Gujarat na killa : અહીં ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ કિલ્લાઓના નામ અને તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Gujarat na killa
અહીં Gujarat na killa માં ઉપરકોટનો કિલ્લો, ભૂજિયો કિલ્લો, લખોટા કિલ્લો, ડભોઈનો કિલ્લો, ઝીંઝુવાડાનો કિલ્લો, ભદ્રનો કિલ્લો, ધોરાજીનો કિલ્લો અને અન્ય નાના કિલ્લા વિશે માહિતી આપવામાં આવી છે.
ઉપરકોટનો કિલ્લો
> આ કિલ્લો જુનાગઢમાં આવેલો છે.
> આ કિલ્લો હિન્દુઓ, બૌદ્ધ, જૈન, ઈસ્લામિક, નવાબી શાસકો અને બ્રિટિશ કોલોનીના યુગનો સાક્ષી છે.
> આ કિલ્લામાં રાજપૂત રાજવીના મહેલોને વાવો છે. બીજી સદીની બૌદ્ધ ગુફાઓ અને મુસ્લિમોની મસ્જિદ પણ આવેલી છે.
> આ કિલ્લામાં એક મુખ્ય પ્રવેશ દ્વાર છે. અને આ કિલ્લાની દીવાલ 20 મીટર ઊંચી છે.
> આ કિલ્લો ચુડાસમા શાસકો અને મહમદ બેગડાના યુગના પ્રતિક સમાન છે.
> અહીથી ખોદકામ કરવાથી ત્રણ ગંજાવર તોપો પણ મળી આવી છે.
ભૂજિયો કિલ્લો
> આ કિલ્લો કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સ્થિત છે.
> બાહ્ય હુમલાઓથી રક્ષણ મેળવવા માટેના ઉદેશ્યથી બનાવેલ આ કિલ્લાની ઊંચાઈ 160 મીટર છે.
> આ કિલ્લો ઇ.સ 1723માં ભુજના રાજા રાવ ગોંડાજીએ બંધાવ્યો હતો.
> આ કિલ્લા પર એક નાગ દેવતાનું દેવળ પણ છે. જે ભુજંનાગ તરીકે પણ ઓળખાય છે.
> ઇ.સ 1819માં બ્રિટિશ કર્નલ વિલિયમ આ કિલ્લાને જીતી લીધો હતો.
લખોટા કિલ્લો
> આ કિલ્લો જામનગરમાં આવેલો છે.
> આ કિલ્લો 9મી સદીથી 18મી સદીના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે.
> આ કિલ્લો અર્ધવર્તુળકારમાં બાંધવામાં આવ્યો છે.
> કિલ્લામાં “કોઠા” તરીકે ઓળખાતો શસ્ત્રભંડાર છે.
> આ કિલ્લો જામનગરના રાજાનો મહેલ હતો.
> લખોટા કિલ્લાનું મુખ્ય આકર્ષણ અહીં આવેલો એક વિશિષ્ટ કૂવો છે. જેમાંથી જમીનમાં પડેલા એક કાણામાથી ફૂંક મારી પાણી બહાર લાવી શકાય છે.
> વર્તમાનમાં આ કિલ્લો મ્યુઝિયમના રૂપમાં ફેરવેલ છે. જેમાં સૌરાષ્ટ્રના શિલ્પસ્થાપત્યોના સુંદર નમૂના સંગ્રહિત કર્યા છે.
ડભોઈનો કિલ્લો
> ડભોઇનો કિલ્લો વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલો છે.
> આ કિલ્લો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યુ હતું.
> આ કિલ્લાના મુખ્ય સ્થપિત હીરો સલાટ(હીરો કડીયો) હતો.
> આ કિલ્લાના ચાર પ્રવેશ દ્વાર છે, જેનું વર્ણન અલેકઝાન્ડર કિન્લોક ફર્બસે લખેલા “રાસમાળા” માં પણ મળે છે.
ડભોઇના પ્રવેશ દ્વારના નામો
1). પૂર્વમાં હીરાદ્વાર (હીરાભાગોળ)
2). પશ્ચિમમાં વડોદરા દ્વાર (વડોદરી ભાગોળ)
3). ઉત્તરમાં ચાંપાનર દ્વાર (ચાંપાનેરી ભાગોળ)
4). દક્ષિણ નાંદોદ દ્વાર (નાંદોદ ભાગોળ)
> ડભોઇના કિલ્લામાં વિસલદેવ વાઘેલાએ પણ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાનાના મંદિર પાસેના શીલાલેખ પરથી જાણવા મળે છે.
