Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022

21 જૂન 2022ના રોજ સમગ્ર વિશ્વ 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (international yoga day) ઉજવી રહ્યું છે. આ યોગ દિવસના પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કર્ણાટકના મૈસૂર ખાતે પેલસે મેદાનમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં યોગ કરી રહ્યા છે. જેમાં 15000 થી પણ વધુ લોકો જોડાયા છે.   

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની થીમ :

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની થીમ : માનવતા માટે યોગ (yoga for humanity)

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ માહિતી

ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સૌથી ઓછામાં ઓછા સમયમાં એટલે કે ફક્ત 90 દિવસમાં જ મંજૂરી આપવામાં આવી હતી.

આ અંતર્ગત 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યોમાંથી 175 દેશો દ્વારા 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવાના પ્રસ્તાવ ને મંજૂરી આપવામાં આવી હતી.

ત્યાર બાદ સૌપ્રથમ 21 જૂન 2015ના રોજ પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

21 જૂનનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષમાં સૌથી લાંબો દિવસ હોય છે. તેથી 21 જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વધારે વાંચો :

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment