Join our WhatsApp group : click here

Gujarat na khanijo | ગુજરાત માંથી મળતા ખનીજો

Gujarat na khanijo : અહીં ગુજરાતમાંથી મળતા મહત્વપૂર્ણ ખનીજો જેવા કે ફ્લોરોસ્પાર, ડોલોમાઈટ, અકીક, ચુનાનો પથ્થર, ચિનાઈ માટી, બોકસાઈટ, વુલેસ્ટોનાઈટ, કેલ્સાઈટ, ગ્રેફાઇટ, ફાયર કલે, મુલતાની માટી, ચિરોડી, પ્લાસ્ટિક કલે, બેન્ટોલાઈટ, લિગ્નાઈટ, સીસુ, જસત અને તાંબુ, મેંગેનિઝ, ખનીજ તેલ અને કુદરતી વાયુ વિષે માહિતી આપવામાં આવી છે.

Gujarat na khanijo

અહિયાં દરેક Gujarat na khanijoની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

ફ્લોરોસ્પાર

>> ફ્લોરોસ્પારના ઉત્પાદનમાં ગુજરાત એશિયામાં પ્રથમ ક્રમે છે.

>> ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગરમાં ફ્લોરોસ્પારનો વિશ્વનો સૌથી વિશાળ જથ્થો રહેલો છે.

>> આંબાડુંગર નજીક કડિપાણી ખાતે ફ્લોરોસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.

>> ફ્લોરોસ્પારનો ઉપયોગ મુખ્યત્વે :

1). ધાતુઓને ઓગાળવા માટે

2). પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવા માટે

3). આયલેસન્ટ કાચ બનાવવા માટે   

ડોલોમાઈટ

>> ડોલોમાઈટ માટે છોટા ઉદેપુરની છુછાપૂરાની ખાણ જાણીતી છે, ત્યાંથી લીલા રંગનો ઉત્તમ પ્રકારનો ડોલોમાઈટ મળી આવે છે.

>> ડોલોમાઈટ એક પ્રકારનો ચૂનાનો પથ્થર છે. જેમાં મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે લાઈમસ્ટોનમાં કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે.

>> ડોલોમાઈટના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં ત્રીજું છે. (પ્રથમ ઓરિસ્સા, બીજું મધ્યપ્રદેશ)

>> ડોલોમાઈટનો ઉપયોગ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે, સિરામિક ઉદ્યોગમાં, રસાયણિક ખાતર ઉદ્યોગમાં અને કાચ જેવા ઉદ્યોગમાં થાય છે.

>> દરિયાના પાણીને શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ ગુજરાતમાં ભાવનગર ખાતે આવેલો છે.

અકીક 

>> અકીકના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.

>> નર્મદા જિલ્લાના રાજપીપળાની ટેકરીમાં અકીકનો જથ્થો મોટા પ્રમાણછે. આ ઉપરાંત અકીક ભરુચ, ભાવનગર, પંચમહાલ, જુનાગઢ જિલ્લામાંથી પણ મળી આવે છે.

>> અકીકનું પોલિશ કામ ગુજરાતના ખંભાત અને જામનગરમાં થાય છે.

>> અકીકની અમુનેદાર વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ ખંભાત ખાતે વિકસ્યો છે.

>> અકીકનો ઉપયોગ મોટા ભાગે શૃંગારની ચીજ-વસ્તુઓ બનાવવા માટે થાય છે.

ચુનાનો પથ્થર

>> ગુજરાતનાં લગભગ મોટાભાગના જિલ્લામાં જૂનાનો પથ્થર મળી આવે છે.

>> ગુજરાત ઉત્પાદનની દૃષ્ટિએ ભારતમાં પ્રથમ નંબરે આવે છે.

>> બાંધકામ માટેના ચુનાનો પથ્થર કોડીનાર, દ્વારકા, પોરબંદરના વિસ્તાર માંથી મોટા પ્રમાણમાં મળી આવે છે.

>> ચુનાના પથ્થરનો સૌથી મોટો અનામત જથ્થો કચ્છ જિલ્લાના ભુજ, મુંદ્રા, લખપત, અબડાસા અને નખત્રાણામાં આવેલો છે.

>> મિલિયોલાઈટ લાઈમસ્ટોન સુરતના તડકેશ્વરમાંથી તેમજ દેવભૂમિ દ્વારકાના મીઠાપૂરમાંથી મળી આવે છે.

>> ચુનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગ, સોડાએશ, સાબુ, રંગ, ચૂનો, ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં થાય છે.