ઝીંઝુવાડાનો કિલ્લો
> આ કિલ્લો કચ્છના નાના રણમાં સ્થિત છે.
> આ કિલ્લાનું નિર્માણ 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
> આ કિલ્લો સમચોરસ આકારનો અને નાના વિસ્તારનો છે. જેને ચાર પ્રવેશ દ્વાર આવેલા છે.
1). મદપોળ દરવાજો
2). રક્ષાપોળ દરવાજો
3). હરીજન દરવાજો
4). ધર્મ દરવાજો
> મદપોળનો દરવાજો મારુ ગજ્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે.
> આ કિલ્લાના નિર્માણ માટે પથ્થરો વિદેશથી મંગાવવામાં આવ્યા હતા.
> આ કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. આ કિલ્લામાં ઈસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે.
ભદ્રનો કિલ્લો
> બાદશાહ અહમદશાહે ઇ.સ 1411માં અમદાવાદ વસાવતાની સાથે પ્રથમ ભદ્રનો કિલ્લો બાંધ્યો હતો.
> ભદ્રના કિલ્લાનું મુહૂર્ત અહમદશાહે શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબના હાથે કરાવ્યુ હતું.
> આ કિલ્લો લગભગ ચોરસ આકારે હતો અને લગભગ 43 ચોરસ એકર જેટલો તેનો વિસ્તાર છે.
> આ વિસ્તાર એટલે કે લાલ દરવાજા, ખાનપુર દરવાજા, શાહપૂર દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપૂર દરવાજા, પ્રેમ દરવાજા, સારંગપૂર દરવાજા, રાયપૂર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગાયકવડ દરવાજા.
> આ કિલ્લાનો મુખ્ય દરવાજો રાજમહેલ પાસે હોવાની માન્યતા છે. જે લાલ દરવાજા નામે ઓળખાતો હતો. હાલમાં તે દરવાજાઓ અસ્તિત્વમાં નથી. આ દરવાજાઓ સીદી સૈયદની મસ્જિદને અડીને હતો.
> આ કિલ્લાની અંદર અહમદશાહે બંધાવેલી જામા મસ્જિદ આજે પણ જોવા મળે છે.
> ભદ્રના કિલ્લાનો ઉલ્લેખ ‘મિરાત-એ-અહમદી’ નામના ગ્રંથમાં જોવા મળે છે.
ધોરાજીનો કિલ્લો
> ધોરાજીનો કિલ્લો રાજકોટ જિલ્લામાં આવેલો છે. જેનું નિર્માણ ઇ.સ 1755માં થયું હતું.
> આ કીલ્લામાં ચાર મુખ્ય પ્રવેશદ્વાર અને ત્રણ નાના પ્રવેશદ્વાર છે. આ નાના પ્રવેશ દ્વારને “બારી” ના નામે ઓળખવામાં આવે છે.
ચાર મુખ્ય પ્રવેશદ્વારના નામો
1). કાઠીયાવાડ દરવાજો
2). પોરબંદર દરવાજો
3). હાલાર દરવાજો
4). જુનાગઢ દરવાજો
ત્રણ નાના પ્રવેશદ્વાર (બારી) ના નામો
1). દરબારી બારી
2). ભીમજી બારી
3). સતી બારી
> આ કિલ્લામાં સુંદર કોતરણી કરવામાં આવેલી છે. આ કિલ્લાનું નક્શીકામ ગોંડલના નવલખા મહેલ જેવુ છે.
ગુજરાતનાં અન્ય કિલ્લાઓ
કિલ્લો | સ્થાન |
---|---|
જૂનો કિલ્લો | સુરત |
પાવાગઢનો કિલ્લો | પંચમહાલ |
ઇલવાદુર્ગનો કિલ્લો | ઇડર,(સાબરકાંઠા) |
ઓખાનો કિલ્લો | દેવભૂમિ દ્વારકા |
ગાયકવાડની હવેલી | અમદાવાદ |
Read more
👉ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની મોક ટેસ્ટ |
👉 ગુજરાતમાં આવેલા મહેલો |
👉 ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની pdf |
👉 સંપૂર્ણ ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો |