Join our WhatsApp group : click here

Gujarat na jangalo | ગુજરાતનાં જંગલો ના પ્રકાર

અહીં Gujarat na jangalo જંગલો અને તેના પ્રકાર સંબધિત જાણકારી આપવામાં આવેલ છે. જે તેમણે GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Gujarat na jangalo

> ગુજરાતનો વન આવરણ વિસ્તાર ગુજરાતનાં કુલ ભૌગોલિક ક્ષેત્રના 7.61% જેટલો છે.

> ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર કચ્છ જિલ્લો (2439. 48 ચો.કિ.મી) ધરાવે છે.

> ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ડાંગ 76.67% (1354 કિ. મી) જિલ્લો ધરાવે છે.

> ગુજરાત સૌથી વધુ મેન્ગ્રુવ વિસ્તાર ધરાવનાર દેશનું બીજા નંબરનું રાજય છે. (1175.07 કિમી) 

ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા

જિલ્લાવિસ્તાર (ચો. કિમી)
કચ્છ2439.48
જૂનાગઢ1738.83
ડાંગ1354.08
વલસાડ 992.70
નર્મદા927.23

ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા

જિલ્લાવિસ્તાર (ચો. કિમી)ટકા (%)
ડાંગ135476.67
વલસાડ99333.00
નર્મદા92732.92
તાપી78525
જૂનાગઢ173920
Gujarat na jangalo

ગુજરાતનાં જંગલો ના પ્રકાર

ગુજરાતમાં જંગલોના ચાર પ્રકાર છે. 1). ભેજવાળા પાનખર જંગલ 2). સુંકા પાનખર જંગલો 3). સુંકા ઝાંખરાવાળા જંગલો 4). મેન્ગૃવના જંગલો  જેની વિગતવાર ચર્ચા કરીશું.

ભેજવાળા પાનખર જંગલ

1). 120 સે. મી. કરતા વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં થાય છે.

2). ગુજરાતમાં દક્ષિણગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ તથા મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, નર્મદા, સૌરાષ્ટ્રમાં ગિરનાર અને શત્રુજંય વિસ્તારમાં આવા જંગલો જોવા મળે છે.

3). માર્ચ/ એપ્રિલમા પાંદડા ખેરવી દે છે.

4). સાગ આ જંગલનું મુખ્ય વૃક્ષ છે.

5). આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો : સાગ, સાલ, સીસમ, શિમળો, સાદડ, બિયો, મહુડો, કાકડા, ધાવડો, કુસુમ, ભોંડારો, ધમન, કેલઇ, ભાંગરો, શિરસ, હળદરવો, કલમ, આંબળા, બહેડાં,

સુંકા પાનખર જંગલો

1). 60 થી 120 સે. મી. કરતાં વધુ વરસદમાં જોવા મળે છે.

2). આ જંગલો મિશ્ર જંગલો પણ કહેવાય છે.

3). આ જંગલો તળ ગુજરાતમાં સાબરકાંઠાના ઉત્તર /પૂર્વ ભાગ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા અને નર્મદા જીલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં જોવા મળે છે.

4). આ જંગલોમાં ‘સવાના’ પ્રકાર જેવુ ઘાસ જોવા મળે છે.

5). આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો -સાગ, વાંસ, ખેર, બાવળ, શિમળો, ટીમરુ, કેસૂડો અને લીમડો

સુંકા ઝાંખરાવાળા જંગલો

1). 60 સે. મી. કરતાં ઓછા વરસાદ વાળા ભાગોમાં જોવા મળે છે.

2). ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગીર- સોમનાથમાં જોવા મળે છે.

3). આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો – બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, ઉમરડો, ગરમાળો, મોખો, રાયણ, લીમડો

મેન્ગ્રુવના જંગલો

Gujarat na jangalo na prakar
Gujarat na jangalo

> કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે, જામનગર અને જુનાગઢ જિલ્લાના કિનારાના પ્રદેશોમાં કાદવકીચડવાળા પ્રદેશ લીધે મેન્ગ્રુવ જંગલ જોવા મળે છે. તેમાં હલકા પ્રકારના ચેરના વૃક્ષો મુખ્ય છે.

> નવસારીના જલાલપોર પાસે 12 ટાપુઓ આવેલા છે. જ્યાં મેન્ગ્રુવના વૃક્ષો જોવા મળે છે.

> મેન્ગ્રુવ વૃક્ષોનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તે સૂકી જમીનો પરનાં વૃક્ષોની સરખામણીમાં કાર્બન ડાયોક્સાઈડમાંથી વધુ પ્રમાણમાં કાર્બનને અલગ પાડે છે.

> દરિયાકિનારે મોટા પ્રમાણમાં મેન્ગ્રુવ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. મેન્ગ્રુવ ક્ષાર સામે ટકી શકે છે અને દરિયાથી તથા ધોવાણ ને કારણે કિનારાનું રક્ષણ કરે છે.

> ગુજરાતમાં કુલ 14 જિલ્લામાં મેન્ગ્રુવ ના જંગલો આવેલા છે. જેમાં સૌથી વધારે મેન્ગ્રુવ ના જંગલો કચ્છ જિલ્લામાં (798. 74 કિમી) ત્યાર બાદ જામનગર જિલ્લામાં આવેલા છે.

સૌથી વધુ મેંગરુવ આવરણ ધરાવતા જિલ્લા

જિલ્લા વિસ્તાર (ચો. કિમી)
કચ્છ798.74
જામનગર231.26
ભરુચ0.94  
Gujarat na jangalo
> ભારતમાં સૌથી વધુ મેન્ગૃવના જંગલો પશ્ચિમ બંગાળમાં આવેલા છે. 

> વિશ્વમાં સૌથી વધુ મેન્ગૃવના જંગલો ઈન્ડોનેશિયામાં જોવા મળે છે.

આ પણ વાંચો

👉 ગુજરાતના જિલ્લાઓ
👉 ગુજરાતનું નદી તંત્ર
👉 ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ
👉 ગુજરાતની જમીનના પ્રકાર
👉 ગુજરાતનું પરિવહન તંત્ર

Gujarat na jangalo : : For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!