ચિનાઈ માટી  

>> ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ આરસોડિયા ક્ષેત્ર માંથી ચિનાઈ માટીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ થાય છે.  

>> આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, થાન મહેસાણા જિલ્લાના વિરપુર અને કોટ વિસ્તાર ચિનાઈ માટીના ક્ષેત્રો છે.

>> ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમાકે આવે છે.

>> ગુજરાતમાં ચિનાઈ માટીની ચાર રિફાઇનરી આવેલી છે.

1). વિજાપુરમાં (મહેસાણા જિલ્લો)

2). દેવડ (સાબરકાંઠા જિલ્લો)

3). એકલેરા (સાબરકાંઠા જિલ્લો)

4). અરસોદિયા (સાબરકાંઠા જિલ્લો)

>> ચિનાઈ માટીનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં, ચિનાઈ માટીના વાસણો બનાવવા, સિરામિક ઉદ્યોગમાં અને જંતુનાશક દવા બનાવવા માટે થાય છે.   

બોકસાઈટ

>> ભારતમાં બોકસાઈટના ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબર પર છે.

>> ગુજરાતમાં કચ્છ અને જામનગર જીલ્લામાં બોકસાઈટનો મોટો જથ્થો રહેલો છે.

>> બોકસાઈટનો ઉપયોગ મુખ્યત્વે એલ્યુમિનિયમ બનાવવા માટે થાય છે.

વુલેસ્ટોનાઈટ

>> આ ખનીજ દુનિયાના અમુક દેશોમાં રહેલું છે. ભારતમાં ગુજરાત ઉત્પાદનની દૃષ્ટિએ રાજસ્થાન પછી બીજા નંબરે છે.

>> ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપૂર તાલુકાના ઘોડા, ધનપુર, માંજી અને જામરીયા ગામે મળી આવે છે.

>> જેનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં ચમક લાવવા માટે થાય છે.

કેલ્સાઈટ

>> ભારતમાં કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે છે. (પ્રથમ : રાજસ્થાન)

>> ગુજરાતમાં ભાવનગર અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, કચ્છ, સુરત, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા જિલ્લામાં પણ કેલ્સાઈટ મળી આવે છે.

>> ભાવનગર જિલ્લાના મહુવા અને જામનગર ખાતે તેની રિફાઇનરી આવેલી છે.

>> જુનાગઢ જિલ્લામાં ‘પનાલા ડિપોઝીટ’ તરીકે ઓળખાતો કેલ્સાઈટનો મહત્વનો જથ્થો રહેલો છે.

>> કેલ્સાઈટનો ઉપયોગ દંતમંજન, રસાયણિક ખાતરો, બ્લીચિંગ પાઉડર, સીરેમિક અને રબર, મેટલ પોલિશ અને ખાંડ જેવા ઉદ્યોગોમાં થાય છે.

ગ્રેફાઇટ

>> ભારતમાં ગ્રેફાઇટના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે.

>> ગુજરાતમાં અગત્યનો જથ્થો દેવગઢ બારિયા (દાહોદ), જાંબુઘોડા (પંચમહાલ) અને છોટા ઉદેપુરમાં રહેલો છે.

>> ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલ બનાવવા, થર્મોકોલ, સૂકી બેટરી, સ્ફોટક પદાર્થો બનાવવા થાય છે.

ફાયર કલે

>> ફાયર કલેને અગ્નિજીત માટી પણ કહેવાય છે.  

>> ભારતમાં ગુજરાત ફાયર કલેના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. 

>> ફાયર કલેનો અગત્યનો જથ્થો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં છે. આ ઉપરાંત અમરેલી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત અને કચ્છમાં પણ મળી આવે છે.

>> ધાતુ ઓગળવાની ભઠ્ઠી, ફાયરબ્રિક્સ, મેંગ્લોરી નળિયા, કાગળ, દવાઓ, કાપડ અને રબર બનાવટના ઉદ્યોગમાં ફાયર કલેનો ઉપયોગ થાય છે.

મુલતાની માટી

>> આને કુંદી કરવાની માટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> ગુજરાતમાં ભાવનગર, ભરુચ અને કચ્છ જિલ્લામાં મૂલતાનની માટીનો જથ્થો રહેલો છે.  

>> શોષક શક્તિ વધુ હોવાથી ગ્રીઝ, ચરબી, તેલનાં શુદ્ધિકરણ, ચીકાશ અને રંગો દૂર કરવામાં ઉપયોગી છે.

