Join our whatsapp group : click here

ગુજરાતમાં ગુપ્ત સામ્રાજયનો ઇતિહાસ

ભારત વર્ષનો એક મહાન યુગ એટેલે કે ગુપ્ત યુગ જેના શાસન કાળ દરમ્યાન કલા, સાહિત્ય અને ભારતની સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો હતો તેથી જ આપણે તેને ભારતનો સુવર્ણયુગ પણ કહીએ છીએ. તો આજે આપણે જાણીશું કે આ ગુપ્ત વંશના શાસન વખતે ગુજરાતની શું સ્થિતિ હતી.

ગુજરાતમાં ગુપ્ત સામ્રાજય

>> ગુપ્તયુગને ભારતનો સુવર્ણયુગ કહેવામા આવે છે.

>> ગુજરાતમાં ક્ષત્રપ શાસનના અંત ઇ.સ 398 પછીના 70 વર્ષ પછી ગુપ્તવંશની સત્તા સ્થપાય હતી.

>> ક્ષત્રપોનો અંત અને ગુપ્તકાળના શરૂવાત વચ્ચે સત્તરેક વર્ષ ગુજરાતમાં સર્વ ભટ્ટાર્કની સત્તા હતી.

>> ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજા (વિક્રમાદિત્ય)એ શક શાસક રુદ્રસેન ત્રીજાને હરાવી ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી પોતાની સત્તાનો ફેલાવો કર્યો હતો.

>> ગુજરાતમાં ગુપ્તવંશની મૂળ સત્તા કુમારગુપ્ત પ્રથમ (મહેન્દ્રાદિત્ય)ના રાજયકાળ ઇ.સ 415-455 દરમિયાન પ્રસરી હતી.

>> કુમારગુપ્ત પ્રથમ (મહેન્દ્રાદિત્ય)ના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક “ગિરિનગર” હતું.

>> ગુપ્તકાળમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગર(મહેસાણા જિલ્લો)નું નામ આનંદપૂર અથવા આનર્તપૂર હતું.

>> ગુપ્ત શાસક સ્કંદગુપ્તના સમયે સૌરાષ્ટ્રના સુબા (ગવર્નર) તરીકે “પર્ણદત્ત” ની નિમણૂક કરી. ગિરનારના નગપતિનું પદ પર્ણદત્તે પોતાના પુત્ર “ચક્રપાલિત” ને આપ્યું.

>> સુદર્શન તળાવ ઇ.સ 455માં અતિવૃષ્ટિને લીધે તૂટી ગયું જેનું સમારકામ પર્ણદત તથા ચક્રપાલિતે ફરીથી કરાવ્યુ.

👉 સુદર્શન તળાવ
1). સુદર્શન તળાવનું નિર્માણ કરનાર : પુષ્પગુપ્ત
2). તેમાં નહેરો બંધાવનાર : તુષાષ્ફ
3). તળાવનું સમારકામ કરાવનાર : સુવિશાખ (પોતાના ખર્ચે)   
4). બીજીવાર સમારકામ કરાવનાર : ચક્રપાલિત  

>> ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે વિષ્ણું મંદિર ઇ.સ 456માં બંધાવ્યું હતું.

>> સ્કંદગુપ્તના પ્રાપ્ત થયેલા ચાંદીના સિક્કાઓ પરથી આ પ્રદેશમાં ગુપ્ત શાસન દરમિયાન “વૈષ્ણવ ધર્મ” નો પ્રચાર થયો હતો.

>> ગિરનાર પાસેના સ્કંદગુપ્તના શીલાલેખમાંથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગુપ્ત વહીવટ દરમિયાન થયેલી પ્રગતિની ઝાંખી થાય છે.

>> કુમારગુપ્તના સિક્કાઓ ગુજરાતમાં અમદાવાદ, સાણંદ, ભુજ, ભાવનગર, વલભીપૂર, મોરબી, જુનાગઢ, અમરેલી, ખેડા, આણંદ, એમ કેટલીય જગ્યાએથી હજારોની સંખ્યામાં મળ્યા છે.

>> ગુપ્તયુગના પતન પછી ગુપ્ત પ્રાંતોમાંથી સૌપ્રથમ જુનાગઢ(સુરાષ્ટ્ર) સ્વતંત્ર થયું હતું.

ગુપ્ત વંશ વિશે ટૂકમાં

સ્થાપક : શ્રીગુપ્ત

વાસ્તવિક સ્થાપક : ચંદ્રગુપ્ત પ્રથમ

છેલ્લો રાજા : વિષ્ણુગુપ્ત

રાજકીય ચિન્હ : ગરુડ

>> ભારતનો સુવર્ણયુગ

>> ગુપ્ત સવંતની શરૂવાત ઇ.સ 319માં ચંદ્રગુપ્ત બીજાએ કરી હતી.

>> ડો. વી.એમ. સ્મિથે ગુપ્ત સમ્રાટ “સમુદ્રગુપ્ત” ને ભારતનો નેપોલિયમ કહ્યો છે.

>> ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)ના દરબારમાં નવરત્નો હતા જે નીચે મુજબ છે.

1). કાલિદાસ

2). અમરસિંહ

3). ધન્વતરી

4). વેતાલભટ્ટ

5). વરરુચિ

6). વહારમિહિર

7). શંકુ

8). ક્ષણપક

9). ઘરકર્પર

>> ચંદ્રગુપ્ત-બીજાએ પશ્ચિમના શકો પર વિજય મેળવ્યો હતો. ત્યારથી તેમણે “વિક્રમાદિત્ય” ઉપાધિ ધારણ કરી અને વ્યાઘ સિક્કાઓ ચલણમાં મૂક્યા.   

>> ગુપ્તશાસક “સ્કંદગુપ્ત” એ હૂણોને વર્ષો સુધી હરાવ્યા તેથી તે “ભારતનો તારણહાર” કહેવાયો.

Read more

👉 ગુપ્ત વંશની વંશાવલી
👉 ગુજરાતમાં મૈત્રક વંશ
👉 ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!