અહીં ગુજરાતની ભરત કલાનો ઇતિહાસ અને વિવિધ જાણીતા ભરતો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Table of Contents
ગુજરાતની ભરતકલા
સંસ્કૃતમાં “ભૂત” શબ્દ છે તે ઉપરથી “ભરત” શબ્દ આવ્યો હોવાનું નોંધાયું છે.
ગુજરાતનું ભરત-ગૂંથણ કામ તેની સર્જનાત્મક અને બારીકાઈ માટે જાણીતું છે.
ગુજરાતની આ તળપદી હસ્તકલા છે.ભાતીગળ લોકભરત અને મનોહર મોતી ગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ પ્રદેશોનો આગવો કલા સંસ્કાર છે.
મોહેં-જો-દડોમાંથી મળી આવેલ શિલ્પના પોષકમાં તથા કુષાણ રાજાઓની મુર્તિમાં પણ ભરતકામ જોવા મળે છે.
રામાયણ અને મહાભારત કાળમાં લોકો સુંદર કપડાં પહેરતાં તેમાં સોના-રૂપાના તારનું જરકશીનું ભરતકામ પર ભરાતું તેનો ઉલ્લેખ છે.
ભારતીય વેદોમાં પણ ભરતકામ તથા સોયનો ઉલ્લેખ મળી આવે છે.
કોટિલ્યના અર્થશાસ્ત્રમાં “ખચીતમ” શબ્દ દ્વારા તે સોયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ થયેલો મળે છે.
સૌરાષ્ટ્રના લોકભરતમાં આવી ત્રિપાંખડીની ભાત ‘તીતીડા ભાત’ ના નામે આજે ભરવામાં આવે છે.
ગુજરાતની વોવિધ જ્ઞાતિની વિશેષતા ધરાવતા લોકભરતમાં મોચી ભરત, બખિયા ભરત, ખાટ ભરત, મહાજન ભરત, રબારી ભરત, કણબી ભરત, કાઠી ભરત, આહિર ભરત વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતના લોકભરતમાં સર્વશ્રેષ્ઠ ભરતકામ કચ્છના ‘બન્ની ભરત’ ને માનવામાં આવે છે. તે વિવિધ ટાંકી, કલાત્મક રંગો અને બારીકાઈને લીધે મનમોહક રીતે ઉડીને આંખે વળગે છે.
બન્ની ભરત
>> બન્ની ભરતએ કચ્છનું સૌથી વધુ સુપ્રસિદ્ધ ભરતકામ છે.
>> કચ્છની મહિલાઓ દ્વારા બન્ની ભરતને વિકસાવવામાં આવ્યું હતું.
>> આ ભરત પર બલૂચિ અને સિંધી અસર દેખાય છે.
>> જત કોમની નારીઓ પોતાના આખા પહેરવેશમાં કે કજરીના આગળના ભાગમાં નયનરમ્ય ભરતકામ કરે છે.
>> આ કોમ મૂળ ઈરાન, અરબસ્તાન તરફથી ઉતરી આવી હોવાથી એમના ભરતકામમાં ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા જોવા મળે છે.
કચ્છી આરી ભરત
>> કચ્છના રજવાડાઓમા આશ્રય લઈને મોચીઓએ આ આરી ભરત કળા વિકસાવી હતી.
>> આરી ભરતકામ માટે આરી નામના ઓજારનો ઉપયોગ કરવામાં આવતો હતો.
>> કચ્છના મોચીઓ કચ્છી ભારા, મોચી ભરત, સલમાનું ભરત તથા સાડીનું ભરતકામ કરતાં હતા.
>> કબજા, સાડીની કિનારી, કૂચલી, ચણિયા, ચકળા, ચાંદરવા, પછીતપાટી, વૈષ્ણવ સંપ્રદાયની પીંછવાઈ, તોરણ વગેરેની બનાવટમાં આરી ભરતનો ઉપયોગ થાય છે.
>> આ આરી ભરતમાં મુઘલ શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે.
સૌરાષ્ટ્રનું આભલા ભરત
>> આ ભરતકામમાં સૌરાષ્ટ્રની મહિલાઓ દ્વારા ખાંપુનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ખાંપુ એટેલે નાના ગોળ આભલા છે.
>> આ આભલા ભરતકામ પ્રાચીન લીંબડી અને કપડવંજમાં કરવામાં આવતું હતું.
>> લગ્નપ્રસંગે માથે મૂકાતા મોડીયા પર તથા બળદની ઝુલોમાં આભલા ટાંકવામાં આવતા હતા.
>> ભરતકામની ભાતીગળ ભાતોથી વચ્ચે સફેદ રંગીન દોરાઓથી ખાંપુ ટાંકવામાં આવે છે.
કાઠી ભરત
>> કાઠી ભરત સૌરાષ્ટ્રના જૂના ભરતકામ માનું એક છે.
>> કાઠી ભરતકામ ગૃહ શણગાર, પશુ શણગાર તથા પહેરવેશ માટે પ્રસિદ્ધ છે.
>> કાઠી ભરતકામ સોય અને આરી બંને દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવતું હતું.
>> જેમાં ગણેશ સ્થાપના, સુરજ સ્થાપન, ચાકળા, તોરણ વગેરે બનાવવામાં આવતા હતા.
કેન્વાસ અને નાકા ભરત
>> કેન્વાસ અને નાકા ભરત એ સૌથી વધારે અઘરા ભરતકામમાનું એક છે. કેમ કે આ ભરતકામ ખંત અને ધીરજ માંગી લે તેવું હતું.
>> આ ભરતકામ મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા નવરાશની પળોમાં કાંગરી, અદગલિયા, લડવા, ફૂલો, ચટકુંડા વગેરે ભાત પાડીને બનાવવામાં આવતું હતું.
કણબી ભરત
>> રાજકોટ-જુનાગઢ કડવા કણબીનું ભરતકામ અને ભાવનગર નજીકના લેઉવા કણબીનું ભરતકામ વિશિષ્ટ ભાત પાડે છે.
>> કણબી કોમની સ્ત્રીઓ ચણિયા માટે આંગળા-સિકલ, ચોપારડી,કરતાળુ, અર્ધવાટકા, ભજ-બુટ્ટી અને દાડમની ભાતો વિશેષ ભરે છે.
>> કણબી ભરતમાં તોરણ, બારસાખીયા, ઉલેચ, ચંદરવા, ચાકળા, બળદની ઝૂલ માથાવટી, ઘાઘરા, કપડાં, ઓઢણાનિ કોર વગેરેમાં ભરત ભરવાનું પ્રચલન છે.
>> કણબીના ભરતમાં મોર, પોપટ, ફૂલ, કેવડા, આંબાડાંળ, વેલીઓનાં આલેખનો મળે છે.
મહાજનિયા ભરત
>> સૌરાષ્ટ્રના વાણિયા, લુહાર, સોની વગરે લોકોની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા ભરતકામને મહાજનિયા ભરત તરીકે ઓળખવામાં આવે છે.
Read more