અહીં જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિશે જાણકારી આપવામાં આવી છે. જેમાં આ યોજનાથી મળનાર લાભ અને તે કેવી રીતે લેશો તથા લાભ લેવા માટેની લાયકાત વિશે જાણકારી આપવામાં આવી છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023
જે પરિવાર આર્થિક રીતે નબળા છે તેના બાળકોને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ-11 અને 12 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. 25000ની સ્કૉલરશીપ આપવામાં આવે છે.
આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માટે વિધાર્થીને “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” માંથી ઉતીર્ણ થવું પડશે. આ પરિક્ષમાં પાસ થનાર વિધાર્થીઓને જ આ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષાનો કાર્યક્રમ
જાહેરનામું બહાર પડયા તારીખ | 10/05/2023 |
પરીક્ષા અંગે જાહેરાત પ્રસિદ્ધ થયેલ તારીખ | 11/05/2023 |
પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ : | 26/05/2023 |
પરીક્ષા ફ્રી : | ની: શુલ્ક |
પરિક્ષાની તારીખ | 11/06/2023 |
આ પરીક્ષા આપવા માટેની લાયકાતો
>> કોઈપણ શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો સળંગ અભ્યાસ કર્યો કરી ધોરણ 8 પાસ હોવા જોઈએ
>> વાલીની શહેરી વિસ્તારમાં 1, 50,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 1, 20,000 વધુ આવક ન હોય તેવા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
પરીક્ષાનું માળખું
>> પરીક્ષા બહુવિકલ્પ (MCQ) સ્વરૂપની હશે.
>> જેમાં 120 માર્કસનું પેપર હશે. જેના માટે 150 મિનિટનો સમય મળશે.
>> પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને 30 મિનિટનો સમય વધૂ મળવાપાત્ર રહેશે.
>> પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
પરીક્ષા કેન્દ્ર
ગુજરાત રાજયને જે-તે તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. વિધાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
ઓનલોઇન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
1). ઓલાઇન અરજી તારીખ 26/05/2023 રાત્રિના 12 વાગ્યા સુધી જ થઈ શકશે.
2). ફોર્મ ભરતી વખતે નામ, અટક, જન્મ તારીખ, જાતિ વ્યવસ્થિત જોઈને નાખવી પાછળથી કોઈ સુધારો થશે નહિ.
3). લાલ ફૂદડી નિશાની વાળી માહિતી ફરજિયાત ભરવાની રહશે.
4). અરજી કરતી વખતે વિધાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકીનું જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે.
અગત્યની સૂચનાઓ
1). પરીક્ષા માટે ફોર્મ ફક્ત ઓનલાઈન જ ભરવું
2). મેરીટ મુજબ બાળકોને પ્રવશે આપવામાં આવશે.
3). ફોર્મ ભરતી વખતે કોઈ ખોટી માહિતી નાખી હશે તો વિધાર્થીનું પરિણામ રદ થઈ શકે છે.
4). હૉલ ટિકિટની જાણકારી ફોર્મ ભરતી ફોર્મ ભરતી વખતે નાખલે મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવશે.
5). હૉલ ટિકિટ કાઢ્યા બાદ વિધાર્થી જે શાળામાં અભ્યાસ કરતાં હોય તેના આચાર્યના સહી સિક્કા અને વિધાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હૉલ ટિકિટ પર ચોટાડવાનો રહેશે.
6). વિધાર્થી તેની હૉલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
અગત્યની લિન્ક
- જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં કિલક કરો : Click here
- જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું ફોર્મ ભરવા અહીં ક્લિક કરો : click here