Join our WhatsApp group : click here

ગુજરાતનાં મહેલો | Gujarat na mahelo

Gujarat na mahelo : અહીં ગુજરાતમાં આવેલા તમામ મહેલો અને તેના સબંધિત માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગુજરાતનાં અગત્યનાં મહેલો

અહીં Gujarat na mahelo વિષે વિસ્તૃત માહિતી આપેલી છે. જે તમામ સ્પ્રર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

લક્ષ્મીવિલાસ પેલેસ

સ્થળ : વડોદરા

>> વડોદરા શહેરમાં સ્થિત લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે.

>> આ પેલેસનું બાંધકામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયું હતું.

>> આ મહેલના આર્કિટેક મેજર ચાર્લ્સ મંટ હતા.

>> આ મહેલ ઇન્ડો ગોથિક શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

>> આ મહેલમાં ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે.

>> આ મહેલમાં મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય, મોતિબાગ મહેલ આવેલા છે.

આયના મહેલ

સ્થળ : ભુજ (કચ્છ)

>> આ મહેલોની દીવાલ આરસની છે. જેમાં અરીસો લગાડવામાં આવ્યા છે. તેથી તેને આયના મહેલ કહેવાય છે.

>> આ મહેલ મહારાજ લખપતસિંહજીએ બંધાવ્યો હતો.

>> આ મહેલના મુખ્ય સ્થપિત રામસિંહ માલમ હતા.

નજરબાગ પેલેસ

સ્થળ : વડોદરા

>> નજરબાગ પેલેસ જૂનમાં જૂનો ગાયકવાડી મહેલ છે. જેનું બાંધકામ મલ્હાર રાવના સમયમાં થયું હતું.

દોલત નિવાસ પેલેસ (ઇડર)

>> આ પેલેસ ઇડરની અરવલ્લીની પર્વતમાળા પાસે આવેલો છે.

>> મહારાજા દોલતસિંહે આ પેલેસનું બાંધકામ કરાવ્યુ છે.

>> દોલત નિવાસ પેલેસને ‘લાવાદુર્ગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કુસુમ વિલાસ મહેલ

>> કુસુમ વિલાસ પેલેસ એ છોટા ઉદેપુરના રાજ પરિવારનું નિવાસસ્થાન છે.

>> આ મહેલનું નિર્માણ 1920માં કરવામાં આવ્યું હતું.

>> આ મહેલ મુંબઈના પ્રસિદ્ધ આર્કિટેક ભટકર અને ભટકર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું.

હવામહેલ (વઢવાણ)

>> હવા મહેલ વઢવાણના શાસકોની મહત્વકાંક્ષી યોજના હતી.

>> આ મહેલનું નિર્માણ અધૂરું રહી ગયેલ છે.

>> આ મહેલના ડીઝાઇનની પ્રેરણા હિન્દુ અને જૈન મંદિરોના નિર્માણ માટે લેવામાં આવે છે.  

નવલખા મહેલ

>> આ મહેલ ગોંડલમાં આવેલો છે.

>> નવલખા મહેલની સ્થાપના 17મી સદીમાં થઈ હતી.

>> આ મહેલના બાંધકામમાં તે સમયે આશરે 9 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો તેથી તેનું નામ નવલખા મહેલ રાખવામા આવ્યું.

>> વર્તમાનમાં નવલખા મહેલમાં ગોંડલના રાજવી ભગવતસિંહજીને મળેલ ભેટ, સોગાદ તથા લખાણોનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.

રણજીત વિલાસ પેલેસ

>> વાંકાનેર માં સ્થિત છે.

>> વાંકાનેરના રાજવી અમરસિંહજી દ્વારા આ પેલેસનું નિર્માણ વાંકાનેરની ટેકરી પર કરવામાં આવ્યું હતું.

>> આ પેલેસ પર ઇટાલિયન, ડચ અને યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

>> આ મહેલમાં 14 કાઠિયાવાડી ઘોડા અને ઇટાલિયન શૈલીના ફુવારા આવેલા છે.

પ્રાગ મહેલ

સ્થળ : ભુજ (કચ્છ)

>> પ્રાગ મહેલનું બાંધકામ રાવ પ્રાગમલજીએ શરૂ કરાવ્યુ હતું તેમજ ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું.

>> આ મહેલના સ્થપિત કર્નલ હેનરી સેંટ વિલ્કિન્સ હતા.

>> આ મહેલની રચના ઇટાલીયન ગોથિક શૈલીમાં થઈ છે.

>> આ મહેલના 45 ફૂટ ઊંચા ટાવર પરથી આખું ભુજ જોઈ શકાય છે.

દિગ્વીર નિવાસ પેલેસ

>> કાવેરી નદીના કિનારે વાસંદા ખાતે આવેલો છે.

>> મહારાવ વીરસિંહે આ પેલેસનું નિર્માણ કરાવ્યુ હતું.

>> આ મહેલમાં ફ્રેન્ચ, બ્રિટિશ તથા યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.  

વિજય વિલાસ પેલેસ

>> વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકિનારે આવેલ છે.

>> વિજય વિલાસ પેલેસનું બાંધકામ વિજયસિંહજીએ કરાવ્યુ હતું.

>> આ મહેલનું નિર્માણ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું.

>> આ મહેલનું બાંધકામ રાજપૂત સ્થાપત્ય શૈલીમાં થયું છે.

મકરપૂરા પેલેસ

>> વડોદરામાં આવેલો છે.

>> આ પેલેસનું બાંધકામ મહારાજા ખંડેરાવ દ્વારા કરવામાં આવ્યું છે. જેનો જીર્ણોદ્વાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ કરાવ્યો હતો.

>> આ પેલેસ પર ઇટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

>> આ મહેલમાં હાલમાં ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે.

મોતિશાહી મહેલ

>> અમદાવાદ ખાતે આવેલો છે.

>> મોતિશાહી મહેલની સ્થાપના શાહજહાંએ કરી હતી.

>> આ મહેલમાં બ્રિટિશ એંજિનિયર વિલિયમ્સે બગીચાનું નવનિર્માણ કરીને નયનરોમ્ય ઓપ આપ્યો હતો.

>> આ મહેલમાં જે ખંડનો રવીન્દ્રનાથ ટાગોરે અધ્યયન માટે ઉપયોગ કર્યો તે ખંડ ‘ટાગોર સ્મૃતિખંડ’ તરીકે ઓળખાય છે.

>> ઇ.સ 1975થી મોતિશાહી મહેલને ‘શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક’માં રૂપાંતરિત કરવામાં આવ્યું.   

ગુજરાતમાં આવેલા અન્ય મહેલો

નીલમબાગ પેલેસભાવનગર
પ્રેમભવનછોટાઉદેપુર
લખોટા મહેલજામનગર
ઘ ઓરચાર્ડ પેલેસગોંડલ
નવાબનો પેલેસચોરવાડ (જુનાગઢ)
આર્ટ ડેકો પેલેસમોરબી
કવિ કલાપીનો મહેલલાઠી (અમરેલી)
બાલારામ પેલેસપાલનપુર
રાણકદેવીનો મહેલજુનાગઢ
બાલા વિલાસ પેલેસવઢવાણ
ખંભાળાનો પેલેસપોરબંદર
વિભા વિલાસ પેલેસજામનગર
પ્રતાપ વિલાસ મહેલજામનગર
પ્રતાપ વિલાસ પેલેસવડોદરા
શરદબાગ પેલેસ ભુજ (કચ્છ)
ધ ઓરચાર્ડ પેલેસ ગોંડલ
આર્ટ ડેકો પેલેસ મોરબી
રૂઠીરાણીનું મહેલ સાબરકાંઠા
બાલ વિલાસ વઢવાણ
ખંભાળાનો પેલેસ પોરબંદર
હુઝૂર પેલેસ પોરબંદર
હજારબારીનો મહેલ રાજપીપળા
Gujarat na mahelo

Read more

👉ગુજરાતમાં આવેલી ગુફાઓ
👉ગુજરાતના સાંસ્ક્રુતિક વારાસાની ટેસ્ટ
👉ગુજરાતનાં વારસાની Pdf

Gujarat na mahelo For GPSC, GSSSB, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Clark and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!