Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ભારત જર્મનીને પછાડી ચોથું સૌથી મોટું વાહન બજાર બની ગયું છે

Organisation Internationale des Constructeurs d’Automobiles” (OICA) દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ , ભારત જર્મનીને પછાડી વિશ્વનું ચોથું સૌથી મોટું ઓટો મોબાઈલ માર્કેટ (automobile market) બની ગયું છે. જ્યારે પ્રથમ સ્થાને ચીન, બીજા સ્થાને United States of America અને ત્રીજા સ્થાને જાપાન રહ્યું છે. કોરોના ના સમયગાળા દરમ્યાન પણ ભારતમાં જર્મનીમાં 2,973,319 વાહનોની સરખામણીએ 2021માં 3,759,398 વાહનોનું વેચાણ થયું હતું. આમ ભારતનો વૃદ્ધિ દર લગભગ 26% જેટલો છે અને બે આંકડામાં વૃદ્ધિ નોંધાવનાર ટોચના 5 દેશોમાં ભારત એકમાત્ર દેશ છે.

રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ:

>> ભારત વર્ષ 2025 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બનશે તેનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બનવા માટે ભારતે જાપાનને પાછળ છોડવું પડશે. જાપાને વર્ષ 2021માં 4,448,340 વાહનોનું વેચાણ કર્યું હતું.

>> ભારતની પર્સનલ મોબિલિટી સ્પેસ 1,000 દીઠ 33 વાહનોની આસપાસ છે જે વિકસિત દેશોની  સરખામણીમાં ઘણી ઓછી છે.

>> પ્રથમ સ્થાને રહેલ ચીનમાં કોઈ વૃદ્ધ દર નોંધાયો નથી જ્યારે બીજા સ્થાને રહેલ USAમાં ગયા વર્ષ કરતાં 4% વાહનોનું વેચાણ વધુ થયું છે. તો જાપાનમાં વર્ષ 2019 અને વર્ષ 2020 એમ બંને વર્ષ કરતાં ઓછું વાહનોનું વેચાણ થયેલ છે.

આ પણ વાંચો :

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment