તાજેતરમાં જાહેર કરવામાં આવેલ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2022માં ભારતીય પાસપોર્ટને 07 ક્રમના સુધારા સાથે 83મો ક્રમ પ્રાપ્ત થયો છે. ભારત 2021માં 90માં ક્રમે રહ્યું હતું.
આ ઇન્ડેક્સ એક પાસપોર્ટ પર કેટલા દેશનો કોઈપણ જાતના વધારાના દસ્તાવેજ વગર પ્રવાસ કરી શકાય તેના આધાર પર તૈયાર કરવામાં આવે છે.
ભારતીય પાસપોર્ટ ધારક દુનિયાના 60 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.
વર્ષ 2021માં ભારતનો વિઝા ફ્રી સ્કોપ 58 દેશો માટેનો હતો. જેમાં ઓમાન અને આર્મેનિયા દેશનો ઉમેરો તથા ભારતીય પાસપોર્ટ ધારક વર્ષ 2022માં 60 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.
Henley Passport Index 2022 in Gujarati
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષ 2022માં જાપાન અને સિંગાપોર સંયુક્ત રીતે પ્રથમ સ્થાને રહ્યા છે. જેના નાગરિકો વિઝા વગર 192 દેશોનો પ્રવાસ કરી શકે છે.
જ્યારે આ ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન છેલ્લા ક્રમે (111) રહ્યું છે. જેના નાગરિકો ફક્ત 26 દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકે છે.
💥 વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા 5 દેશો
1. જાપાન, સિંગાપોર (192 દેશ)
2. જર્મની, દક્ષિણ કોરિયા (190 દેશ)
3. ફિનલેન્ડ, ઇટલી, લકસ્મબર્ગ, સ્પેન (189 દેશ)
4. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્વીડન (188 દેશ)
5. આયર્લેન્ડ, પોર્ટુગલ (187 દેશ)
💥 વિશ્વના સૌથી ખરાબ પાસપોર્ટ ધરાવતા 5 દેશો
107. યમન (33 દેશ)
108. પાકિસ્તાન (31 દેશ)
109. સીરિયા (29 દેશ)
110. ઈરાક (28 દેશ)
111. અફઘાનિસ્તાન (26 દેશ)
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ વિશે
>> મુસાફરી સ્વતંત્રતામાં વૈશ્વિક ચિત્ર પ્રદાન કરવાના હેતુથી 2006માં હેનલે પાસપોર્ટ શરૂ કરાયો.
>> આ સૂચકઆંક હેનલે ગ્લોબલ મોબિલિટી રિપોર્ટનો ભાગ છે. જે હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવે છે.
>> આ ઇન્ડેક્સ દુનિયાના બધા પાસપોર્ટની ક્રમબદ્ધ રેંકિંગ જાહેર કરે છે.
>> આ રેંકિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિયેશનના ડેટાના આધારે જાહેર કરવામાં આવે છે.
Read more