અહીં Gujarat na Rajyapal સબંધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનાં અત્યાર સુધીના રાજયપાલોની યાદી, રાજયપાલની બંધારણીય જોગવાઈ, ગુજરાતનાં રાજયપાલ સંબધિત તથ્યો અહીં આપવામાં આવ્યા છે.
રાજયપાલ વિશે :-
રાજયપાલના હોદ્દાની બંધારણમાં જોગવાઈ અનુચ્છેદ : 153માં આપવામાં આવી છે. રાજયપાલ રાજયના બંધારણીય વડા (Consatitution Head of state) હોય છે. રાજયની તમામ વહીવટી શક્તિઓ રાજયપાલમાં નિહિત હોય છે. રાજય તથા રાજય સરકારના બધા જ કાર્ય રાજયપાલના નામે થાય છે.
Gujarat na Rajyapal : વર્તમાનમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત છે. જે ગુજરાતનાં 20માં રાજયપાલ છે. (જો કાર્યકારી રાજયપાલ ગણીએ તો તેઓ 25માં રાજયપાલ છે.)
Gujarat na Rajyapal
શ્રી મહેંદી નવાઝ જંગ | 1960-65 |
શ્રી નિત્યાનંદ કાનુનગો | 1965-67 |
શ્રી પી. એન. ભગવતી (કાર્યકારી) | 07-12-1967 થી 25-12-1967 |
શ્રી મન્નારાયણ (પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન) | 1967-73 |
શ્રી પી. એન. ભગવતી (કાર્યકારી) | 17/3/1973- 3/4/1973 |
શ્રી કે.કે. વિશ્વનાથન | 1973-1978 |
શ્રીમતી શારદા મુખરજી (પ્રથમ મહિલા રાજયપાલ) | 1978-1983 |
પ્રો. કે. એમ. ચાંડી | 1983 થી 1984 |
શ્રી બ્રજકુમાર નહેરુ | 1984-1986 |
શ્રી રામક્રુષ્ણ ત્રિવેદી | 1986-1990 |
શ્રી મહિપાલસિંહ શાસ્ત્રી | 3/5/1990 થી 20/12/1920 |
ડો. સરૂપસિંહ | 1990-1995 |
શ્રી નરેશચંદ્ર સક્સેના | 1995-96 |
શ્રી ક્રુષ્ણપાલ સિંહ | 1996-98 |
શ્રી અંશુમાન સિંહ | 1988-99 |
શ્રી કે.જી બાલક્રુષ્ણન (કાર્યકારી) | 15/1/199 થી 17/3/1999 |
શ્રી સુંદરસિંહ ભંડારી | 1999-2003 |
શ્રી કૈલાશપતિ મિશ્રા | 2003-04 |
શ્રી બલરામ જાખડ (કાર્યકારી) | 3/7/2004 થી 19/7/2004 |
શ્રી નવલકિશોર શર્મા | 2004-09 |
શ્રી એસ. સી. જામીર (કાર્યકારી) | 30/7/09 થી 26/11/09 |
ડો. કમલા બેનિવાલ | 2009-14 |
શ્રીમતી માર્ગારેટ આલ્વા | 7/7/2014 થી 15/7/2014 |
ઓમ પ્રકાશ કોહલી | 2014-19 |
આચાર્ય દેવવ્રત | 2019 થી વર્તમાન રાજયપાલ |
ગુજરાતના રાજયપાલ સંબધિત તથ્યો :
1). ગુજરાતના પ્રથમ રાજયપાલ : મહેદી નવાઝ જંગ
2). ગુજરાતનાં પ્રથમ કાર્યકારી રાજયપળ : નિત્યાનંદ કાનૂનગો
3). ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે રાજયપાલ : શ્રીમન્નારાયણ
4). ગુજરાતમાં સૌથી ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા રાજયપાલ : કે.કે વિશ્વ નાથન
5). જેમના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા રાજયપાલ : કે.કે વિશ્વ નાથન
6). ગુજરાતનાં પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી
7). સૌપ્રથમ મહિલા રાજયપાલ કે જેમના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય : શારદા મુખર્જી
8). જેમના સમયમાં ગુજરાતમાં સૌથી ટૂંકાગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા રાજપાલ : ક્રુષ્ણપાલ સિંઘ
રાજયપાલ સંબધિત બંધારણના અનુચ્છેદ :-
અનુચ્છેદ : 153 -રાજયોના રાજપાલ
અનુચ્છેદ : 155 -રાજયપાલની નિમણૂક
અનુચ્છેદ : 156 -રાજયપાલના હોદ્દાની મુદ્દત
અનુચ્છેદ : 157 -રાજયપાલ તરીકે નિમણૂક માટેની લાયકાતો
અનુચ્છેદ : 158 -રાજયપાલના હોદ્દાની શરતો
અનુચ્છેદ : 159 -રાજયપાલને લેવાના શપથ
અનુચ્છેદ : 160 -અમુક આકસ્મિક પ્રસંગે રાજયપાલના કાર્યો બજાવવા બાબત
અનુચ્છેદ : 161 -માફી વગરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની રાજયપાલની સત્તા
વધુ વાંચો :-
👉 ભારતના તમામ રાજયોના વર્તમાન રાજયપાલ |
👉 ગુજરાતનાં અત્યાર સુધીના મુખ્યમંત્રી |
👉 ગુજરાતના વર્તમાન પદાધિકારી |
Gujarat na Rajyapal : અહીં ગુજરાતના અત્યાર સુધીના રાજ્યપાલ ની યાદીની યાદી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના પ્રથમ રાજ્યપાલ નું નામ, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ નું નામ 2022 (gujarat na rajyapal name) નું નામ આપવામાં આવ્યું છે.