ શાસનમાં કેન્દ્ર સરકાર રાજયની તમામ સત્તા અને કંટ્રોલ પોતાના હસ્તક કરે છે.
રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગે ?
>> જ્યારે રાષ્ટ્રપતિને કોઈ રાજય સરકાર બંધારણ અનુસાર કાર્ય કરી રહી નથી તેઓ અહેવાલ રાજ્યના રાજયપાલ પાસેથી મળે અથવા રાજયપાલના અહેવાલ વગર રાષ્ટ્રપતિને એવું લાગે તો સંબધિત રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત રાષ્ટ્રપતિ કરી શકે છે.
>> અત્યાર સુધીમાં દેશમાં અલગ અલગ રાજમા 125 વખત અને ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે.
>> તા. 09-2-1974 થી 18-6-1975માં ચીમનભાઈ પટેલની સરકાર વખતે લાગેલું રાષ્ટ્રપતિ શાસન ગુજરાતનું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન છે. જે 1 વર્ષ અને 129 દિવસ સુધી ચાલ્યું હતું.
Table of Contents
Gujarat ma Rashtrapati shasan
રાષ્ટ્રપતિ શાસન સબંધિત બંધારણીય જોગવાઈ અને કારણ જાણ્યા બાદ હવે અત્યાર સુધીમાં ગુજરાતમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસનની માહિતી મેળવીશું.
પ્રથમ રાષ્ટ્રપતિ શાસન
સમયગાળો : 13-5-1971 થી 17-3-1972
રાજ્યપાલ : ડો. શ્રીમન્નારાયણ
મુખ્યમંત્રી : હિતેન્દ્રભાઈ દેસાઇ
બીજું રાષ્ટ્રપતિ શાસન
સમયગાળો : 09-2-1974 થી 18-6-1975
રાજ્યપાલ : કે.કે વિશ્વનાથન
મુખ્યમંત્રી : ચીમનભાઈ પટેલ
ત્રીજું રાષ્ટ્રપતિ શાસન
સમયગાળો : 12-3-1976 થી 24-12-1976
રાજયપાલ : કે.કે વિશ્વનાથન
મુખ્યમંત્રી : બાબુભાઈ પટેલ
ચોથું રાષ્ટ્રપતિ શાસન
સમયગાળો : 17-2-1980 થી 6-6-1980
રાજયપાલ : શારદા મુખર્જી
મુખ્યમંત્રી : બાબુભાઈ પટેલ
પાંચમું રાષ્ટ્રપતિ શાસન (ગુજરાતમાં છેલ્લું)
સમયગાળો : 19-9-1996 થી 23-10-1996
રાજયપાલ : ક્રુષ્ણપાલસિંહ
મુખ્યમંત્રી : સુરેશ મહેતા
વધુ વાંચો
Gujarat ma rashtrapati shasan : : UPSC, GPSC, Police, Bin-sachivalay, Talati, High Corut