ગુજરાતી સાહિત્યના અનુગાંધી યુગના સાહિત્યકાર Ishwar petlikar સંબધિત માહિતી અહી દર્શાવવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે.
ઈશ્વર પેટલીકર (Ishwar petlikar)
પુરુનામ : ઈશ્વર મોતીલાલ પેટલીકર
જન્મ : 09 મે, 1916
જન્મ સ્થળ : પેટલી (પેટલાદ, આણંદ)
ઉપનામ : નારાયણ, સમાજધર્મી વાર્તાકાર, પરિવ્રાજક
મૃત્યુ : 22 નવેમ્બર, 1983 (67 વર્ષે)
ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા ‘જનમટીપ’ (1944) છે. જેના દ્વારા તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા.
ઈશ્વર પેટલીકરે પન્નાલાલ પટેલની નવલકથાઓ માંથી પ્રેરણા લીધી હતી.
તેને ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’ માસિકનું સંપાદન કર્યું છે.
ઈશ્વર પેટલીકરનું પ્રસિદ્ધ સાહિત્યસર્જન
💥 નવલકથા
1). જનમટીપ (જાણીતા પાત્રો : ચંદા, ભીમો, પુજા)
2). ભવસાગર (જાણીતું પાત્ર : સુરજ)
3). મારી હૈયા સગડી
4). જય પરાજય
5). ધરતીનો અવતાર
6). તરણા ઓથે ડુંગર
7). યુગના એંધાણ
8). ઋણાનું બંધ
9). આશાપંખી
10). લાક્ષાગૃહ
11). ધરતીનો અવતાર
12). કલ્પવૃક્ષ
13). લખ્યાલેખ
💥 નવલિકા
1). લોહીની સગાઈ (જાણીતા પાત્રો : મગું અને અમરતકાકી મુખ્યપાત્ર)
2). કાશીનું કરવત
3). પક્ષીનો મેળો (1948)
4). કંકુ ને કન્યા (1946)
5). આકાશગંગા
6). મંગલ મંદિર
7). પટલાઈના પેચ
8). કઠપુતળી
9). પારસ મણિ
10). અભિસારિકા
11). ગોમતીઘાટ
12). માનતા
13). ચીનગારી
14). મીનપિયાસી
💥 નિબંધ
1). જીવન દીપ
2). સંસારના વમળ
3). સુદર્શન
4). જીવન સંગમ
5). મહાગુજરાતના નીરક્ષીર
કન્ફયુજન પોઈન્ટ
મારી હૈયાસગડી : | ઈશ્વર પેટલીકર |
હદય ત્રિપુટી : | કલાપી |
હદય સહિતા : | નરસિંહરાવ દિવેટિયા |
કાશીમાની કુતરી : | પન્નાલાલ પટેલ |
કાશીનું કરવત : | ઈશ્વર પેટલીકર |
અન્ય સાહિત્યકાર વિશે
ગુજરાતી સાહિત્ય