અહીં ગુજરાતના વિવિધ ધર્મના પ્રસિદ્ધ તીર્થસ્થળો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં હિન્દુ, જૈન, મુસ્લિમ, યહૂદી, ખ્રિસ્તી અને પારસી ધર્મના તીર્થસ્થળોનો સમાવેશ કર્યો છે. જેમાં યાત્રાધામનું નામ તેને સબંધિત જિલ્લો અને તેની વિશેષતા વિશે માહિતી આપેલ છે.
Table of Contents
હિન્દુ ધર્મના પ્રસિદ્ધ તીર્થસ્થળો
તીર્થસ્થળ
જિલ્લો
વિશેષતા
સોમનાથ
ગીર-સોમનાથ
પ્રથમ જ્યોતિલિંગ
નાગેશ્વર
દેવભૂમિ દ્વારિકા
બારમું જ્યોતિલિંગ
અંબાજી
બનાસકાંઠા
51 શક્તિપીઠમાનું એક
પાવાગઢ
પંચમહાલ
51 શક્તિપીઠમાનું એક (મહાકાળીમાંનું મંદિર)
બહુચરાજી
મહેસાણા
બહુચર માતાનું પ્રસિદ્ધ મંદિર
ઉમિયા ધામ ઊંઝા
મહેસાણા
કડવા પટેલ સમાજના કુળદેવી ઉમિયા માતાનું મંદિર
ખોડલધામ
રાજકોટ
લેઉવા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાનું મંદિર
રાજપરા
ભાવનગર
ખોડિયાર માતાનું પ્રાચીન મંદિર
દ્વારકા
દેવભૂમિ દ્વારકા
દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર (જગત મંદિર)
વીરપૂર
રાજકોટ
સંત જલારામ બાબાની સમાધી
ગઢડા
બોટાદ
સ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રસિદ્ધ મંદિર
વડતાલ
ખેડા
ગુજરાત સરકારે યાત્રાધામ જાહેર કરેલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર
સાળંગપૂર
બોટાદ
કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું મંદિર
બગદાણા
ભાવનગર
સંતશ્રી બજરંગદાસ બાપાની સમાધી
અક્ષરધામ
ગાંધીનગર
BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર
બોચાસણ
આણંદ
સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાનું મુખ્ય મથક
ફાગવેલ
ખેડા
ભાથીજી મહારાજનું પ્રસિદ્ધ મંદિર
પરબ
જુનાગઢ
સતદેવીદાસ અમરદેવી દાસની સમાધી સ્થળ
સતાધાર
જુનાગઢ
સંત આપાગિગાની સમાધી
સમઢીયાળા
ભાવનગર
ગંગાસતીની સમાધી
કોટેશ્વર
કચ્છ
કચ્છ જિલ્લાનું પ્રસિદ્ધ શિવ મંદિર
ગોપનાથ
ભાવનગર
નરસિંહ મહેતાએ ઉપાસના કરી હતી તે શિવજીનું દેવાલય
કાયાવરોહણ
વડોદરા
ભગવાન લકુલિશનું મંદિર
નારેશ્વર
વડોદરા
સંત રંગઅવધૂતનો આશ્રમ
ગલતેશ્વર
ખેડા
સોલંકી કાળનું 1000 વર્ષ જૂનું શિવ મંદિર
ડાકોર
ખેડા
રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર
કામરેજ
સુરત
ગુજરાતનું નારદ-બ્રહ્માનું એકમાત્ર મંદિર
શામળાજી
અરવલ્લી
વિષ્ણુ ભગવાનની ગદાધર શ્યામ સ્વરૂપની મુર્તિ વાળું મંદિર
જૈનધર્મના પ્રસિદ્ધ તીર્થ સ્થળો
તીર્થસ્થળ
જિલ્લો
વિશેષતા
પાલિતાણા
ભાવનગર
જૈન ધર્મનું સૌથી મહત્વનું તીર્થસ્થળ જ્યાં 863 મંદિરો આવેલા છે.
શંખેશ્વર
પાટણ
પાલિતાણા પછીનું જૈન ધર્મનું મહત્વનું યાત્રાધામ
મહુડી
ગાંધીનગર
સુખડીનો પ્રસાદથી જાણીતું ઘંટાકર્ણ મહારાજનું મંદિર
ગિરનાર
જુનાગઢ
નેમિનાથનું મંદિર આવેલું છે.
ભોયણી
અમદાવાદ
મલ્લિકાનાથનું મંદિર
તારંગા
મહેસાણા
ભગવાન અજિતનાથની મુર્તિ (એક પથ્થરમાંથી કોતરેલી)
મહેસાણા
મહેસાણા
સમંધર સ્વામિનું મંદિર
ખ્રિસ્તી ધર્મના તીર્થસ્થાનો
તીર્થસ્થળ
જિલ્લો
વિશેષતા
બોરસદ
આણંદ
ફૂલમાતાનું મંદિર
વડોદરા
વડોદરા
નિષ્કલંક માતાનું મંદિર
ખાંભોળજ
આણંદ
નિરાધારોની માતાનું મંદિર
પેટલાદ
ખેડા
આરોગ્યમાતાનું મંદિર
મુસ્લિમ ધર્મના તીર્થસ્થાનો
તીર્થસ્થળ
જિલ્લો
વિશેષતા
મીરાંદાતાર
મહેસાણા
પ્રસિદ્ધ મીરાંદાતારની દરગાહ
દાતાર
જુનાગઢ
જમિયલશા પીરની દરગાહ
શેલાવી
મહેસાણા
દાઉદી વ્હોરા સમાજની દરગાહ
દેલમાલ
પાટણ
હસનપીરની દરગાહ
પારસી ધર્મના તીર્થસ્થળો
તીર્થસ્થળ
જિલ્લો
વિશેષતા
સંજાણ
વલસાડ
પારસીઓ સૌપ્રથમ સંજાણ ઉતર્યા હતા.
ઉદવાડા
વલસાડ
પારસીઓનો પવિત્ર અગ્નિ ‘આતશે બહેરામ’ આજે પણ પ્રજવલિત છે. (જે પારસીઓ ઈરાનથી લાવેલા હતા)