ચિરોડી (જીપ્સન)

>> ભારતમાં ગુજરાત ચિરોડીના ઉત્પાદનમાં ત્રીજા નંબરે છે. (પ્રથમ રાજસ્થાન, બીજું તામિલનાડુ)

>> જામનગર જિલ્લો ચિરોડીના ઉત્પાદનમાં દેશમાં અગત્યનો જિલ્લો છે. તેનું સતાપર કેન્દ્ર સૌથી મહત્વનું કેંદ્ર છે.

>> ગુજરાતમાં જામનગર ઉપરાંત જુનાગઢ, કચ્છ, અમરેલી, ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ ચિરોડી મળી આવે છે.  

>> ચિરોડી અધાતુમય ખનીજોમાં સૌથી અગત્યનું ખનીજ છે.

  >> ચિરોડી જમીનનો ક્ષારતા ઘટાડવા માટે, સિરામિક ઉદ્યોગમાં, પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવાવ માટે, POP બનાવવા માટે ઉયપયોગમાં લેવાય છે.

પ્લાસ્ટિક કલે

>> ભાવનગર, કચ્છ, વલસાડ, રાજકોટ, સુરત, સાબરકાંઠા જિલ્લામાં મળી આવે છે.

>> જેનો ઉપયોગ મેંગ્લોરી નળિયા બનાવવા અને સિરામિક ઉદ્યોગમાં થાય છે.

બેન્ટોલાઈટ

>> બેન્ટોલાઈટના બે પ્રકાર છે :

(1) સોડિયમ બેન્ટોલાઈટ

(2) કેલ્શિયમ બેન્ટોલાઈટ

>> ગુજરાતમાં ભાવનગર અને કચ્છ જિલ્લામાં બેન્ટોલાઈટ મળી આવે છે.

>> જેનો ઉપયોગ ખનીજ તેલ શુદ્ધિકરણ, રસાયણ, સ્ટીલ કસ્ટિંગ, સિરામિક ઉદ્યોગમાં તેમજ જંતુનાશક દવા બનાવવા માટે થાય છે.

લિગ્નાઈટ

>> જે ગુજરાતમાં કચ્છ, ભરુચ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, મહેસાણા જિલ્લામાંથી મળી આવે છે.

>> કચ્છનું પાનન્ધ્રો લિગ્નાઈટ માટે જાણીતું ક્ષેત્ર છે.

>> લિગ્નાઈટનો ઉપયોગ તાપ વિદ્યુત મથકોમાં, ડામર ઉદ્યોગમાં અને રસાયણ ઉદ્યોગમાં થાય છે.

સીસુ, જસત અને તાંબુ

>> ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી મોટા પ્રમાણમાં મળી આવે છે.

>> તાંબુ, સીસું અને જસત મિશ્ર ધાતુ છે.

મેંગેનિઝ

>> ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની શિવરાજ પૂરાની ખાણ માંથી મળી આવે છે.

>> જેનો ઉપયોગ રસાયણિક પ્રક્રિયામાં ઉદિપક તરીકે કરવામાં આવે છે.

ખનીજ તેલ અને કુદરતી વાયુ

>> ભારતના કુલ ઉત્પાદનમાં ખનીજ તેલમાં 41% અને કુદરતી વાયુમાં 47%હિસ્સો ગુજરાતનો છે.

>> ખનીજ તેલ અને કુદરતી વાયુ પહેલી વખત ગુજરાતમાં ઇ.સ 1958માં આણંદ જિલ્લાના લૂણેજ ખાતે મળ્યા હતા.

>> ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર અંકલેશ્વર દેશમાં સૌથી મહત્વનુ સ્થાન ધરાવે છે.

>> ગુજરાતમાં કુલ ત્રણ પેટ્રોકેમિકલ્સ સંકૂલ આવેલા છે.

(1) હજીરા (સુરત)

(2) જવાહર નગર (વડોદરા)

(3) મોટી ખાવડી (જામનગર)

>> હજીરા બંદર દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અથવા પેટ્રોકેમિકલ્સ બંદર છે.

>> કુદરતી વાયુનો સૌપ્રથમ કૂવો ગાંધાર (ભરુચ)માં મળ્યો હતો.

>> સુરતના હજીરા ખાતે ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટને કુદરતી ગેસ મળે છે.

>> ભારતનું સૌથી મોટું IPCL વડોદરામાં આવેલું છે.

>> રીલાયન્સ વિશ્વની છઠ્ઠા નંબરની તેમજ ભારતની પ્રથમ ક્રમાંકની ખાનગી રિફાઇનરી છે.

Gujarat ni Bhugol Quiz Click here
Gujarat ni Bhugol Pdf Click here
Gujarat na khanijo

Gujarat na khanijo : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!